આયુર્વેદ

આંબલી ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદાઓ. આજે જાણીલો આંબલીના ફાયદાઓ.

ભારત ના દરેક રાજ્યોમાં આંબલી જોવા મળે છે તે ઉપરાંત અમેરિકા અને એશિયા માં પણ તેના ઝાડ મળી આવે છે. આંબલીના ઝાડ આપણી આસપાસ પણ જોવા મળે છે. તે ખુબજ વિશાળ અને ઘન ઘોટ જોવા મળે છે. તેના ઝાડ ખુબજ ઊંચાઈ ધરાવે છે.

તેના ફળ 5 થી 7 વર્ષ બાદ આવે છે. તેના પાન ખુબજ નાના હોય છે. તે ખાટા અને સ્વાદિષ્ટ હોય છે તેના ફૂલ સફેદ રંગના હોય છે તેની ચટણી બનાવવામાં આવે છે. તેના ફળ હોળી સમયે પાકીને તૈયાર થાય છે. તેના ઠળિયાને કચુકા કહેવાય છે.

નવી આંબલી કરતા જૂની ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તે રુચિકર, ભૂખ લગાડનાર, વાયુને દૂર કરનાર તથા પાચક હોય છે. તેને જોતાજ મોઢામાં પાણીમાં આવી જાય છે. પાકી આંબલી ખાવાથી હદય, કબજિયાત જેવી બીમારી ને દૂર કરી શકાય છે.

આંબલી ખાવાના ફાયદા:-

ત્વચાની સમસ્યા જેવી કે ગુમડા, ફોલ્લીઓ અને અળાઈઓ માટે તેનો શરબત બનાવી પીવાથી ફાયદો થાય છે. તે ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે. જે લોકોને અરુચિ હોય તેવા લોકોને આંબલીના શરબતમાં જીરાનું ચૂર્ણ નાખીને પીવાથી અરુચિ દૂર થાય છે.

એક ગ્લાસ પાણીમાં આંબલીનો જ્યુસ નાખીને તેને ઉકારીને પીવાથી ગુલાબજળ, ગોળ, એલચીના દાણા અને મરીનો પાઉડર નાખીને પીવાથી ભૂખ સારી લાગે છે તથા અરુચિ દૂર થાય છે. ઉનાળામાં ગરમીમાં બહાર ફરવાથી લુ લાગે છે જેમાં આંબલીનું શરબત પિવાથી આરામ મળે છે.

આંબલીને ઠંડા પાણીમાં પલાળી તેમાં સાકર મિક્સ કરીને શરબત બનાવી પીવાથી તેમાં લવિંગ, મરી અને કપૂરનું ચૂર્ણ બનાવી પીવાથી ભૂખની સમસ્યા દૂર થાય છે અને અરુચિ પણ દૂર થાય છે. આંબલીને લીમડાના રસમાં ભેરવીને પીવાથી કમળો મટે છે.

આંબલીને પાણીમાં પલાળી તેમાં ગોળ મિક્સ કરીને એલચીનું ચૂર્ણ ઉમેરી પીવાથી અરુચિ દૂર થાય છે અને ભૂખ લાગે છે. આંબલી, દૂધીના કટકા અને સાકરને ઉકારી તેને ગળ્યા બાદ પીવાથી મગજની ગરમી દૂર થાય છે તથા માથાના દુખાવામાં સતત રાહત મળે છે.

જે લોકોને ખોરાક પચ્યો ન હોય તેવા લોકોએ કબજિયાત ની સમસ્યા હોય તો આંબલીના પાનને ચોખાના ધોવાણમાં મસરીને તેની પેસ્ટ બનાવી એક અઠવાડિયા સુધી ખાવાથી આરામ મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *