આયુર્વેદ

એક ચપટી સુવા ખાવાથી દૂર થાય છે કાયમીની ગેસ, એસિડિટી જેવી અનેક સમસ્યાઓ. આજે જાણીલો સુવાના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજે આપણે સુવા વિશે વાત કરવાની છે. ખાસ કરીને અનેક એવા ખોરાક છે કે જેનો ઉપયોગ આપના શરીરના રોગો મટાડવા માટે કરવામાં આવે છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કોઇપણ રોગ ને જળ મૂળ માંથી દૂર કરી શકાય છે અને અપને કે માટે સ્વસ્થ રહી શકીએ છીએ.

સુવા એક શરીરમાં બલ વધારનાર, વર્ણનો રંગ બદલનાર, તે ગર્ભાશય અને યોનીને અને શુક્રાણુ નું શોધન કરનાર છે. સવા ખોરાકનું પાચન કરનાર, કડવા, તીખા, ભૂખ લગાડનાર અને ગરમ હોય છે. હદય માટે હિતકારી તથા વાયુ અને કફનો નાશ કરનાર છે. તે ધવનમાં વધારો કરે છે અને પચવામાં ખુબજ હલકા હોય છે.

પ્રસુતિ સમયે મહિલાઓ એ સુવાનો ઉપયોગ કરવાથી ધાવણ સારું આવે છે. બળતરા, ઝાડ, ઉટલી વગેરે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ગર્ભાશય ને સાફ કરે છે તથા હાર અને વછૂટ સારી રીતે થાય છે. નાના બાળકોમાં પેટ ફુલવું, ઝાડ વગેરે બાબતોમાં આરામ મળે છે.

સુવાના ફાયદા:

સુવાની ભાજી ખાવાથી વાયુવાળા રોગીઓમાં આરામ મળે છે. સુવાના ચૂર્ણને મધ અને ઘી સાથે લેવાથી સ્મૃતિશક્તિ માં વધારો થાય છે. અડધી ચમચી સુવાના ચૂર્ણને ઘી અને મધ સાથે ચાટી જવું. ત્યારબાદ ઉપરથી ખીર અથવા તો સાકર ખાવાથી નપુંસકતા દૂર થાય છે અને સેક્સ ની ઉત્તેજનામાં વધારો થાય છે.

સુવા અને મેથીનું ચૂર્ણ બનાવી સવાર સાંજ દહીં માં લેવાથી પાતળા ઝાડામાં રાહત થાય છે. સુવાનું પાણી બનાવી પીવાથી પેટમાં આંકડી અને દુઃખાવો દૂર થાય છે. જ્યારે ભૂખ ન લાગતી હોય ત્યારે સ્વ અને ગોળ નું ચૂર્ણ બનાવી લેવાથી ભૂખ માં વધારો થાય છે.

સુવાના ચૂર્ણ ને ઘી અને મધ સાથે લેવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. વર્ણમાં દેખાવ લાવવા માટે મધ સાથે સુવા લેવાથી ફાયદો થાય છે તથા ઘી સાથે લેવાથી ભૂખ માં વધારો થાય છે. બળની પ્રાપ્તિ વધારવા માટે સાકર અને ઘી સાથે લેવાથી ફાયદો થાય છે.

સુવાનો ઉપયોગ તલના તેલ સાથે કરવાથી વધી ગયેલી બરોડમાં ફાયદો થાય છે. શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો લોહીમાં પણ સુધારો થાય છે તથા લોહીનું પ્રમાણ વધે છે. ગેસ સંબંધિત બધીજ તકલીફ માંથી રાહત મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો…

ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *