મિત્રો આજના આયુર્વેદ લેખમાં ગોખરુ વિશે વાત કરીશું, ગોખરુ મનુષ્ય જીવન માટે એક વરદાનરૂપ છે. તો ચાલો જાણીયે ગોખરુ આપણા શરીરના કેટલા રોગ દૂર કરવામાં કારગર છે. ગોખરુ ને આયુર્વેદ શાસ્ત્રો માં સૌથી શક્તિશાળી ઔષધ તરીકે ઓળખવામાં આવે છે.
👉 મિત્રો ચોમાસામાં તમે ખેતરમાં જતા હશો તો જોતા હશો જમીન પર કાંટાળા બીજ વાળા વેલા પથરાયેલા જોયા હશે. તેના પાન નાનાં હોય છે અને તેના બીજા ચણા જેવડા હોય છે. આ ફળ જ્યારે તાજા હોય ત્યાર લીલા હોય છે અને સુકાય એટલે કઠણ અને ભુરા રંગના હોય છે. ગોખરુ ની તાસીર ઠંડી હોય છે એટલે જો પેશાબ સબંધી કોઈ રોગ થયાં હોય તો તેના માટે ઉત્તમ ઔષધિ છે.
👉 પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ તૂટક તૂટક થવો, પેશાબ માં બળતરા થવી, કે પછી પેશાબમાં દુર્ગંધ અવવી આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે ગોખરુ શ્રેષ્ઠ ઔષધિ છે. તે મૂત્રપિંડ અને મૂત્રાશય ને કાર્યશીલ રાખે છે. તેથી જો તમે પથરી થી પરેશાન હોય કે કિડની બગડી હોય તેવા રોગીઓ પણ ગોખરુ લઈ શકે છે અને તેમના રોગ દૂર કરી શકે છે.
👉 તેના માટે તાજા ગોખરુ ને લાવીને સુકવી દઈને તેનો ચૂર્ણ બનાવો, જો તમને તાજા ગોખરુ ના મળે તો તમે આયુર્વેદિક ઔષધીય ની દુકાન થી પણ આખા કે તૈયાર પાઉડર લાવી શકો છો. અને તેને દિવસ દરમિયાન 4-4 ગ્રામ ચૂર્ણ નવશેકા પાણી સાથે લઈ શકાય છે, અને ગોખરુ ચૂર્ણ 4 ગ્રામ લઈ તેને મધ સાથે વહેલી સવારે આંગળી વડે ચાટી શકાય છે.
👉 ગોખરુ ચૂર્ણ શક્તિવર્ધક, હૃદયરોગ દૂર કરનાર, કામશક્તિ વર્ધક, વાયું નાશક છે જો તમે આ સમસ્યા થી પરેશાન છો તો તેમાં તમારે કામશક્તિ વધારવા રોજ વહેલી સવારે નયાકાંઠે એક ગ્લાસ દેશી ગાયનું દૂધ અને તેમાં અડધી ચમચી ગોખરુ ચૂર્ણ અને સ્વાદ અનુસાર સાકાર નાખીને લેવાથી કામશક્તિ માં વધારો થાય છે અને શારેરમાં સ્ટેમીના રહે છે,
👉 હૃદયરોગ અને વાયુ ની સમસ્યાઓ હોય તો તેના માટે 5 ગ્રામ ગોખરુ ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવું ખુબજ હિતકારી છે. અને ગોખરુ ચૂર્ણ ને મધ સાથે પણ ચાટી શકાય છે. આ રીતે ગોખરુ ચૂર્ણનો ઉપયોગ કરવાથી હૃદયરોગ અને વાયુરોગ દૂર થાય છે.
👉 જો શારીરિક નબળાઈ આવી હોય તો તેના માટે ગોખરુ અને તલને સરખા પ્રમાણમાં લઇ તેનો પાઉડર બનાવી બકરીના દૂર સાથે લેવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે. 👉 જો તમે પથરી થી પરેશાન હોય તો તેના માટે અડધી ચમચી ગોખરુ ચૂર્ણ અને એક ચમચી મધ સાથે ચાટી તેના પર એક ગ્લાસ ઘેટી નું દૂધ પીવાથી પથરી તૂટી જાય છે અને મૂત્ર માર્ગે વહી જાય છે.
👉 ગોખરુ, ગળો, અને આમળાં સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લો, આ ચૂર્ણને રસાયન ચૂર્ણ પણ કહેવાય છે. શરીર માં દાહ, બળતરા, શારીરિક નબળાઈ, કોઈ વાગ્યાનો ઘા હોય તો તેના માટે અડધી ચમચી ગાયના દૂધ સાથે લેવાથી આ તમામ રોગ દૂર થાય છે પણ આ રોજ સવારે અને સાંજે લેવાનું રહેશે અને 12 દિવસ સુધી લેવાનું રહેશે. આ રીતે ઉપચાર કરશો તો તમારી તમામ સમસ્યા દૂર થશે. આ પ્રયોગ દરમિયાન તીખું અને તળેલું ખાવાનું ટાળવું.
👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તલ નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…..