પાલક તમને ના ભાવતી હોય તો એના ફાયદા જાણીને આજથી જ શરૂ કરી દેશો.

તમે મિત્રો સાંભર્યું હોય તો પોપઆઈ કાર્ટૂન શ્રેણી નો હીરો પોપઆઈ સ્પીનેચ ખાઈને દુશ્મનો ના બાર વગાડી દે. મિત્રો તમને એમ થતું હશે કે સ્પીનેચ એટલે શું? સ્પીનેચ એટલે મિત્રો બીજું કંઈ નહી પરંતુ લીલો લીલો પાલક. પાલક આપણાં શરીર ને શક્તિશાળી બનાવે છે અને ઘણો લાભ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પાલક શરીર ના દરેક કામ માં મદદ કરે છે. પાલક એવી લીલા પાન વાળી શાકભાજી છે કે જેને બાળકો થી લઈ વૃધ્ધો સુધી બધાં ખાઈ શકે છે. લાભદાયક હોવાથી બધા એનું સેવન કરે છે. પાલક ને અનેક રીતે ખાઈ શકાય છે, જેમ કે પાલક ની ભાજી , પાલક નું શાક, પાલક નો જ્યુસ, પાલક ના મુઠીયા , પાલક ના થેપલા વગેરે વાનગી બનાવીને ખાઈ શકાય છે.

પાલક મિત્રો બહું જ ઉપયોગી છે. પાલક ખાવાથી આંખ ના નંબર પણ દૂર થાય છે. પાલક ની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. તેમજ પાચનતંત્ર નું કામ સહેલું કરે છે. મોટા ભાગે લોકો નું એવું કહેવું હોય છે કે મારા વાળ ખરે છે તેના માટે પણ પાલક ખૂબ જ ઉપયોગી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પાલક થી મિત્રો એક સારો એવો લાભ છે કે એ આપણા શરીર માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પાલક થી હિમોગ્લોબીન પણ વધે છે. પાલક ચામડી માટે ખૂબ જ ઉપયોગી છે. અમુક લોકો ને શરીર માં લોહી નું પ્રમાણ ઓછુ હોય છે તેવા લોકો ને પણ પાલક થી સારો લાભ થાય છે.

ગર્ભાવસ્થા માં પાલક નું સેવન ખૂબ જ લાભદાયક છે કારણ કે પાલક માંથી ફોલીક એસિડ મળે છે. તેમજ પાલક માં કેલ્શિયમ રહેલું છે તે બાળકો,વૃદ્ધો તેમજ સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ખૂબ જ લાભદાયક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મોટે ભાગે વિદ્યાર્થીઓ નું એવું કહેવું છે કે મને વાંચેલું યાદ રહેતું નથી તો તેમને પાલક ની સીઝન માં પાલક નું નિયમિત સેવન તો કરવું જ જોઈએ.

પાલક નું નિયમિત સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે. પાલક માં વિટામિન પણ ભરપૂર હોય છે. જેમકે તેમાં વિટામિન c હોવાથી ક્ષય થવાથી પણ બચી શકાય છે. પાલક છોકરીઓ માટે ખૂબ જ ઉપયોગી છે કે પાલક ની પેસ્ટ લાગવાથી સ્કિન માં નિખાર આવે છે.

પાલક થી શરીર માં રહેલો કચરો પણ દૂર થાય છે.
કેટલાક લોકો ને શરીર ની ચરબી વધારે હોય છે,તો ઓછી કરવા માટે પાલક ના રસ માં ગાજર નો રસ ભેગો કરી પીવાથી ચરબી ઓછી થાય છે. જે લોકો ને કબજિયાત નો પ્રૉબ્લેમ હોય તેવા લોકો ને પાલક નો જ્યુસ ખૂબ જ લાભદાયક છે.

પાલક માં પ્રોટીન, કેલરી, કાર્બોહાઇડ્રેટ, ફેટ, ફાઇબર વગેરે હોવાથી શરીર માટે ખૂબ જ લાભ થાય છે. ફક્ત એટલું ધ્યાન રાખવું જોઈએ કે પાલક ના પાન ને સારી રીતે સાફ કરી ને ઉપયોગ માં લેવા કારણ કે તેમાં નાના નાના કીડા કે જીવજંતુઓ હોય છે.

મિત્રો , તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો share જરૂર થી કરજો.

Leave a Comment