એસિડિટીનો કરો જડમૂળથી ઈલાજ એ પણ તમારા ઘરે અને ઘરેલું ઉપાયોથી.

આજકાલ લોકો કોઈને કોઈ બિમારી થી હેરાન પરેશાન જોવા મળે છે. આજની ખાણીપીણી ના લોકો બહુજ શોખીન હોય છે. લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેથી અનેક રોગોના ભોગ બને છે. લોકોમાં વધારે પડતા મસાલાવાળું અને તેલવાળું ખાવાથી અનેક બીમારીને નોતરું આપે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સાદું અને હેલ્થી ખોરાક ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને રોગનો ભોગ બની શકાતું નથી. જો તમારે લાબું જીવન જીવવું હોય તો ખોરાક લેવા બાબતે ખુબજ દયન રાખવું જોઈએ. આજકાલ લોકો એસિડીટી થી ખુબજ પરેશાન જોવા મળે છે આવું થવાનું કારણ છે તેલવાળું, તીખું અને વધારે પડતું ખટાશ વાળી વસ્તુનું સેવન કરવાથી આ રોગના ભોગ બની શકાય છે.

જો તમારે આનાથી બચવું હોય તો ખોરાક લેવામાં ખુબજ ધ્યાન રાખવું જોઈએ. એસિડિટી થવાનું મુખ્ય કારણ છે ખોરાક લીધા બાદ તેનું પિત્ત થાય છે જેને અમ્લપિત્ત તરીકે ઓળખવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એસિડીટી થવાના કારણો:-

એસિડીટી થવાનું મુખ્ય કારણ જઠરાગ્ની જાળવવાનું છે. હોજરીમાં અગ્નિમંદ પડે એટલે બધાજ રોગો થાય છે. જે લોકો ને અજીર્ણ જેવુ લાગે તેવી વ્યક્તિ એ ખોરાક લેવાથી એસિડીટી વધે છે. વાસી ભોજન અથવા મેંદો, અડદ વગેરે ખાવાથી પણ એસિડીટી માં વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જમ્યા બાદ તરતજ સુઈ જવાથી પણ એસિડીટી થાય છે. ભોજન કર્યા બાદ સ્નાન કરવાથી જઠરાગ્ની મંદ પડે છે અને એસિડીટી થાય છે.મળ- મુત્ર ના વેગ ને ક્યારેય રોકવા નહી.

એસિડીટી મટાડવાના ઘરેલું ઉપચારો:-

દરરોજ સવારે લીંબુના રસમાં મધ નાખીને ચાટવાથી એસિડીટી માં રાહત થાય છે. તથા લીંબુ અને આદુના રસને પાણીમાં નાખીને પીવાથી છાતી માં બળતરા થતી નથી. આદુના નાના ટુકડા કરી તેને ગરમ કર્યા બાદ પીવાથી એસિડીટી માં આરામ થાય છે.

જો તમને એસિડીટી થાય ત્યારે ભોજન બાદ ઠંડુ દૂધ પીવાથી ફાયદો થાય છે. રોજ સવારે 3 થી 4 તુલસીના પાન ચાવીને ખાવાથી એસિડીટી માં આરામ મળે છે. જ્યારે ભોજન બાદ 2 દાણા એલચીના ખાવામાં આવે ત્યારે એસિડીટી થતી નથી.

વધારે પડતું મસાલાવાળું ખાવાથી થતી એસિડીટી માં ફુદીનાના પણ ચાવીને ખાવાથી રાહત થાય છે. જમ્યા બાદ વરિયાળી નું સેવન ખૂબ જ ફાયદો કરે છે તથા એસિડીટી થતી નથી. વિટામિન સી થી ભરપુર એવા આમળાનું સેવન કરવાથી એસિડીટી થતી નથી.

જમ્યા બાદ જો ખાટા ઓળકાળ આવતા હોય તો કાચા ચોખા ચાવીને ખાવાથી અને તેના ઉપર થોડું પાણી પીવાથી આરામ મળે છે અને એસિડીટી થી બળતરા થતી નથી. જમ્યા બાદ કેળાનું સેવન કરવાથી બળતરા માથી છુટકારો થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment