આયુર્વેદ

ખરતા વાળની સમસ્યાને કરો ચુટકીમાં દૂર એ પણ ઘરેલું ઉપાયોથી.

અત્યાર ના સમયમાં વાળ ખરવા ની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે. તેમાં નાના લોકોથી લઇ ને મોટા માણસોમાં પણ આજ સમસ્યા ખુબજ ગંભીર બની ગઈ છે. મિત્રો વાળ ખરવાની સાથે વાળ માં ખોડો થવો,સફેદ થઈ જવા વગેરે ને કારણે બધા પરેશાન જોવા મળે છે. ઘણા લોકોમાં તો નેની ઉંમર માં ટાલ જોવા મળે છે. ખાંસ કરીને છોકરીઓમાં વાળ ખુલ્લા રાખવાની ફેશનમાં વાળ બે મુખી થઈ જાય છે.

આજના યુગમાં પ્રદુષણ યુક્ત વાતાવરણ ને લીધે ખૂબ તણાવ અને અપોષકયુક્ત ખોરાક ખાવાથી વાળને પૂરતું પોષણ મળતું નથી. તે ઉપરાંત વાતાવરણ માં બદલાવ અને ઇન્ફેક્શન તથા હોર્મોન્સ ને કારણે પણ વાળ ની સમસ્યા જોવા મળે છે. આવી સમસ્યાને કારણે વાળ રુક્ષ થઈ જાય છે અને બીજાં થઈ જાય છે.

આવી સમસ્યા ને કારણે વાળ બે મુખી,સફેદ અને ખારવા લાગે છે. જો તમારે આ બધીજ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે તમારે ઘરેલુ ઉપચાર નો ઉપયોગ કરવો જોઇએ જેના કારણે વાળ ની બધીજ સમસ્યા થી દુર રહી શકાય છે.

વાળ ની સમસ્યા દૂર કરવાની ઉપાયો:-

વાળ ની સમસ્યા ને દૂર રાખવા માટે અને નિરોગી રહેવા માટે રોજ દિવસમાં ત્રણ થી ચાર વાર પાંચ મિનિટ સુધી બન્ને હાથના નખ ઘસવાથી ટાલ ના ભાગે વાળ આવી જાય છે. વાળ એકદમ કાળા રહે છે અને હેલ્થી રહે છે. જો તમારે વાળ ને સુંદર રાખવા હોય તો ફાસ્ટફૂડ અને જંકફૂડ નો ત્યાગ કરવો જોઈએ.

આજના યુવાનો તો ખાસ કરીને જંકફૂડ નો ઉપયોગ વધુ કરતા જોવા મળે છે જેના કારણે વાળ ની સમસ્યા વધુ જોવા મળે છે. વાળ ની સમસ્યા દૂર કરવા માટે આમળા અને સંતરા નો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવાથી વાળ હેલ્થી રહે છે.

આવી વ્યક્તિ ઓએ દરરોજ પાંચ નંગ બદામ ખાવી જોઈએ. તથા અખરોટના બીજ ને પાણીમાં પલાળી સવારે તેને ખુબજ ચાવીને ખાવું જોઈએ જેના કારણે આયન અને પ્રોટીન માં વધારો થાય છે. લીલા શાકભાજી માં દૂધી,પાલક ,પરવળ અને લીલી ભાજી વધુ લેવાથી પણ વાળ ની સમસ્યા દૂર થાય છે.

અઠવાડિયામાં સરગવાની સીંગો,મગનું શાક તથા અડદની દાળ ખાવાથી પણ વાળ ને ખૂબ ફાયદો થાય છે. એવો ખોરાક લેવાથી પણ આપણું સ્વાસ્થ જળવાઈ રહે છે અને વાળ ની બધીજ સમસ્યા દૂર થાય છે. રાતે સૂતી વખતે નાક માં ગાયના ઘીના ત્રણ-ત્રણ ટીપા નાખવાથી શરીરને નિરોગી બનાવે છે.

વાળ ની સમસ્યા માટે ખોડાને દૂર કરવા માટે ચણા ના લોટ માં દહીં અને ગોળ ભેગા કરીને લગાવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે. તથા લીંબુ અને દહીં ને મિક્સ કરીને લગાવાથી પણ ખોડો દૂર થાય છે. રોજ રાતે વાળ માં તેલ લગાવવું જોઈએ જેના કારણે વાળ માં ધૂળ લાગતી નથી અને આવું કરવાથી વૅલ ની મજબૂતાઈ માં વધારો થાય છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *