આયુર્વેદ

કોળું દૂર કરશે તમારા શરીર ના 100 થી વધુ રોગો. આજે જાણીલો કોળાના ફાયદાઓ..

મિત્રો આજે અમે તમને કોળા ના અદભૂત ફાયદા વિશે વાત કરીશું. કોળું અનેક નાના-મોટા રોગો દૂર કરવામાં કારગર છે. કોળા ની ઘણી પ્રકારની જાતો મળતી હોય છે તેમા રાતાં કલરનું કોળું મોટા ભાગે ઉપયોગ માં લેવાતું હોય છે. તેને લોકો સાકાર કોળું પણ કહે છે, કેમકે તેમાં સાકર જેવો સ્વાદ લાગે છે. તેથીજ તેને સાકર કોળું તરીકે પણ લોકો ઓળખે છે.

કોળું આપણા શરીર ના 100 થી પણ વધુ રોગો દૂર કરવામાં કારગર છે, એવું આયુર્વેદ શાસ્ત્રો માં બતાવામાં આવ્યું છે અને તેના કેટલાક ઉપયોગ વિશે પણ બતાવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કોળું આપણાં શરીર માટે કેટલું ગુણકારી. કોળું એ લોહીવર્ધક છે. જો તમારા શરીર માં લોહીની ઊણપ હોય તો જરૂર કોળું ખાવાથી લોહીની પૂરતી થાય છે.

કોળું આપણાં શરીર માં શુક્ર ની વૃદ્ધિ કરનાર અને પૃષ્ટિદાતા છે, આ ઉપરાંત તેમાં સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ સારા પ્રમાણમાં જોવા મળે છે તેથી જ કહી શકાય છે કે કોળું મનુષ્ય શરીરના 100 થી પણ વધુ રોગો દૂર કરવામાં કારગર સાબિત થયું છે. તો ચાલો વધુ માં આગળ જાણીયે.

કોળા ની તાસીર શીતળ હોવાથી જો તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો કોળું તમારા માટે કોઈ વરદાનથી ઓછું નથી. શરીર ની ગરમી દૂર કરવા તમે કોળા નું શાક બનાવીને ખાઈ શકો છો, અથવા તો તમે ઘણીવાર બજાર માં જોયું હશે મીઠાઈ ની દુકાનો અને લારીઓ પર પૈઠા નામની મિઠાઈ જોઈ હશે તે પણ કોળા માંથી બનતી હોય છે, તો આ મીઠાઈ ખાવાથી પણ તમારી શરીર માંથી ગરમી ઓછી થાય છે,

જો તમે એસીડીટી થી પરેશાન છો તો કોળું તમારા માટે ખૂબજ ફાયદાકારક છે, તેના માટે જો તમે કાચું કોળું એટલે કે સલાટ તરીકે લઇ શકો છો. જેથી તમારી એસીડીટી થી છાતી માં થતી બળતરા એકદમ મટી જશે. અને કોઈ વ્યક્તિ વજન વધારવા કેટકેટલી દવાઓ લઈને થાકી ગયા હોય તો જરૂર આ પ્રયોગ અપનાવી શકે છે તેના વડે વજન વધારી શકે છે તેના માટે કોળા ને દેશી ધી સાથે વગારીને ખાવાથી વજન વધી જાય છે.

👉 ખાસ નોંધ : જે લોકો ડાયાબિટીસ, શરદી-ઉધરસ, કફ, અને વધુ વજન વાળા લોકો માટે કોળું ન ખાવું જોઈએ, કેમકે કોળું ખાવાથી ડાયાબિટીસ વધી શકે છે અને જે લોકો વધારે મેદસ્વીતા થી પીડાતા હોય તો તે લોકો કોળું ખાવું હિતકારી નથી. જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો કોળું અને કોળા થી બનેલી મીઠાઈ અને શાક ના ખાવું જોઇયે.

પાકેલું કોળું લઈ તેને છોલી તેના બિયાં કાઢી લેવા, ત્યાર બાદ 1.5 કિલોગ્રામ લો પછી તેને મિક્સર માં ગ્રાઈન્ડ કરી પાણી એક બાજુ કાઢી લો, પછી તે પાણી કાઢ્યા બાદ જે કોળું રહે તે કોળા ને 150 ગ્રામ દેશી ગાય ના ઘી માં સેકો, અને ત્યાર સુધી શેકો, તેનો રંગ મધ જેવો થાય પછી તેમાં કોળા નો વધેલો રસ હતો તે નાખી દો, પછી તેમાં 1.300 ગ્રામ સાકાર નાખો પછી ત્યારબાદ જીરું પાઉડર, લીંડીપીપર, સૂંઠ નો 30 – 30 ગ્રામ પાઉડર નાખો,

ત્યાર બાદ તેમાં 10 – 10 ગ્રામ મરી, ઈલાયચી, તમાલપત્ર, ધાણા નાખી તૈયાર કરો પછી ત્રણે 15 મિનિટ સુધી હલાવો આ એકરસ થઈ જાય એટલે થોડું ઠંડુ થવા લો, આ રોજ સવારે અનુ સેવન બાળકો, વૃધ્ધો કરે તો તે બળદાયક છે અને તેના થી હદય રોગ, રક્તપિત્ત, ઉલ્ટી, ઉધરસ, શ્વાસ જેવા તમામ રોગો માં આ એક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે તો જરૂર અપનાવો.

👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તલ નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *