આજકાલ દરેક લોકો અને ઘરમાંથી એક વ્યક્તિ ને ફરજીયાત એસિડીટી નો ભોગ બનેલ વ્યક્તિ જોવા મળે છે. એસિડીટી થવાનું કારણ વધુ પડતું મસાલાવાળું,તીખું અને તળેલું ખાવાથી એસિડીટી થઈ શકે છે. તેના કારણે શરીરના બધાજ રોગો નું કારણ બની શકે છે. જો એકધારું કંઈપણ વસ્તુનું સેવન કરવામાં આવે તો ચોક્કસ થઈ એસિડીટી થઈ શકે છે.
આજના સમયમાં નાના થી લઈને મોટા વ્યક્તિ સુધી એસિડીટી ની સમસ્યા જોવા મળે છે. તેના માટે જવાબદાર છે આહાર,વાતાવરણ અને વધુ પડતું ખોરાક નું સેવન જે તેનું કારણ હોય શકે છે. આવા વ્યક્તિઓએ મન પ્રફુલ્લિત થાય તેવી જગ્યાએ બેસવું જોઈએ તેના કારણે એસિડીટી માં પણ ઘટાડો થાય છે.
એસિડીટી વાળા વ્યક્તિ ઓમાં સતત ઓળકાળ આવવા,છાતી ના બળતરા,પગના તળિયા બળવા,ઊંઘ ન આવવી વગેરે જેવી સમસ્યા જોવા મળે છે. ઊંઘમાં ગુસ્સો આવી જવો વગેરે બાબતોમાં એસિડીટી મહત્વનો ભાગ ભજવે છે. આવા સમીર ખાવાનું મન ન થાય ,ખાધું હોય તો પેટ ભૂખ્યું લગે જેવી સમસ્યા જોવા મળે છે. પૌષ્ટિક આહાર લેવા છતાં શરીરમાં વજન ન વધવો વગેરે જેવી બાબતો તેમાં અગત્યનો ભાગ ભજવે છે.
જો અમ્લપિત્ત વાળો ખોરાક વધુ પડતો ખાવામાં આવે અને સતત એસિડીટી હોવા છતાં ખોરાક લેવામાં આવે તો પણ એસિડીટી થઇ શકે છે. અવસ એસિડીટી માટે શું ખાવું અને શું ન ખાવું તેના વિશે અપને આજે જાણીશું.
જો તમારે એસિડીટી થી દુર રહેવું હોય તો ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ તેમાં ખાસ કરીને દ્રાક્ષ,પાઈનેપલ,લીંબુ વગેરેનું ઓછું સેવન કરવું જોઈએ તથા ખુબજ તેલ વાળા અને તીખા ખોરાક ન ખાવા જોઈએ. ખાટા ફળોના જ્યુસ નું સેવન ન કરવું જોઈએ. હવે કેરીની શરૂઆત થઈ ગઈ છે તેમાં પણ કાચી કેરી ખાવાથી પણ એસિડીટી વધી જાય છે.
એસિડીટી વાળી વ્યક્તિ એ કાચી કેરી ન ખાવી જોઈએ. મેંદો તથા અથાવાળી વસ્તુઓ જેવી કે ખાટા ઢોકળા, વઘરેલો ભાત, દાબેલી,વડાપાઉં ખમણ,હાંડવો,ઢોસા,ઈડલી,ભાજી વગેરે ન ખાવા જોઈએ. આ બધુજ ખાવાનું છોડી દેવું જોઈએ જેના કારણે એસિડીટી માટી જાય છે.
ખાટી છાસ કે ખાટા દૂધ ન ખાવા જોઈએ જેના કારણે એસિડીટી કાબુમાં રહે છે. જો તમારે છાશવિના ન ચાલે તો મોરી છાસ પીવી જોઈએ. એસિડીટી વાળા લોકોએ બ્રેડ અને કેક ન ખાવી જોઈએ. જ્યાં સુધી એસિડીટી કાબુમાં ન આવે ત્યાં સુધી આ બધુ ખાવાનું છોડી દેવું જોઈએ.
ખાટા અથાણાં ના શોખીન અને વધારે તેલ વાળું ન ખાવું જોઈએ આવું ખાવાથી એસિડીટી માં વધારો થાય છે. પ્રોસેસવળી અને ખૂબ રિફાઇન કરેલી વસ્તુઓ નું સેવન ન કરવું જોઈએ. તળેલા ,મસાલેદાર,ચટાકેદાર વગેરે ન ખાવું જોઈએ જેના કારણે એસિડીટી વધે છે.
તીખું તો બિલકુલ ન ખાવું જોઈએ જેના કારણે એસિડીટી વધે છે જેમાં ખાસ કરીને લીલા મરચા. આવા લોકો એ ચા અને કોફી તો બિલકુલ ન પીવી જોઈએ. તેના બદલામાં નારીયેર પાણી પીવું અને ફળોના જ્યુસ પીવા જોઈએ. કૃત્રિમ ગળ્યા પદાર્થો નું પણ ઓછું સેવન કરવું જોઈએ.
ખાટા શરબત કે ઠંડા પીના ન પીવા જોઈએ. અના કારણે એસિડીટી નું પ્રમાણ વધે છે. તેઓએ એ આઇસક્રીમ લે લસ્સીનું અચુ સેવન કરવું જોઈએ. લીલું અને સૂકું મરચું તો બિલકુલ ઓછું ખાવું જોઈએ.
👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…