મિત્રો ઉનાળાની સીઝન ચાલુ થાય ગઈ છે . એટલે બજાર મા પાકી કેરીનું આગમન પણ થઇ ગયુ છે. કેરી ફળોનો રાજા ગણાવામાં આવે છે. પાકી કેરી મા અનેક કુદરતી તત્વો રહેલા છે. પાકી કેરી નુ ઉનાળામા સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે.
કેરીમા વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઈબર, કેલ્શિયમ ,પોટેશિયમ , ફેટ , કાર્બોહાઇડ્રેટ જેવા અનેક તત્વો રહેલા છે. પાકેલી કેરી ખાવાથી શરીરની સાત ધાતુ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્યની વૃદ્ધિ થાય છે.
પાકી કેરી સ્વાદે મીઠી અને તાસીર ઠંડી હોય છે. વાત પિત્ત નાશક અને કફ નાશાક છે. પાક્કી કેરી એ બળવર્ધક અને શરીર માટે સુખાકારી છે. કેરીને પૃથ્વી પરનું અમૃત ફળ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો કેરીના ફાયદા વિશે જાણીએ.
મિત્રો પાકી કરીને ચૂસીને ખાવાથી આંખના અનેક ફાયદા થાય છે. આમ આંખના રોગો માટે પાકેલી કેરી એ ખુબ જ લાભકારી છે. દૂધમાં કેરીનો રસ નાખીને ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
ગરમીમાં વારંવાર કેરીનો રસ પીવાથી શરીર મા ખુબ જ શક્તિ મળે છે. ઉનાળાની કાળઝાળ ગરમી મા કેરી ખાવાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે. કિડની નબળી પડી હોય તો કેરી ખાવાથી કિડની ની નબળાઈ દૂર થાય છે. આમ કિડની ના રોગીઓ માટે પણ કેરી એ ખુબ જ લાભકારી છે.
કેરી મા લોહતત્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે લોકો એનિમિયાથી પીડાતા હોય એ લોકો માટે કેરીનું સેવન કરવુ ખુબ જ ફાયદાકારક હોય છે. મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય ત્યારે પાકી કેરી ખાવાથી તેમાં રાહત મળે છે.
દૂધની સાથે પાકી કેરી ખાવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. પાકી કેરી ચૂસવાથી સૂકી ખાંસી મટે છે. આમ ઉધરસ કે ખાંસી માટે કેરી એ કારગત ઉપાય છે.
પાકી કેરી માં વિટામિન સી અને બીટા કેરોટીન હોય છે . જેનાથી શરીર સ્વચ્છ રહે છે. અને ચહેરો ખીલી ઉઠે છે. પાકી કેરીના રસમા મધ ઉમેરીને ખાવાથી ક્ષય એટલે કે ટીબી મટે છે. તો મિત્રો આવા અનેક ગુણો અને કુદરતી તત્વો થી ભરપુર કરી નુ સેવન કરવુ એ ખુબ જ લાભકારી પુરવાર થાય છે. તો આ સીઝનમાં ભરપુર કેરી ખાવો અને તંદુરસ્ત રહો અને મોજ કરો..
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.