આયુર્વેદ

શું તમને કામ કર્યા વગર પણ થાક લાગે છે તો જાણીલો જવાબદાર કારણો.

મિત્રો આજકાલ આ સમસ્યા વધુ પડતી જોવા મળે છે. ખાસ કરીને હાથ-પગ ના દુખાવાની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે. નાના હોય કે મોટા દરેક લોકો આ બીમારી થી પીડાતા જોવા મળે છે. દરેક લોકો સવારે ઉઠીને ચા અને કૉફી નું સેવન કરતા હોય છે જેને કારણે તેમાં રહેલું સુગર શરીર ને તાજગી આપે છે અને સવાર માં શરીર સ્ફૂર્તિદાયક રહે છે.

શરીરમાં વિટામિન, કેલ્શિયમ વગેરેની ઉણપ સર્જાય ત્યારે કામ કર્યા વગર પણ થાક નો અનુભવ થાય છે. જ્યારે શરીરમાં વિકનેસ આવે ત્યારે કામ કરવું પણ ગમતું નથી કે જેના કારણે સતત બેચેની રહે છે અને શરીરમાં દુઃખાવા રહે છે.

જો સવાર માં ભુખ્યા પેટે ચા નું સેવન કરવામાં આવે તો એસિડીટી થાય છે અને પાચનનીક્રિયા પર પણ અસર પડે છે. જ્યારે શરીર માં ડીહાઇડ્રેશ થાય છે ત્યારે થાક લાગે છે. જો કામ કરવામાં આવે તે પ્રમાણે જો ખોરાક ન લેવામાં આવે તો શરીરમાં સતત થાક લાગે છે.

જ્યારે શરીર માં વધારે પડતું કામ આવે ત્યારે પાણી અને જ્યુસ નું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ તેના કારણે શરીર ને એનર્જી મળે છે અને થાક પણ લાગતો નથી. જો શરીરને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તો તે તંદુરસ્ત રહે છે અને થાક પણ લાગતો નથી.

જ્યારે મોડી રાત સુધી લેપટોપ કે મોબાઈલ પર વધુ પડતું કામ કરવામાં આવે અને ચેટિંગ કરવામાં આવે ત્યારે ઊંઘ આવતી નથી જેના કારણે ઊંઘ પણ ઉડી જાય છે આથી તે સમયે થાક નો પણ અનુભવ થાય છે. જ્યારે ઊંઘવાના અડધો કલાક પહેલાં બધું કામ છોડી દેવું જોઇએ જેના કારણે સારી ઊંઘ આવે છે.

જંકફૂડ માં કાર્બોહાઇડ્રેટ અને સુગરનું પ્રમાણ વધુ હોય છે. જેથી શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે તેથી આ સમયે જંકફૂડ ખાવાનું છોડી દેવું જોઈએ. તેની જગ્યાએ બ્રાઉન રાઈઝ,સૂકા મેવા અને નટ્સ ખાવા જોઈએ જેના કારણે થાક પણ લાગતો નથી.

આયનની ઉણપને કારણે કેલ્શિયમ ની ખામી સર્જાય છે જેના કારણે પણ થાક લાગે છે એ ખામી ને દૂર કરવા માટે દાળ, લિલી ભાજી, પાલક વગેરેનું સેવન કરવું જોઈએ. તે ઉપરાંત ફ્રુટ પણ ઉપયોગ માં લેવા જોઇએ. સવારે ઉઠીને નાસ્તો કરવો જોઈએ કારણકે રાત્રે સૂતા પછી કંઈપણ ન ખાધું હોય ત્યારે પેટ ભૂખ્યું હોય અને તેના કારણે થાક લાગે છે.

સવારના નાસ્તામાં દહીં, બાફેલા મગ,ખાખરા વગેરે નો નાસ્તો કરવો જોઈએ જેના કારણે કામ કરવાનું સરળ થાય છે અને થાક લાગતો નથી. એવું ખાવાથી દિવસ તાજગીભર્યો રહે છે. જો મિત્રો આ જણાવ્યા મુજમનું ભોજન અને નાસ્તા લેશો તો ચોક્કસ તેમાંથી છુટકારો મળશે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *