આયુર્વેદ

શું તમે જાણો છો ગુવારના ચમત્કારિક ફાયદાઓ? જાણશો તો ચોંકી જશો!

મિત્રો, શિયાળો હોય તો ચટાકેદાર ખાવાની મજા પડી જાય છે ,પરંતુ હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે, તો જમવાનું શું બનાવું તે સૌથી મોટો પ્રશ્ન હોય છે ? ઉનાળા માં તો ઠંડો રસ હોય અને જો રસ ની સાથે ચટપટુ ગુવાર નું શાક મળી જાય તો ખાવાની મજા જ પડી જાય, ગુવાર આપણાં શરીર માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો.

ઉનાળા માં લીલું શાકભાજી મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ લીલોછમ ગુવાર તો મળશે જ. ઘણા મિત્રો એવા હોય છે કે ગુવાર નું નામ સાંભરી ને મોઢું બગાડતા હોય છે, પરંતુ ગુવાર થી કેટલો ફાયદો થાય છે એ મિત્રો ને ખબર નહિ હોય જો જાણશે તો એ પણ ગુવાર ખાવાનું શરૂ કરી દેશે. ગુવાર અલગ અલગ રીતે ખાઈ શકાય, મોટા ભાગે બધા ગુવાર નું શાક બનાવી ને ખાતા હોય છે, તો કેટલાક ગુવાર ની દાળ- ઢોકળી બનાવતા હોય છે.

ગુવાર ખાવાના ફાયદા:-

આજના સમય માં બધા ને મોટા ભાગે હાડકા ના પ્રોબ્લેમ્સ હોય છે, ગુવાર માં કૅલ્શિયમ અને મિનરલ જેવા પોષક તત્વો હોય છે બીજું ગુવાર માં ફોસ્ફરસ પુષ્કર પ્રમાણ માં હોય છે, જે આપણા હાડકા ને મજબૂત રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. ગુવાર એ સુગર માં ઘટાડો કરતું હોવાથી જેને ડાયાબિટીસ નો પ્રૉબ્લેમ હોય તો તેને તો ગુવાર ની સીઝન માં ગુવાર નું નિયમિત સેવન કરવું જોઈએ.

ગુવાર હૃદય માટે ખુબજ ફાયદાકારક સાબિત થયું છે કારણકે તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ખૂબ જ ઉત્તમ ગુણ છે બીજું તો તેમાં પોટેશિયમ અને ફાયબર પણ હોય છે જેના લીધે શરીર માં કોલેસ્ટેરોલ ઓછું વધે છે. મિત્રો મહત્વ નો ફાયદો તો એ છે કે ગુવાર બ્લડપ્રેશર ને પણ કંટ્રોલ માં રાખે છે. ગુવાર માં હાઇપોગ્લેસીન હોય છે જે હાઇપર ટેન્શન ને દૂર રાખે છે. ગુવાર થી ગણી બીમારી માં લાભ થાય છે.

ગુવાર માં મોટે ભાગે બધા જ પોષકતત્ત્વો હોય છે, માટે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે ગુવાર તો ખાવો જ જોઈએ જેથી બધાજ પોષકતત્ત્વો મળી રહે, ગુવાર માં ફોલિક એસિડ ખૂબ જ પ્રમાણ માં હોય છે જેનાથી શરીર સ્વસ્થ બને છે,અને બીજું કે તેમાં વિટામિન k પણ હોવાથી હાડકા મજબૂત કરે છે અને બાળક ના વિકાસ માં પણ મદદ કરે છે.

ગણા લોકો કહેતા હોય છે કે મારું મગજ ગરમ રહે છે, તો મગજ ઠંડુ રાખવા ગુવાર ખૂબ જ ઉપયોગી છે ગુવાર માં હાઇપોગ્લેમિક ગુણ હોય છે જેનાથી નર્વ ને શાંત રાખે છે અને ચિંતા અને તણાવ માં ઘટાડો કરે છે. ગુવાર થી લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે. ગુવાર પાચનક્રિયા સારી કરવામાં પણ મદદ કરે છે. ગુવાર ના સેવન થી ઝેરી કચરો બહાર નીકળી જાય છે.

મિત્રો, તમને અમારો આ લેખ વાંચવા માટે ખૂબ ખૂબ આભાર, જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને હજુ સુધી તમે આયુર્વેદિક ઉપચાર અને ઘરેલું ઉપાય જાણવા માટે અમારા પેજને લાઈક નથી કર્યું તો હમણાં જ નિચેવાળું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો. ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *