વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર કરવા માટે બનાવો આયુર્વેદિક તેલ અને એ પણ તમારા ઘરે અને પછી જુઓ ચમત્કાર.

નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું આજના જમાનામાં દરેકને જોવા મળતી વાળની સમસ્યાઓ વિશે. માથાના વાળની સમસ્યા આજે દરેક ને સતાવતી હોય છે જેવી કે, માથાના વાળ ખરવાની સમસ્યા, માથાના વાળ સફેદ થવાની સમસ્યા , ઓછી ઉંમરે માથામાં ટાલ પડવાની સમસ્યા અને માથાના ખોડાની સમસ્યા.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ બધી જ સમસ્યા માટે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અનેક ઘરેલું ઉપાયો કે જેના દ્વારા તમે વાળની સમસ્યાને દૂર કરી શકો. હાલના સમયમાં વાળની સમસ્યાએ દરેક વ્યક્તિને માટે માથાનો દુખાવો બની ગઈ છે. ખરાબ વાતાવરણ, બહારની આબોહવા, ઠંડી ની ઋતુ વિદાય લઈ રહી છે તેમ છતાં અનેક લોકોને ખોડાની સમસ્યા સતાવતી હોય છે. વાળના મૂળ સુકાઈ જવાને લીધે તેમા ખોડો થઈ જાય છે.

જે લોકો માં વિટામિનની ઉણપ હોય ખાસ કરીને વિટામિન ઈ ની ઉણપ ના કારણે વાળની સમસ્યા થતી હોય છે. જેવી કે વાળ ખરવા, સફેદ થવા, વાળમાં ખોડો થવો જેવી સમસ્યા થાય છે. જે લોકોને માનસિક તાણ, અનિદ્રાની સમસ્યા હોય એ લોકો ને વાળની સમસ્યા વધુ થતી હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હોર્મોન્સ ના લીધે પણ વાળની સમસ્યા થતી હોય છે. જેવી કે વાળ ખરવાની સમસ્યા, ઓછી ઉંમરે વાળ સફેદ થવા. એના માટે અમે તમારા માટે એક સરળ ઉપાય લઈને આવ્યા છીએ.

એના માટે તમારે એક તેલ બનાવવાનું છે અને એ પણ તમારા ઘરે. તેલ છે એ માથાના વાળને પોષણ આપે છે. જો વાળમાં તમે નિયમિત તેલ ન નાખતા હોય તો પણ વાળની સમસ્યાઓની શરૂઆત થાય છે. એના માટે અમે તમને આજે એક તેલ વિશે વાત કરીશુ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સૌપ્રથમ એના માટે તમારે દસ લસણની કડી લઈ લેવાની છે. એ લસણની કડી ના ટુકડા કરી લેવા. એ પછી તમારે ચાર થી પાંચ આમળા લેવાના છે જે તમને અત્યારે બજાર માથી આસાનીથી મળી રહે છે. અને આ આમળાના પણ નાના નાના ટુકડા કરી લેવાના છે. ત્યાર બાદ એક મીડીયમ સાઈઝની ડુંગળી લેવાની છે અને એને પણ નાના ટુકડાઓમા સમારી લેવાની છે. ત્યારબાદ 7 થી 8 ચમચી નારિયેળનુ તેલ લેવું અને એમાં 5 ચમચી જેટલુ એરંડિયાનુ તેલ લઇ બન્ને ને મિક્સ કરી હલાવાનું છે.

અને આ બંને તેલ મા લસણ, ડુંગળી અને આમળા નાખી દેવાના છે. અને આ બધા મિશ્રણને એક ચૂલા ઉપર મુકીને ગરમ કરવાનુ છે. અને તેને સાત થી આઠ મિનિટ સુધી ધીમી આંચે ગરમ કરવાનુ છે એટલે આપણે એની અંદર જે વસ્તુ નાખી છે એ પાકી જશે. એટલે સાત થી આઠ મિનિટ પછી એને ચૂલા કે ગેસ પરથી નીચે ઉતારી લેવાનુ છે. નીચે ઉતર્યા પછી એને એક કલાક સુધી ઢાંકી રાખવું.

એક કલાક પછી આ તેલને ઠંડુ પડે એટલે એક બોત્ત્લેમા ભરી લેવાનુ છે. અને તૈયાર છે વાળની તમામ સમસ્યાઓ દૂર કરવા માટેનું આયુર્વેદિક તેલ. તો આ રીતે તમે ઘરે જ બનાવી શકો છો આ તેલ અને વાળની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

હવે આનો કઈ રીતે ઉપયોગ કરવાનો એની માહિતી મેળવીશું. જો તમારે વાળની વધારે સમસ્યા હોય તો દિવસમાં બે વાળ અને ઓછી સમસ્યા હોય તો ફક્ત એક વાળ લગાવવાનું છે. રાત્રે સુતા પહેલા વાળના મૂળમા આંગળીના તેડવા વડે આ તેલથી મસાજ કરવી. જેનાથી વાળ ની સમસ્યામા દૂર કરવા માટે ખુબજ સારો એવો ફાયદો થાય છે.

તો મિત્રો તમને અમારો આ લેખ ગમ્યો જ હશે તો આ લેખને તમારા મિત્રોને શેર કરો અને હજુ સુધી તમે અમારું આ પેજ લાઈક નથી કર્યું તો પેજને લાઈક કરી દો. ધન્યવાદ.

Leave a Comment