આયુર્વેદ

બિલીપત્ર દૂર કરશે અનેક શારીરિક સમસ્યાઓ. જાણીલો બિલીપત્રના આયુર્વેદિક ઉપચાર.

બીલીને પવિત્ર માનવામાં આવે છે. તેના પાન, ફળ, ફૂલ, મૂળ વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે. બીલીને બીજા બિલ્વ નામથી ઓળખવામાં આવે છે. તેનો દરેક ભાગ દવામાં વાપરવામાં આવે છે. તેના પાકા બિલાનો ઉપયોગ શરબત બનાવવા અને કાચા બિલાનો ઉપયોગ ઝાડ અને મરડામાં કરવામાં આવે છે. બીલીના ઝાડ 20 થી 25 ફૂટ ઊંચા જોવા મળે છે. તેની ડાળીઓ પર કાંટા જોવા મળે છે.

તેના પાન ત્રીપર્ણ અને એકાંતરે જોવા મળે છે. તે આછા લીલા અને સફેદ રંગના જોવાં મળે છે. તેના પાન મસળતા એક અલગ જ સુગંધી જોવા મળે છે. તેના ફળ મોસંબી જેવા અને ભરનું પડ ખુબજ કઠન
જોવા મળે છે. બીલી મળ ને રોકનાર,વાયુનું શમન કરનાર અને જઠરાગ્નિ ને પ્રબળ કરનાર છે.

તેના કાચા ફળનું શાક અને અથાણું બનાવવામાં આવે છે. કાચા બિલાને સૂકવીને તેના ગર્ભને દિપક પાચક અને ગ્રાહી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. બીલી નો ઉપયોગ વ્યક્તિ દરેક રોગોમાં કરવામાં આવે છે. તેના ફળનો ઉપયોગ દરેક રોગો માટે કરવામાં આવે છે.

બીલીના ઘરેલુ ઉપચારો:-

હરસ અને મસા ને મટાડવા માટે બીલાના ગરને ખાવાથી આરામ મળે છે. બિલાના ગર લઇ તેમાં ખાંડ નાખી શરબત બનાવી પીવાથી ઝાડા મટે છે અને શરીર માં ઠંડક થાય છે. તે મરડામાં પણ ખુબજ લાભદાયક છે. બીલીનું ઝાડ હવા ને શુદ્ધ કરે છે.

ગૌમુત્ર માં બીલું ને વાટી તેને તેલમાં શેકીને કાનમાં નાખવાથી કાનની બહેરાશ દૂર થાય છે. બીલીના કાચા કોમળ ફળના ગર્ભ ને સૂકવીને બનાવેલું ચૂર્ણ અતિસાર,રક્તસાર,ઝાડા, મરડો વગેર માં ખુબજ રાહત કરે છે. એક ચમચી ચૂર્ણ ને મોરી છાસ સાથે લેવાથી ઝાડા માં પડતું લોહી બંધ થઇ જાય છે.

તેનાથી બધીજ વિકૃતિઓ દૂર થાય છે. તેનાથી વાયુ અને કફ પણ દૂર થાય છે. જો ખુબજ જૂનો મરડો હોય તો તેને દૂર કરવા બીલીના ગરનું ચૂર્ણ અને તલના તેલ ને દહીં સાથે લેવાથી આરામ મળે છે. બિલાનો ગર્ભ અને વરીયારી ના સરખા વજનનું ચૂર્ણ લેવાથી મરડામાં ખૂબ ફાયદો કરે છે.

બીલીના ગર્ભ ને સૂકવીને પાણી સાથે સવાર-સાંજ લેવાથી ઝાડા મટે છે. કોઈપણ પ્રકારના રક્તસ્ત્રાવ માં બીલીનો રસ ખુબજ ફાયદો કરે છે તથા ડાયાબિટીસના દર્દીઓ માટે બીલીનો રસ ફાયદો કરે છે અને રામ મળે છે તથા તે સોજા મટાડવામાં ખૂબ ફાયદો કરે છે.

કોઈપણ જગ્યાએ પડેલા ચાંદા ને મટાડવા બીલી ના પાનનો રસ લગાવાથી આરામ થાય છે. ઉનાળામાં બિલા ના ગર્ભ નો શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચનશક્તિ પણ વધારો થાય છે. પાક બિલાનો ગર્ભ લેવાથી કબજિયાત દૂર થાય છે. જો વાંરવાર ઉલટી થતી હોય તો બીલીના પાન ને ભાત ના ઓસામણ સાથે લેવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.

જે લોકોને એસિડિટી હોય તેમને પાક બીલના ગર્ભ ને પાણીમાં ઉકાળી પીવાથી પીત્ત નો નાશ થાય છે. બીલીમાં સાકર ભેરવીને ખાવાથી પેટના અલ્સર મટે છે. બીલીના રહેલા તત્વો ઝેરી તત્વો ને દૂર કરે છે તેથી લીવર ની તંદુરસ્તી વધે છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *