સૂકા મરચાંના છે ગજબના ફાયદા. અશક્તિ, લોહીની કમી જેવી અનેક સમસ્યાઓ દૂર કરે છે સૂકા લાલ મરચાં.

આજકાલ લોકો ખાવાના બહુજ શોખીન હોય છે. જો કોઈપણ શાક ને ટેસ્ટી બનાવવા માટે તેમાં મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક સૂકા મસાલા નાખી ને પણ ટેસ્ટ લાવી શકાય છે જેમાં ખાસ કરીને સૂકા મરચાં નો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્રારા તેનો સુંદર દેખાવ અને ટેસ્ટ પણ સારો આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઘણી જગ્યાએ એટલે કે હોટેલ માં પંજાબી શાક, ચાઇનીઝ વગેરે શાક નો વઘાર કરવા માટે સૂકા મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત સૂકા મરચાની ચટણી વગેરે બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિટામીન ઇ અને એ ભરપૂર પ્રમાણમાં હોય છે.

તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે પરંતુ વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને નુકસાન થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સૂકા મરચાં ના ફાયદા:-

સૂકા મરચાને સરસવના તેલમાં ગરમ કરીને દુઃખાવો હોય ત્યાં લગાવી ત્યારબાદ હૂંફાળા પાણીથી ધોવાથી આરામ મળે છે. જ્યારે બહુજ ટેંશન હોય અથવા તો થોડું ચાલવાથી પણ થાક લાગી જાય ત્યારે એક ચમચી મરચાની પેસ્ટમાં હળદરની પેસ્ટ મિક્સ કરીને પાણીમાં બરાબર ઉકારી અડઠું થાય પછી નાસ લેવાથી ફાયદો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સૂંઠ 50 ગ્રામ, હળદર 50 ગ્રામ અને મરચાને પીસીને તેના ગોળ નાખીને નાની ગોળીઓ બનાવી ખાવાથી ગળાની ખારાશ અને ઇન્ફેક્શન થી બચી શકાય છે. પેટમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે જીરા પાઉડર, મરચું, સિંધારું અને સૂંઠ સરખે ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી એક ચપટી લેવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

જે લોકોને કાયમ માટે શરદી અને ઉધરસ રહેતી હોય તેવા લોકોએ ધાણા પાઉડર, મરચાની પેસ્ટ, હળદરનો પાઉડર તથા ખાંડ ને મિક્સ કરીને પાણીમાં ઉકારી પછી તેને નાક દ્રારા શ્વાસ લઈને મોં દ્રારા છોડવાથી શરદી ઉધરસમાં ફાયદો થાય છે.

જે લોકોમાં હદયની બીમારી હોય જેવી કે ધબકારા વધી જવા, છાતી માં દુખાવો, નસો બ્લોક થઈ જવી, તે ઉપરાંત હદયની કોઈપણ બીમારીમાં આરામ મેળવવા માટે લસણ, મરચાં અને ડુંગરીની ચટણી બનાવી લેવાથી તમામ તકલીફ માંથી રાહત મળે છે.

જો કોઇપણ વ્યક્તિઓને પેટની બીમારી હોય તેવા લોકોએ દહીં માં મરચું મિક્સ કરીને ખાવાથી રાહત થાય છે. જે લોકોને ડાયાબીટીસ હોય તેવા લોકોએ એક ચમચી લીંબુના રસમાં એક ચમચી ડુંગરીનો રસ મિક્સ કરીને તેના એક ચપટી મરચાનો પાઉડર નાખીને ભોજનના અડધો કલાક પહેલાં પીવાથી આરામ મળે છે.

જો કોઈપણ વ્યક્તિ ઓને કમરના દુઃખાવો હોય કે સાઈટીક જેવી બીમારી હોય તો આવા વ્યક્તિ ઓએ હળદર, સુંઠ અને લાલ મરચાને પીસીને બે ભાગ કરી એક ભાગ પાણી સાથે જમયાના એક કલાક પછી અને બીજા ભાગની માલિશ કરવાથી દુખાવામાં રાહત થાય છે.

જો તમે દરરોજ આયુર્વેદિક ઉપચાર અને ઘરેલું ઉપાયની માહિતી મેળવવા માંગતા હોય તો નીચે વાળું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને આ આર્ટિકલ ગમ્યું હોય તો પોસ્ટ ને લાઈક અને શેર અવશ્ય કરી દો. ધન્યવાદ.

Leave a Comment