આજકાલ લોકો રાગીનો પણ વધુ ઉપયોગ કરતા જોવા મળે છે. જેમાં રાગી ને પણ ખાદ્ય ખોરાક તરિકે ગણવામાં આવે છે. તેને ખુબજ પૌષ્ટિક માનવામાં આવે છે. તે દેખાવે સરસો જેવું અને અમીનો એસિડ ધરાવે છે. તેમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી હાડકાને મજબૂત રાખવામાં ફાયદો કરે છે. તેને ખાવાથી પેટ ભારે લાગે છે.
રાગીમાં આવેલુ પ્રોટીન પચવામાં સરળ હોય છે. તે ખાવાથી જલ્દીથી ભૂખ લાગતી નથી અને જો તેનું સેવન કરવામાં આવે તો વૃદ્ધત્વ દૂર રહે છે. તે ગ્લુકેનને પચવામાં ખુબજ મદદ કરે છે. જે વજન વધારે હોય તેવા લોકો માટે આશીર્વાદ સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવાથી વજન ઉતારી શકાય છે.
રાગીના ફાયદાઓ:-
કેલ્શિયમ મેળવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ રાગીમાંથી ખુબજ પ્રમાણ માં કેલ્શિયમ મળે છે જે શરીર માટે ફાયદાકારક છે. રાગીમાં 344 ગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું હોય છે. રાગીને ખાવાથી હાડકા મજબૂત અને દાંત તાકતવર બને છે. તે ઓસ્ટીઓપોરોસીસ ને નબળા બનાવતા પણ રોકે છે.
નાના બાળકોને રાગી આપવાથી ખૂબ લાભ થાય છે. તેને જુદા-જુદા સ્વરૂપે આપવાથી બાળકોમાં પોષણનું સ્તર ઊંચું આવે છે અને નબળા બાળકોમાં વિકાસ થાય છે. રાગીને લોટમાં મિક્સ કરીને તથા તેના ઢોકળા અને બીજી અન્ય વસ્તુઓ બનાવી તેને લાઇ શકાય છે.
રાગીનો નિયમિત રૂપે ઉપયોગ કરવાથી સ્કિન ચમકીલી અને યુવાન બને છે. તેમાં રહેલું મીથીઓનાઈન અને લાઈસીન ત્વચાની કરચલીઓ દૂર રાખે છે. તે ત્વચાને ઢીલી થતી અટકાવે છે. રાગી જ એક એવું તત્વ છે જેમાં વિટામિન ડી રહેલું હોય છે. રાગી એ એનીમિયા દૂર કરવામાં ખૂબ અગત્યનું છે તેમ રહેલું આયન એ હિમોગ્લોબીન વધારવામાં ખુબજ મદદ કરે છે.
રાગીને પાણીમાં પલાળી ફણગાવેલા હોય તેમાં વિટામિન સી રહેલું હોય છે જે લોહત્ત્વમાં વધારો કરે છે. ડાયાબીટીસ ના દર્દીઓ માટે અન્ય ધાન્યો કરતા વધુ પ્રમાણમાં પોલીફીનોલ્સ હોય છે જે પાચનતંત્ર ને વધુ મજબૂત બનાવે છે. તેના કારણે ભૂખ ની અમસ્યા દૂર થાય છે અને ખોરાક આસાનીથી પચી જાય છે.
રાગી તણાવ દૂર કરવા માટેનો એક ઉપાય છે. તે અનિંદ્રા,પરેશાની વગેરે દૂર કરવામાં ખુબજ લાભદાયક છે. રાગીમાં આવેલા ફાઇબર લાંબા સમય સુધી પેટ ને ભરાયેલું રાખે છે જેના કારણે ભૂખ લાગતી નથી વજન ઘટાડવામાં ખૂબ ફાયદો કરે છે. તે બ્લડસુગર લેવલને પણ કન્ટ્રોલમાં રાખે છે. જે મહિલાઓ માતા બનવાની છે તેમણે રાગી ખાવાથી હિમોગ્લોબીન માં વધારો થાય છે.
તે શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે અને તથા તે લીવરના એમીનો એસિડ ને ઘટાડવામાં મદદ કરે છે. તે પ્રસુતિ સમયે દૂધના સ્રાવમાં વધારો કરે છે. આમ રાગી એ દરેક રોગો માટે ખુબજ ફાયદાકારક છે. તો મિત્રો રાગી ખાઓ અને રોગોથી રહો દૂર.
👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…