કુદરત તરફ થી એવી ઘણી વસ્તુઓ મળી છે કે જેને ખાવાથી શરીરના ઘણા રોગો દૂર થાય છે અને તેનાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. પૃથ્વી પર રહેલી દરેક વસ્તુ મનુષ્ય માટે ખુબજ ઉપયોગી છે જેનો ઉપયોગ શરીરને રોગોથી દૂર રાખે છે.
કોઠા ખાવાથી શરીરને ખુબજ ફાયદો કરે છે તે ખાટું, તૂરું, કડવું, ઠંડુ છતાં કામશક્તિ વધારનાર , મળને રોકનાર, વાયુ અને પીત્ત ને રોકનાર છે. કાચું હોય ત્યારે ખાટું અને મધુર જોવા મળે છે. તે કફ અને વિષનાશક છે. કોઠા ના ગર્ભમાં સાઈટરીક એસિડ જોવા મળે છે.
જેમાં કેલ્શિયમ અને લોહનો ક્ષાર જોવા મળે છે. તે કફ, અરુચિ, શ્વાસ, ખાંસી, તરસ વગેરેને મટાડનાર છે. કોઠું ખાવાથી તે શરીરને ખુબજ ફાયદો કરે છે. આથીજ કોઠું ખાવું શરીર માટે ખુબજ ફાયદો કરે છે.
કોઠું ખાવાના ફાયદા:-
કોઠાના પાન ખુબજ મસરીને સુંઘવાથી હવાડકી બંધ થઈ જાય છે. કોઠામાં મરચું, કોથમીર, ફુદીનો, ગોળ વગેરે નાખીને ચટણી બનાવી જમ્યાના અડધો કલાક પહેલાં ખાવાથી ખોરાકની અરુચિ ઓછી થાય છે અને જઠરાગ્નિ ઉત્તપન્ન થાય છે.
કોઠાના પાન ની ચટણી બનાવી તેમાં દહીં નાખીને ખાવાથી મરડો મટે છે. કોઠામાં મરી, સુંઠ અને પીપર મૂળ નાખીને ખાવાથી ઉલટી બંધ થઈ જાય છે. જે લોકોને રક્તસ્રાવ થતો હોય ત્યારે કોઠા અને બિલ ના ગર્ભ ને ખાવાથી રક્તસ્તાવ બંધ થઈ જાય છે અને હરસ મસમાં ફાયદો થાય છે.
કોઠાના કુમળા પાનને સુંઘવાથી હેડકીમાં રાહત મળે છે અબે થોડા ટાઇમ પછી હેડકી મટી જાય છે. તે ઉપરાંત કોઠાના પાનમાં પીપરના ચૂર્ણ ને નાખીને ખાવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.
કોઠાના પાનને વાટીને કાનમાં તેનો રસ નાખવાથી કાનનો દુખાવો મટે છે. પાક કોઠાને ખાવાથી અરુચિ, ભૂખ વગેરે નો નાશ કરી શકાય છે. પાકું કોઠું સ્વાદમાં ખુબજ મીઠું હોવાથી શરીરને વિટામિન સી મળી રહે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.