આયુર્વેદ

શું તમને દરરોજ પાપડ ખાવા બહુ ગમે છે? તો ચેતી જાજો નહીં તો આટલી બીમારીઓ તમારા ઘરે આવી શકે છે.

⬛પાપડ ખાવાથી થતા નુકશાન:-

આજકાલ લોકો બહારનું ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે તેમાં પાપડ એ ભોજનનો અભિન્ન ભાગ છે. આજના સમયમાં તો લોકો ભોજનમાં રોજ તેનો ઉપયોગ કરતા જોવા મળે છે. પાપડની શરૂઆત થીજ ભોજનની શરૂઆત કરવામાં આવે છે. હોટેલ હોય કે પછી ઘરે કોઈપણ જગ્યાએ પ્રથમ મસાલા પાપડ કે સાદા પાપડ ની શરૂઆત કરવામાં આવે છે.

રોજ પાપડ ખાઓ તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકશાનકારક છે તેના વિશે આપને માહિતી મેળવવાની છે. ઘણા લોકોમાં તો દિવસમાં 3 વાર પણ પાપડનો ઉપયોગ કરતા હોય છે. લોકો ચટપટું ખાવાના જોશમાં સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખતા નથી જેના કારણે શરીરમાં અનેક બીમારીઓ આવી જાય છે અને અનેક રોગોને નોતરું મળે છે.

પાપડ એક મીઠાનો છૂપો સ્ત્રોત માનવામાં આવે છે. પાપડનો સ્વાદ લાવવા માટે મીઠું અગત્યનો ભાગ ભજવે છે. જો વધારે પ્રમાણમાં મીઠું ખાવામાં આવે તો બ્લડપ્રેશર માં વધારો થાય છે. મસાલાવાળા પાપડ પણ શરીર માટે હાનિકારક છે. જો વધુ પડતો તેનો ઉપયોગ કરવામાં આવે તો એસિડીટી અને પેટના રોગોમાં વધારો થાય છે.

વધુ પાપડ ખાવાથી કબજિયાત ની પણ સમસ્યા જોવા મળે છે. જો બહારથી પાપડ લાવવામાં આવે તો તેમાં મિશ્રણ વધુ હોય છે જેના કારણે પચવામાં બહુ ભારે પડે છે. પાપડ એ બહુ ચીકણાં હોવાથી દાંત ઉપરાંત આંતરડામાં પણ ચોંટી જાય જેના કારણે તેમાં રહેલા તત્વો દાંત અને આંતરડાને નુકશાન કરે છે.

તળેલો પાપડ ક્યારેક ન ખાવો જોઈએ કારણ કે તેના દ્રારા વધુ પડતું તેલ શરીરમાં જાય છે અને નુકશાન કરે છે. તેલ પચવામાં ભારે પડે છે. રોજ જો પાપડ ખાવામાં આવે કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે. તેમાં નાખવામાં આવતો ખારો એ મીઠું કરતા 10 ગણો વધારે સ્ટ્રોંગ હોય છે જેના લીધે શરીર માં રોગો ઉત્તપન્ન થવાની શરૂઆત થાય છે.

જો શક્ય બને તો ઘરે બનાવેલો જાડો પાપડ ખાવો જોઈએ જેના કારણે શરીરમાં થતું નુકશાન ને રોકી શકાય છે અને સ્વાસ્થ માં વધારો થાય છે. અડદ ઉપરાંત ચોખાનો પાપડ ખાવાથી પણ શરીર ને ફાયદો થાય છે. જેટલો પાતળો પાપડ હોય તેટલો શરીરને વધુ નુકશાન કરે છે. તળેલા પાપડ કરતા શેકેલો પાપડ ખાવામાં સ્વાદિષ્ટ અને શરીર માટે ખુબજ ફાયદાકારક હોય છે.

પાપડ અલગ-અલગ ધાન્યના અથવા કઠોરના બનાવવામાં આવે છે જેવા કે ઘઉં, મકાઈ, મગ, બાજરી, ચોખા વગેરે માંથી બનાવવામાં આવે છે. પાપડનું સેવન સપ્તાહમાં એક-બે વાર કરવું જોઈએ. જેના કારણે તમારું સ્વાસ્થ પણ સારું રહે છે અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *