રોજ કરો કારેલાનું સેવન અને દૂર કરો ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ દૂર.

મિત્રો કુદરતમાં એવી અનેક શાકભાજી નું સર્જન કર્યું છે કે જેમાં વિવિધ પ્રકારના વિટામિન અને શરીર માટે પોષકતત્વો મળી રહે છે. દરેક પોતાની અલગ અલગ પ્રકૃતિ ને કારણે ઓળખવામાં આવે છે. આ શાકભાજી નો ઉપયોગ કરીને શરીરને તંદુરસ્ત રાખી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પહેલાના સમયમાં લોકો જૂની પરંપરા મુજબ વરસાદ નું વાતાવરણ થાય એટલે લોકો ‘ આવ રે વરસાદ ઢેબળીયો વરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક ‘ જેવી કહેવત મુજબ ખાવાનું બનાવતા અને વરસાદ ની મજા માણતા હતા. કારેલામાં પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનિજતત્વો રહેલા હોય છે.

કારેલા સ્વાદે બહુ કડવા હોય છે પરંતુ તેના ગુણ મીઠા હોય છે. તેમાં રહેલા કડવા ગુણ ને કારણે કૃમિનાશક અને તાવનાશક તરીકે ઓળખવામાં આવે છે. આપના શરીરમાં રહેલા અનેક પ્રકારના રોગોનો નાશ કરે છે. કારેલા પાચક અને સુપાચ્ય છે. કારેલાનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારેલાના ફાયદા:-

કારેલાના મૂળ અને પાનના રસને ઉકારી પીવાથી કબજિયાત, ડાયાબીટીસ, અને તાવ જેવા રોગોમાં ફાયદો કરે છે. તેમાં રહેલા કડવાં ગુણ ને કારણે ચામડીના રોગો દૂર કરે છે. હરસ વગેરેમાં ફાયદો કરે છે. શાકભાજીનો ઉપયોગ કરવાથી બધાજ રોગો ને ફાયદો કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તે કફ તથા વાયુનો નાશ કરનાર છે. કારેલા ખાવાથી પિત્ત, વાયુ, શ્વાસ તથા કૃમિનો નાશ કરનાર છે. તે લોહીને શુદ્ધ કરે છે તથા પાંડુ જેવા રોગોમાં તેનો મોટો ફાયદો છે. તે શરીરમાં આવતા સોજાને દૂર કરે છે. તે યકૃત તથા આમદોષ ને દૂર કરે છે.

તેમાં રહેલા ગુણ ને કારણે તે માસિકનો અટકાવ કરે છે તથા ધાવણ માં વધારો કરે છે. કડવા ગુણ ને કારણે લાંબા ગાળે કોઢ નીકળતા અટકે છે તથા શીતળતામાં ફાયદો થાય છે. કારેલાનો ઉપયોગ કરવાથી વધારે વજન ધરાવતા વ્યક્તિ ઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

તે શરીરમાં રહેલા વિષનો નાશ કરે છે. કરેલા ને છાલ સાથેનું શાક બનાવવું જોઈએ જેના કારણે તેના બધાજ ગુણ શરીરને પ્રાપ્ત થાય છે. શરદીમાં કારેલાનો ઉપયોગ બહુ જ ફાયદો કરે છે. જે લોકોને સાંધા જકડાઈ ગયા હોય અને તેમાં સતત દુખાવો થતો હોય તો કારેલાની સાથે સામો, કોદ્રા અને જવ ખાવાથી ફાયદો થાય છે.

કારેલાનો રસ કાઢીને પીવાથી જે લોકો ને ઠંડી થી તાવ આવે છે તેવા લોકોને આ ઉપાય કરવાથી આરામ મળે છે. આંખની ગરમીને ઓછી કરવા માટે કારેલાના શાક ની સાથે ધી ખાવાથી ફાયદો થાય છે. તે બરોડ , યકૃત અને ગૌતના રોગોમાં ખુબજ ફાયદો કરે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment