આયુર્વેદ

પેટમાં કાયમી રહેતા ગેસની સમસ્યાને આજે જ કરો દૂર. પછી ખોટી દવાઓ લેવાની શું જરૂર ?

મિત્રો આજે તમને દરેક ઘરની સમસ્યા એટલે કે કાયમી રહેતો ગેસ. દરેક વ્યક્તિમાં ખાસ કરીને જોવા મળતી સમસ્યા એ વાયુ-ગેસ છે. તેમાં ગેસ કઈ રીતે અને શું ખાવાથી થાય છે તથા વાયુના પ્રકોપ ને કારણે પણ ગેસ ની સમસ્યા જોવા મળે છે. વાયુ ક્યાં કારણે થાય છે તેના વિશે જાણવું જરૂરી છે.

જે લોકોની પાચનશક્તિ નબળી થઈ ગઈ હોય તેવા લોકોને આ સમસ્યા વધુ જોવા મળે છે તે ઉપરાંત મોટી ઉંમર ના વ્યક્તિ માં પણ પેટ ના ગેસ થવાની વધારે સંભાવના રહે છે. કોઈપણ ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ જેના કારણે સારી રીતે પચી જાય છે.

ભોજન માં હલકો ખોરાક લેવો જોઈએ જેના કારણે સરળતાથી પચી જાય છે. વિવિધ દાળ જેવી કે તુવેર,મગ,અડદ,વાલ, મઠ, મસૂર,ચણા વગેરે ખાવાથી વાયુ ઉત્તપન્ન થાય છે. જે લોકોને ગેસ ની વધુ પડતી સમસ્યા હોય તેવા લોકોએ કઠોર ન ખાવા જોઈએ.

જુદા-જુદા પ્રકારના ધાન્ય, કેરડા, તડબૂચ, કમળના મૂળ, જાંબુડી, વાસી કે ખરાબ ભોજન તથા સૂકું અને તીખું ખાવાથી પણ વાયુ ઉત્તપન થાય છે જેના કારણે ગેસ ની સમસ્યા ઉદભવે છે. ખુબજ ઠંડા પ્રદેશમાં રહેવાથી પણ ગેસ વધે છે આથી ઠંડી થી બચવું જોઈએ.

રાતે મોડી રાત સુધી ઉજાગરા કરવાથી પણ વાયુનું પ્રમાણ વધે છે અને સતત મોબાઈલ જોવાથી પણ વાયુ નો પ્રકોપ વધે છે. તૂરા, તીખા અને કડવા પદાર્થોનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ જેના કારણે વાયુનું પ્રમાણ વધે નહિ. ચોમાસામાં હલકો ખોરાક લેવો જોઈએ કારણ કે પાચનનીક્રિયા ધીમી હોવા ને કારણે વાયુ નું પ્રમાણ વધે છે.

અતિ પ્રમાણ માં મૈથુન ન કરવું જોઈએ કારણકે તેના કારણે ગેસ ઉત્તપન્ન થાય છે અને શારિરીક શક્તિ પણ નાશ પામે છે. જો જમ્યા પછી સતત એકધારું વાંચવા બેસી રહેવાથી વાયુ ઉત્તપન્ન થાય છે. વધારે પડતો વજન પણ ઊંચો ન કરવો જોઈએ. જે લોકોને વધુ ચાલવાથી વાયુ ઉત્તપન્ન થાય છે તેવા લોકોએ ન ચાલવું જોઈએ.

વધુ પડતો ક્રોધ કરવાથી પણ વાયુની સમસ્યા વધે છે. નરમ પથારીમાં સૂવું જોઈએ. ભય,શોક અને આઘાત લાગવાથી પણ વાયુ નું પ્રમાણ વધે છે. બપોર ની ઊંઘ ક્યારેય ન લેવી જોઇએ. કબજિયાત થાય એવું કયારેક ન ખાવું જોઈએ. મેંદા ની વસ્તુઓ તો બિલકુલ ન ખાવી જોઈએ.

વિરુદ્ધ ભોજન ન લેવું જોઈએ જેવા કે દૂધ સાથે ડુંગરી, લસણ અને ખાટા ફળોનો ત્યાગ કરવો જોઈએ. એવું ખાવાથી ચામડીના રોગોમાં પણ વધારો થાય છે અને વાયુ પણ વધે છે. વધારે પડતી તરસ ને ક્ષીપાવાથી પણ પેટમાં ગેસ વધે છે. ઉપવાસ કે ભુખ્યા રહેવાથી વધારે પાણી નો ઉપયોગ કરવાથી પણ ગેસ થાય છે.

શરીરમાં વાયુ વધવાને કારણે સાંધામાં દુખાવા થાય છે તથા હાડકા અને સાંધા ચિરાય જતાં લાગે છે. વધુ પડતી બોલવાની સમસ્યા પણ જોવા મળે છે. તે સમયે સારી ઊંઘ પણ આવતી નથી. ક્યારેક આંખો ફરકયા કરે છે અને અંગો જકડાઈ જાય છે. તેના કારણે ચક્કર અને ખાટા ઓળકાળ આવે છે.

સતત મગજ અસંતુલિત રહે છે કામ કરવું પણ ગમતું નથી. વધુ પડતું કામ કરવાને કારણે થાક લાગવાનું શરૂ થઇ જાય છે તથા સાંધાઓ નબળા પડી જાય છે. એડી, કમર, ધૂંટન બધામાં સતત દુખાવો થાય છે. હોઠ ચિરાય જાય છે તથા દાંત નો દુખાવો થાય છે. મો તૂરું રહે છે તથા સુકાઈ જાય છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *