આ વસ્તુ દૂર કરશે તમારા સાંધાનો, કમરનો, સ્નાયુઓનો દુખાવો અને સાથે સાથે દૂર કરશે અનેક રોગો.

મિત્રો કુદરતમાં એવી ઘણી વનસ્પતિ જોવા મળે છે જેમાં રહેલા ગુણ તમારા શરીરના સ્વાસ્થ માટે ખુબજ ઉપયોગી છે. તે કુદરતી રીતે મળેલી અનોખી ગિફ્ટ છે જે શરીરને ખુબજ ફાયદો કરે છે અને રોગોથી દૂર રાખે છે. જુદી જુદી વનસ્પતિ ના પાન, ફળ અને ફૂલ વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર ને તંદુરસ્ત રાખે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજે આપણે અશેલિયા ના ફાયદા જાણીશું. તેમાં તેનો છોડ 2 ફૂટ જેટલો ઊંચો જોવા મળે છે. ભારતમાં બધીજ જગ્યાએ થાય છે. તે સ્વાદે તીખો, ગરમ અને કડવો હોય છે. તેના બી રાઈના દાણા જેવા જોવા મળે છે. તે છીકની રંગના તથા લંબગોળ આકારના જોવા મળે છે.

તેનો ખાસ કરીને ઉપયોગ મહિલાઓ માં ધાવણ વધારવા માટે, વાયુનો નાશ કરવા, તાકતમાં વધારો કરવા તથા હેડકીને બંધ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અશેરીયાના ફાયદા:-

જે લોકોને ખુબજ દુખાવા રહેતા હોય તેવા લોકોએ અને સાંધામાં થતા દુઃખાવા માટે તેની રાબ બનાવી પીવાથી ફાયદો કરે છે. અશહેરિયાના બી ને ખાવાથી યકૃત અને બરોળ માં થતા લોહીના જમાવટને દૂર કરે છે. હાથ પગના દરેક પ્રકારના દુખાવામાં અશેરીયો ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અશેરીયાના બીજનો લેપ બનાવી મચકોડનો સોજો, સાંધાના દુઃખાવા, સ્નાયુના દુઃખાવા વગેરેમાં તેનો લેપ કરવાથી રાહત થાય છે. પ્રસુતિ સમયે મહિલાઓ એ તેના બીજને ઘીમાં શેકીને બનાવેલી રાબ ને પીવાથી જલ્દીથી પ્રસુતિ થઈ જાય છે. તે ઉપરાંત હેડકી, કમરનો દુખાવો અને અન્ય દુખાવામાં પણ આરામ મળે છે.

ઓછું ધાવણ આવતું હોય ત્યારે તેનો ઉપયોગ કરવાથી ધાવણમાં વધારો થાય છે. તથા ભૂખ લાગવાની સમસ્યા પણ ઓછી થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેનો ઉપયોગ શરીરને ખુબજ ફાયદો કરે છે તથા તંદુરસ્તી માં વધારો કરે છે.

અશેરીયા ના બી ને સાકર સાથે ખાવાથી અને થોડા સમય બાદ ઉપરથી દૂધ પીવાથી મૈથુનશક્તિ માં વધારો થાય છે અને વીર્યમાં પણ વધારો જોવા મળે છે. તેની ખીર બનાવીને પ્રસુતિ મહિલાને ખવડાવવથી બાળક શરીરથી મજબૂત અને ધવનમાં વધારો થાય છે.

તેનાથી કમર મજબૂત બને છે અને સાંધાના દુખવા મટે છે. નાના બાળકોને ખીર બનાવી આપવાથી શરીર રૂષ્ટ અને મજબૂત બાંધાનું બને છે. દૂધમાં બનાવેલી ખીર બાળકને આપવાથી વાયુના રોગો દૂર થાય છે. શિયાળાની ઋતુમાં પુષ્ટિ મેળવવા માટે વસાણામાં તેનો ઉપયોગ કરવામાં આવે.

અશેરીયો ગરમ હોવાથી અપચા અથવા ગેસ ને કારણે જોવા મળતી ઉલટી અને હેડકીમાં રાહત થાય છે. સ્રીઓને જલ્દીથી પ્રસુતિ કરાવવા માટે તેની રાબ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે અને ઝડપથી દુખાવો ઓછો થઈ જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment