આ સીઝનમાં કાચી કેરી ખાવાનું ચુકતા નહીં. જો ચૂકશો તો આટલા બધા પોષકતત્વો નહીં મળે તમને.

ઉનાળાની શરૂઆત થતા જ કેરીની સિઝન શરૂ થઈ જાય છે. ખૂબ જ ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે શરીરમાં ઠંડક કરવા માટે કેરીનું સેવન કરતા લોકો જોવા મળે છે. કેરીને ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. કાચી હોય કે પાકી કેરી તો બધાને ભાવતી જ હોય છે. કેરીને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. નાનાથી મોટા બધાજ કેરી ખાવા ના શોખીન હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કેરી કાચી હોય ત્યારે ખાટી અને સ્વાદમાં મીઠી હોય છે. જ્યારે તે પાકી જાય ત્યારે ખુબજ મીઠી અને રસદાર બની જાય છે. કેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું હોય છે. તે શરીર માટે ખુબજ ફાયદાકારક છે. કાચી કેરી ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે.

એક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળાં, 3 લીંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. તેમાં રહેલા પોષકતત્વો ને કારણે ઘણી બીમારીઓ દૂર રહે છે. કાચી કેરીનું શરબત પીવાથી પાણીની કમી ક્યારેક સર્જાતી નથી. કાચી કેરી નો ઉપયોગ સલાટમાં પણ કરવામાં આવે છે. તે ઉપરાંત તેની ચટણી બનાવીને પણ ખાવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કાચી કેરી ખાવાના અદભુત ફાયદા:-

વિટામિન સી ની ઉણપથી સ્કરવી નામનો રોગ થાય છે માટે કેરીમાં રહેલું વિટામિન સી આ રોગને દૂર કરે છે. બધાજ ફળો કરતા કેરીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી રહેલું હોય છે. ગેસ અને એસિડીટી ની સમસ્યા હોય તેવા લોકો એ કેરીનું સેવન કરવાથી છાતી માં થતી બળતરાને દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એસિડીટીવાળા લોકોએ બપોરના ભોજનમાં કેરી ખાવાથી આ સમસ્યા માંથી છુટકારો મળે છે. વધુ પડતા વજનવાળા વ્યક્તિએ કેરીનું સેવન કરવાથી તેમાં રહેલું ફાઇબર વધારાની ચરબીને ખતમ કરીને વજનમાં ઘટાડો કરે છે. તેથી આવા વ્યક્તિઓએ કેરીનું સેવન કરવું જોઈએ.

લોહીના વિકારને દૂર કરવા માટે કાચી કેરી ખુબજ આવશ્યક છે. કાચી કેરી ખાવાથી નસો લચીલી બને છે અને સારી રીતે લોહીનું પરિભ્રમણ થાય છે. દાંત એ શરીરનો અભિન્ન અંગ છે. જેમાં વિટામિન સી એ દાંત ને ખૂબ જ ફાયદો કરે છે. તે દાંતનો સડો,પેઢામાંથી લોહી નિકળવું અને મોં માંથી આવતી દુર્ગંધ ને દૂર કરે છે.

તે દાંત ઉપરાંત પેટને પણ સાફ કરવામાં મદદ કરે છે તથા દાંત ને લાંબા સમય સુધી મજબૂત રાખે છે. ખાસ કરીને કેરીનો મોટામાં મોટો ફાયદો એ છે કે તે લુ સામે રક્ષણ મેળવવા માટે ખુબજ ફાયદાકારક છે. તેનો મીઠા સાથે ઉપયોગ કરવાથી શરીરમાં થતા ડીહાઇડ્રેશન ને રોકે છે.

લુ લાગે ત્યારે કાચી કેરીને પાણીમાં બાફીને પગના તળિયાને રાખી મુકવાથી શરીરની ગરમી ઓછી થઈ જાય છે. ઉનાળામાં લુ લાગતી હોય ત્યારે કેરીનું સેવન ખુબજ ફાયદો કરે છે. ઉનાળામાં ગરમીને કારણે અળાઈઓ થાય છે તેનાથી બચવા માટે કેરી ખાવાથી શરીરની ગરમી ઓછી થાય છે. આથી ઉનાળામાં રોજ કેરીનું સેવન કરવુ ખુબજ ફાયદાકારક છે.

જે લોકોને ડાયાબીટીસ હોય તેવા લોકોએ કાચી કેરીનું સેવન કરવાથી સુગર નું લેવલ ઘટે છે આથી આવા લોકોમાં ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. કેરીનું અથાણું, કેરીનું ખાટું અને કેરીનો છૂંદો કરી ખાવાથી પણ શરીરને ખુબજ ફાયદો કરે છે અને અનેક રોગોને દૂર કરે છે.

👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment