મિત્રો સામાન્ય રીતે કહીયે તો અરુચિ એટલે ભૂખ ન લાગવાની સમસ્યા ને અરુચિ તરીકે ઓળખવામાં આવે છે. અરુચિ ની સમસ્યા ના ગણા કારણો હોઈ શકે છે. તો મિત્રો આ લેખમાં અરુચિ એટલે ભૂખ ન લાગવાની સમસ્યા દૂર કરવાના ઘરગથ્થું ઉપચારો વિશે જાણીશું.
👉 જો તમને ખાવા-પીવાનું મન ન થતું હોય તો તેના માટે આ સર્વશ્રેષ્ઠ ઘરગથ્થું ઉપાય અજમાવી જોવો. ( 1 ) દાડમ ખાવાથી કે દાડમનો રસ કાઢીને તેમાં સિંધાલૂણ, મરી પાઉડર, અને સ્વાદ અનુસાર સંચળ નાખીને પીવાથી અરુચિની સમસ્યા દૂર થાય છે. ( 2 ) લીંબુ ના 2 સરખા ભાગ કરીને તેની ઉપર સુંઠ , કાળા મરી, જીરાનો પાઉડર અને સિંધવ નાખીને ચાટવાથી ભૂખ લાગે છે અને અરુચિ માં રાહત મળે છે.
👉 ( 3 ) લાલ લસણની કડીઓને ઘીમાં તળીને રોટલી સાથે ખાવાથી અરુચિની સમસ્યા માં સારો લાભ થાય છે. ( 4 ) રોજ રાતે એક ચમચી આમળાં ચૂર્ણ નવશેકા પાણી સાથે ફાકવાથી ભૂખ લાગે છે અને તેના સબંધી રોગોમાં પણ સારો લાભ થાય છે. ( 4 ) 10-10 ગ્રામ લીંબુ અને આદુના રસમાં થોડું સંચળ મેળવીને સવારે પીવાથી અરુચિ મટે છે.
👉 ( 5 ) તાજા ફુદીનો, ખારેક, મરી, સિંધાલૂણ, કાળી દ્રાક્ષ, હિંગ અને જીરાની ચટણી બનાવી તેમાં લીંબુ નો રસ નાખીને ખાવાથી મોંમાં રુચિ પેદા થાય છે જેથી ભૂખ સારી લાગે છે અને અરુચિ દૂર થાય છે. ( 6 ) કાળી નાની હરડે શેકીને પાઉડર બનાવી તેમાં સિંધવ નાખીને નવશેકા પાણી સાથે રોજ રાતે લેવાથી ખોરાક પ્રત્યે અરુચિ દૂર થાય છે અને ભૂખ લાગે છે.
👉 ( 7 ) લીંડીપીપર, હરડે, કાળા મરી અને સુંઠ સરખા પ્રમાણે મિક્ષ કરી તે બધાના વજન કરતા બમણો ગોળ નાંખી તેની ગોળીઓ બનાવીને દિવસ દરમિયાન 2 વાર મોઢામાં રાખીને ચૂસવાથી ખોરાક પ્રત્યે ની રુચિ થાય છે અને ભૂખ પણ સારી લાગે છે. ( 8 ) આંબલી ના રસમાં જીરું પાઉડર અને સૂંઢ પાઉડર નાખીને વહેલી સવારે પીવાથી ભૂખ સારી લાગે છે.
👉 ( 10 ) દરરોજ સવારે દેશી મધ અને મધમાં ગંઠોડા પાઉડર નાખીને ચાટવાથી પાંચક રસો છુટા પડે છે અને તેનાથી અરુચિ દૂર થાય છે અને ભૂખ સારી લાગે છે અને પાચન પણ સારું થાય છે. ( 11 ) સૂંઠ, મરી, લીંડીપીપર અને સિંધવ મીઠું 10-10 ગ્રામ લઇ બારીક પીસી લો. આ ચૂર્ણમાં 400 ગ્રામ બીજ કાઢેલી કાળી દ્રાક્ષ લઈ તેને બારીક ચટણી જેવી બનાવીલો. આ મિશ્રણ ને દરરોજ સવાર-સાંજ 20 ગ્રામ જેઠલું ચાટવાથી ભૂખ સારી લાગે છે અને અરુચિ દૂર થાય છે.
👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.