મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. આ ઋતુમાં કેરી નો ઉપયોગ બધાજ લોકો કરતા હોય છે. ફળોના રાજા તરીકે કેરીને ઓળખવામાં આવે છે. તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે પરંતુ તેની ગોટલી સ્વાદમાં કડવી પણ ખૂબ ગુણકારી છે. બધાજ લોકો કેરીનો ઉપયોગ કરતા હોય છે પણ તેની ગોટલી વિશે ઓછા લોકો જાણતા હોય છે. તેના રસ કરતા ગોટલીમાં વધારે પોષકતત્વો રહેલા હોય છે.
તેને કચરો સમજીને નાખી દેવામાં આવે છે પરંતુ તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ,ઓઇલ અને ફેટોકેમિકલ હોય છે. વિટામિન ડી સિવાય તમામ વિટામિન ખોરાક માંથી મેળવી શકાય છે. તેમાં ગોટલી માંથી વિટામિન એ,ઇ અને કે મેળવી શકાય છે. તે શરીરમાંથી કચરો દૂર કરે છે તેથી તેને એન્ટિઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગોટલીમાંથી બીજા અન્ય જસત, સોડીયમ, મેંગેનીઝ, આયન,મેગ્નેશિયમ વગેરે મળી રહે છે.
જો તમે કાજુ-બદામ ખાતા હોય તો તેના કરતાં વધારે પોષકતત્વો ગોટલીમાં જોવા મળે છે. શરીરમાં જોવા મળતી વધારાની ચરબીનો પણ ઘટાડો થાય છે. ગોટલીને સુકવી ને તેમાં મીઠું મિક્સ કરીને મુખવાસ પણ બનાવી શકાય છે. તેને સૂકવીને જમ્યા બાદ ખાવાથી શરીરમાં બધાજ પોષકતત્વો મળી રહે છે. તો ચાલો જાણીએ ગોટલીને ફાયદાઓ વિશે.
ગોટલી ખાવાના અદભુત ફાયદા:-
જો કોઈપણ વ્યક્તિ ને લાંબા સમયથી જુ પડી હોય તો તેમને ગોટલીનો બારીક પાઉડર બનાવી તેમાં લીંબુ નો રસ મિક્સ કરીને લગાવાથી થોડા ન દિવસો માં માથાની જુ દૂર થાય છે. જો કેરીની ગોટલી ચાવીને ખાવાથી બ્લડપ્રેશર માં સુધારો થાય છે તથા હદય રોગ ની સમસ્યામાં ઘટાડો થાય છે. તેનાથી રક્તપ્રવાહ પણ નિયમિત રહે છે.
આજકાલ લોકોની દોડધામ વાળી જિંદગીમાં સમયસર ખોરાક ન લેવાના કારણે ચરબી વધી જાય છે આથી આવા લોકો એ ગોટલી ઓ પાઉડર લેવાથી ખુબજ ફાયદો થાય છે. સાથે વજન પણ ઘટે છે અને કોલેસ્ટ્રોલ માં પણ ઘટાડો થાય છે. જે લોકોને ડાયેરિયાની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ ગોટલીનો પાઉડર અને સાકર ભેરવીને ખાવાથી ડાયેરિયા માં ફાયદો થાય છે.
તે બ્લડ સર્ક્યુલેશન નિયંત્રણ કરે છે અને વધારાના કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. દાંત સંબંધિત રોગોમાં દાંતના દુખાવા ને દૂર કરવામાં ખુબજ ઉપયોગી છે. તેના કારણે મીઠી વસ્તુઓ ખાઈ શકાતી નથી. અંબાના પાન અને ગોટલીનો પાઉડર બનાવી તેનાથી બ્રશ કરવાથી દુખાવામાં રાહત થાય છે.
તેનાથી દાંત મજબૂત બને છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. શાકાહારી લોકોમાં B12 ની ઉણપ જોવા મળે છે તેવી વ્યક્તિઓએ ગોટલીનું સેવન કરવાથી આ ખામી દૂર થાય છે. તેમાં રહેલું તત્વ માનવ શરીર ના બ્લડનું સુગર લેવલ ઘટાડે છે. શરીરમાં રહેલા નવ એસિડ ની ઉત્તપ્તિ થતી નથી આથી તેને બહારથી મેળવવા પડે છે માટે તેને ગોટલીમાંથી મેળવવા આવે છે.
👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…