હોળી નજીક આવી રહી છે, એની સાથે સાથે ખજૂર ની પણ સીઝન આવે છે. ખજૂર ખૂબ જ લોકપ્રિય મીઠાઈ ફળ છે. ખજૂર એ સ્વાદ અને સ્વાસ્થના ફાયદા ને લીધે દુનિયાભર માં ખુબજ પ્રખ્યાત છે. ખજૂર એ અસલ ફળ છે. ખજૂર ને ઝાડ પરથી સીધી આંબલી જેમ ઉતારી લેવામાં આવે છે માટે તે નરમ હોય છે.
ખજૂર ની ગણી જાતો છે, જે તેના સ્વાદ અને રંગ મુજબ બદલાય છે. ખજૂર નો ઉપયોગ સૂકા માવા અને ફળ તરીકે થાય છે. બજાર માં તમે જાઓ તો ખજૂર ની અલગ અલગ વેરાયટી જોવા મળે છે આપણને એવું લાગે કે કઈ લેવી અને કંઈ ખાવી.
જુદી જુદી વેરાયટી નો જુદો જુદો ભાવ હોય છે. મુસલમાનો તેમના રોઝા હોય ત્યારે ખજૂર ખાઈ ને ખોલે છે કારણ કે ખજૂર તરત જ ઉર્જા અને શક્તિ આપે છે. તાજી ખજૂર ખૂબ જ નરમ હોય છે, તે ખાવાથી ઝડપી પચી જાય છે.
ખજૂર ના ફાયદા
ઘણા લોકો ને હિમોગ્લોબીન નો પ્રોબ્લેમ હોય છે, તેવા લોકોએ દરરોજ દૂધ સાથે ખાવાથી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે. ખજૂર ને કેલ્શિયમ નો ભરપૂર સ્ત્રોત ગણવામાં આવે છે, માટે ખજૂર ના સેવન થી શરીર ના હાડકા મજબૂત થાય છે.
જે લોકો ને આંખ ની સમસ્યા જેવી કે રતાંધળાપણું હોય તેમને પણ ખજૂર ખાવાથી વિટામિન એ મળવાથી સમસ્યા દૂર થાય છે. જો પ્રેગનેન્સી દરમિયાન માતા દરરોજ ખજૂર નું સેવન કરે તો બાળક ને જન્મ જાતની બીમારી દૂર થાય છે. કેટલાક લોકો ને બીપી નો પ્રોબ્લેમ્ હોય તો તેવા લોકો ને તો ખજૂર જરૂર ખાવી જોઈએ
ખજૂર માંથી પોટેશિયમ મળે છે. ખજૂર થી કોલેસ્ટ્રોલ અને હૃદય ની બીમારી પણ દૂર થાય છે. ઘણાં લોકો ને કબજિયાત ની સમસ્યા હોય તો તેમના માટે ઘણી ઉપયોગી છે. ખજૂર માં ફાયબર નું પ્રમાણ હોવાથી પેટ ના રોગો પણ દૂર થાય છે.
તમે જાણતા ના હોય મિત્રો કે ખજૂર દાંત માટે પણ બહુંજ ઉપયોગી છે. દાંત માં સડો કે દુખાવો હોય તે પણ ખજૂર ખાવાથી મટી જાય છે. જે લોકો ને ડાયાબિટીસ હોય તે પણ ખજૂર ખાઈ શકે છે કારણ કે ખજૂર માં રહેલી સાકર પચવામાં જલ્દી થઈ પચી જાય છે.
રોગ અને દવાઓ ના કારણે ઘટી ગયેલી શક્તિ ને પણ પુનઃચેતવની ખજૂર થી થઈ શકે છે, માટે મિત્રો ખજૂર નું નિયમિત સેવન તો કરવું જ જોઈએ. ખજૂર ખાવાથી લોહીની ટકાવારીમાં વધારો થાય છે અને તાકત પણ મળે છે.
મિત્રો વધારે પડતી ખજૂર પણ નુકસાન કારક છે, વધારે ખજૂર થી બ્લડ માં સુગર નું પ્રમાણ વધે છે. ખજૂર થી વજન પણ વધી જતો હોય છે માટે મોટાપા શરીર વાળા ને ખજૂર ખાવું જોઈએ નહીં. વધારે ખજૂર થી ઝાડા પણ થઈ શકે છે. ઘણા લોકો ને ખજૂર થી એલર્જી પણ થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.