ઉનાળાની ઋતુ હોય કે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે ઝાડા નું પ્રમાણ વધારે જોવા મળે છે. જો વધારે પડતી કબજિયાત રહેતી હોય તો કે ખોરાક પચતો ન હોય ત્યારે પણ ઝાડા ની સમસ્યા જોવા મળે છે. જો ઋતુ બદલાય ત્યારે ખોરાક પણ બદલાય તેની સાથે વાતાવરણ પણ બદલાય છે અને ખોરાક પચતો નથી.
જો વધારે પ્રમાણમાં ગેસ ની તકલીફ રહેતી હોય તો પણ ખોરાક પચાવવામાં મુશ્કેલી અનુભવાય છે અને તેના કારણે ઝાડા થાય છે. ઝાડા થવાનું મુખ્ય કારણ મોટા આંતરડા પાણી નું શોષણ ન થવાને કારણે ખોરાક નું પણ શોષણ અટકે છે જેના કારણે ઝાડા થાય છે.
ઝાડા થાય ત્યારે તે સમયે ખોરાક લેવાનું બંધ કરી દેવું જોઈએ. તેની જગ્યાએ માત્ર છાસ કે લીંબુ પાણી લેવું જોઈએ. આવા ઝાડા અપચાને કારણે જોવા મળે છે જ્યારે બેકટેરિયલ ઇન્ફેક્શન ને કારણે પણ ઝાડા જોવા મળે છે જેને મરડો તરીકે ઓળખવામાં આવે છે. કોઇપણ ખોરાકનું ફુડપોઇનિંગ થવાને કારણે પણ ઝાડા થાય છે તો મિત્રો આજે આપણે ઝાડા ના ઉપચાર વિશે જાણીશું.
ઝાડા મટાડવાના ઘરેલું ઉપચારો:-
આંબાની ગોટલીને મધ સાથે લેવાથી પણ ઝાડા મટે છે. કોઠા નો ગર અને આંબા ના પાનને ભાતના ઓસામણ સાથે લેવાથી પણ પાકેલા ઝાડા મટી જાય છે. જાંબુના પાન, આંબાના પાન અને આંબલીના પાન ને સરખે ભાગે વાટી ને બકરીના દૂધ સાથે લેવાથી રકતાતીસર વગેરે મટે છે. આંબાના અંતરછાલ ને ઉકારી તેનો ઉકારો પીવાથી અતિસાર મટે છે
આદુના રસના 5-5 ટીપાં નાભિમાં નાખવાથી ઝાડા મટી જાય છે. ખજૂર ના ઠળિયા નો પાઉડર અથવા તેને બારીને કોલસો બનાવી તેને ઠંડા પાણી સાથે પીવાથી પણ ઝાડા મટી જાય છે. આંબલીના પાનને વાટીને પાણી સાથે લેવાથી ઝાડા મટી જાય છે. પાકા બિલાનો ગર ને પાણીમાં મિક્સ કરીને લેવાથી ઝાડા મટી જાય છે.
લીંબુના રસમાં સિંધવ મીઠું અને ખાંડ નાખી ને શરબત પીવાથી પિત્તવાળા ઝાડા મટી જાય છે. લીંબુ નો રસ અને ડુંગરી ને દંડ પાણીમાં મેળવીને લેવાથી ઝાડા મટે છે. જવ અને મગ નું ઓસામણ પીવાથી આંતરડાની ગરમી ઓછી થાય છે. ગાજરને ઉકારી તેનું સૂપ બનાવી પીવાથી ઝાડા મટી જાય છે. જાયફળ, ખારેક અને અફીણ ને નાગરવેલનાં પાનમાં ગોરી બનાવી પીવાથી ઝાડા મટી જાય છે.
જો સામાન્ય ઝાડા થાય હોય ત્યારે મોરી છાસ માં બીલીના ગર્ભને મિક્સ કરીને પીવાથી ઝાડા મટી જાય છે. પળવલ ના પાન જવ અને ધાણાનો ઉકારો ને ઠંડો પાડી મધ અને સાકર ભેરવીને લેવાથી ઝાડા મટી જાય છે. જો પીત્ત ના ઝાડા થયા હોય તો પાકા જાબુને ખાવાથી ઝાડા મટી જાય છે.
વધુ પડતા પાતળા ઝાડા થાય હોય ત્યારે વડની ચાલ નો ઉકારો બનાવી પીવાથી ઝાડા મટી જાય છે. પાણીમાં મીઠું અને ખાંડ નાખીને તેને ઉકારીને તેને થોડા-થોડા સમયે પીવાથી ઝાડા મટી જાય છે. દાડમના દાણા અથવા દાડમના જ્યૂસને દિવસમાં 2 થઈ 3 વાર લેવાથી ઝાડા મટી જાય છે.
👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…