મિત્રો કુદરતે એવી અનેક વસ્તુઓનું સર્જન કર્યું છે તેમાં દરેક કોઈ કોઈને રીતે તેનો શરીરના રોગો દૂર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો બધાજ રોગો ને ઘરેલું ઉપચાર દ્રારા દૂર કરી શકાય છે. મિત્રો જે આપને સૂંઠના ફાયદા વિશે જાણીશું.
સૂંઠને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમાં પાકેલા આદુને સૂકવીને સુંઠ બનાવવામાં આવે છે. સુંઠ અને આદુના બધાજ ગુણ સરખા જોવા મળે છે. તે જમવાનું સરળતાથી પચાવી શકે છે અને તે સ્વાદે તીખું, ઉષ્ણ અને પાચક માનવામાં આવે છે.
તે હદયને મજબૂત બનાવે છે તથા કફ અને વાયુને મટાડનાર છે. તે પાચનનીક્રિયા ને સરળ બનાવે છે તથા સુંઠ નો ઉપયોગ બધીજ બીમારીમાં રાહત આપે છે. તે પેટમાં થતા વાયુને દૂર રાખે છે. સૂંઠને પાચક રસાયન તરીકે ઓળખવામાં આવે છે.
સૂંઠના ફાયદા:-
વધુ પડતી કફની બીમારી હોય ત્યારે સુંઠ અને મધને મિક્સ કરીને ચાટવાથી રાહત થાય છે. આદુના રસમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખી તેમાં સાકર નાખીને પાક બનાવવો. ત્યાર પછી તેમાં લવિંગ, જાયફળ, કેસર અને એલચી નાખીને કાચના ડબ્બામાં ભરીને મુકવાથી રોજ તેનો ઉપયોગ કરવાથી કફમાં આરામ મળે છે.
જ્યારે અપચો અને ગેસની સમસ્યા રહેતી હોય ત્યારે એક ચમચી સૂંઠનું ચૂર્ણમાં ગોળ અને ગાયનું ઘી મિક્સ કરીને લેવાથી ભૂખ,મંદાગ્નિ વગેરેમાં આરામ મળે છે. જયારે શિયાળા દરમિયાન શરીર ઠંડુ થઈ જાય, ભૂખ ન લાગવી, પેટમાં આંકડી પડવી વગેરે જેવી બાબતો માટે સૂંઠનું ચૂર્ણ ગોળ અથવા પાણી સાથે ફાકવાથી રાહત થાય છે.
કોઈપણ પ્રકારની એલર્જી કે શરદી અને ઉધરસ હોય ત્યારે સુંઠ ને ગોળ અને ઘી સાથે ભેરવીને તેની નાની ગોરીયો બનાવી ચાવીને ખાવાથી ખુબજ ફાયદો થાય છે. એનો ઉપયોગ સવારે નયના કોઠે કરવાથી શરદી, ઉધરસ, દમ, કફ અને ભૂખ જેવી તમામ તકલીફમાંથી રાહત મળે છે.
સુંઠને પાણીમાં ઉકારી તેને ઠંડુ પાણી તે પાણીનો ઉપયોગ કરવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે જેમકે જે લોકોને ઊંઘ ન આવતી હોય તેવા લોકોએ આ પાણી પીવાથી ફાયદો થાય છે તથા શરદી, ઉધરસ, તાવ, કફ અને વાયુના દર્દોમાં આ પાણી પીવાથી ફાયદો થાય છે અને આરામ મળે છે.
હાડકામાં થતા જુના સાંધાના દુખાવામાં સુંઠ અને દિવેલનું તેલ મિશ્ર કરીને લગાવાથી ફાયદો થાય છે. તે ઉપરાંત સૂંઠના ચૂર્ણને દિવેલ સાથે લેવાથી કફ, વાયુ, વીર્યમાં વધારો, મળબંધ થઈ જવો, હદય રોગ, ઉધરસ, વાયુ, હરસ, હાથીપગો, આફરો અને પેટના દર્દોમાં રાહત થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.