આજકાલ લોકો ચામડીના રોગથી ખુબજ પરેશાન જોવા મળે. ચામડી નો રોગ એ શરીર માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે. તે ચેપી હોવાથી શરીરના બધાજ અંગોને નુકસાન કરે છે. તેનો ઝડપથી ઈલાજ ન કરવામાં આવે તો તે ઘાતક સાબિત થાય છે.
આ રોગમાં ખાસ કરીને ખરજવું, ધાધર, ખીલ, ગુમડા, વગેરે નો સમાવેશ કરવામાં આવે છે. તે ચામડીમાં ચેપ લાગવાના કારણે પણ અન્ય લોકો દ્રારા પસરી આવે છે. તે પાણી, કપડાં, ખોરાક વગેરે ને કારણે ચેપગ્રસ્ત થઈ શકાય છે તો મિત્રો આજે આપણે ચામડીના રોગોમાંથી રાહત મેળવીશું એ પણ ઘરેલું ઉપચાર દ્રારા.
ચામડીના રોગ મટાડવાના ઘરેલું ઉપચારો:-
જે લોકોને જીર્ણ ત્વચાની સમસ્યા હોય તેવા લોકોએ કારેલીના પાન વાટીને તેની માલિશ કરવાથી ફાયદો થાય છે. ચામડીના રોગો મટાડવા નારંગી ખાવાથી આરામ મળે છે. ચામડીના વિકારો દૂર કરવા માટે તાંદરજાની ભાજી ખાવાથી રાહતની અનુભૂતિ થાય છે.
શરીર પર થતી ખંજવાળ, ખુજલી, ફોલ્લા વગેરે ને દૂર કરવા રોજ સવારે ઠંડા પાણીમાં મધ નાખીને પીવાથી આરામ મળે છે. કાચા પપૈયા નું દૂધ લગાડવાથી પણ ચામડીના રોગો મટે છે. વડની છાલ ને પાણીમાં ઉકારી તેનાથી નાહવાથી ચામડીના રોગો મટી જાય છે.
ખંજવાળ, ખુજલી, દાદર, એલર્જી, વગેરે મટાડવા માટે કોબીજના પાનને જેતે જગ્યાએ લગાવવાથી તેનો પાટો બનાવી રાખવાથી મટી જાય છે. ચામડીના રોગોમાં ગાજર અને દૂધને મિક્સ કરીને પીવાથી રોગો મટી જાય છે.
ઉનાળામાં થતી એલર્જી, ખંજવાળ, દાદર, વગેરે જગ્યાએ દિવેલ દિવસમાં 3 થી 4 વાર લગાવવાથી ચામડીના રોગો મટી જાય છે. સફેદ કોઢ, ખરજવું, દાદર વગેરે ગરમાળા નું ચૂર્ણ પાણીમાં ભૂકો નાખીને પીવાથી ચામડીનો આરામ મળે છે.
તેલમાં આખું મરચું કે દળેલું મરચું નાખીને બાળી તે તેલને લગાવવાથી ચામડીના રોગો મટી જાય છે. કોબીજનું શાક બનાવી ખાવાથી ત્વચાના રોગો માંથી આરામ મળે છે અને મટી પણ જાય છે. દરાજ, ખુજલી, ખંજવાળ માતે તલના તેલ માં હળદર નાખીને માલિશ કરવાથી આરામ મળે છે.
ત્વચાના રોગ માટે ગોળ, ખાંડ, ફળ, ઠંડા પીના , વાનગી, ફળ, શાકભાજી, મીઠું, પાલક, મેથી વગેરે ખાવાથી ચામડીના રોગમાં આરામ મળે છે. પાણીમાં અરડૂસીનાં પાન નાખી તેનો ઉકાળો બનાવી નાહવાથી ચામડીના રોગો મટી જાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.