આયુર્વેદ

આ વનસ્પતિ દૂર કરશે તમારા રોજબરોજની બીમારીઓ. જાણીલો આ નાનકડી વનસ્પતિના ગજબના ફાયદાઓ.

કુદરતે પૃથ્વી પર અનેક વનસ્પતિઓ અને જુદા-જુદા છોડ નું નિર્માણ કર્યું છે જે મનુષ્ય માટે ખુબજ ઉપયોગી છે. કોઇપણ રોગો ને દૂર કરવા માટે આવી વનસ્પતિ ખુબજ ઉપયોગી બની રહે છે. ભાંગરો એ જ્યાં ખુબજ ભેજ હોય ત્યાં બધીજ જગ્યાએ જોવા મળે છે. તે પાણીવાળી એટલે કે ખાડા ખાબોચિયામાં જોવા મળે છે. ઘણા લોકો તેને નકામું ઘાસ સમજીને કાઢી નાખે છે.

તેના છોડ એક થી બે ફૂટ ઊંચા જોવા મળે છે. તેના પાન સામસામા તથા તેની ધાર છાંટાવાળા જોવા મળે છે. તેના ફૂલ સફેદ અને ફળ કાળા હોય છે. છોડ સુકાય પછી કાળો પડી જાય છે. તે ત્રણ જાતમાં જોવા મળે છે. સફેદ,કાળો અને પીળો. તેના પાન દાડમ જેવા જોવા મળે છે. તેના છોડ નદી, તળાવ કે નહેર વગેરે જગ્યાએ જોવા મળે છે.

ઔષધો તરીકે ભાંગરનો રસ ઉપયોગી છે. તે ભમરા જેવો દેખાતો હોવાથી તેને ભૂંગરાજ તરીકે ઓળખવામાં આવે છે. તે સ્વાદમાં તીખો,ગરમ,વાયુ તથા કફ ને હરનારો છે. તે વાળ માટે ગુણકારી રસાયન અને બળ આપનાર છે. તે શ્વાસ, ઉધરસ, કૃમી, પાંડુ, ઉંદરી, ખોડો તથા પિત્ત ને નાશ કરનાર તથા ત્વચા, દાંત અને કેશ માટે ખુબજ ઉત્તમ ઔષધિ છે.

તે ચામડીના રોગો તથા સફેદવાળ ને અટકાવે છે. તે વિર્ય વધારનારૂ તથા થડ અને પાનનો રસ પીવાથી આંખોનું તેજ વધે છે. કોઢ, આંચકી અને છાતી માં દુઃખાવા જેવા તમામ દર્દો માટે ઉપયોગી છે.

ભાંગરાના ઉપચારો:-

ભાંગરાને અજમાં સાથે લેવાથી શરીરમાં રહેલા પિત નો નાશ થાય છે. દાંત સંબધી કોઈપણ તકલીફ માં ભાંગરાના કોગળા કરવાથી દાંતની તકલીફ દૂર થાય છે. ભાંગરાના પાન માં સૂંઠ, મરી, પીપર, તલ, એલચી જાયફળ, વાવડિંગ, ગંઠોડા, તલ, લવિંગ વગેરેનું ચૂર્ણ બનાવી ભાંગરાના રસ સાથે લેવાથી પેટના તમામ દર્દો દૂર થાય છે.

ભાંગરા ને અંધેડા,હરડે,આમળા,જીરું,ગરમાળો અને ગોળ વગેરે નું ચૂર્ણ બનાવી તેની નાની-નાની ગોળીઓ બનાવી આપવાથી બાળકોને ઊંઘમાંથી ઝબકી જવું, મગજનું અસ્થિરપણું વગેરેમાં ખુબજ ફાયદો થાય છે. આ ગોળીને ગરમ દૂધ અથવા તો ઘી સાથે લેવાથી ફાયદો થાય છે.

ભાંગરાના રસ ને દૂધમાં નાખીને પીવાથી કફ ના રોગો દૂર થાય છે. તેનાથી મેલેરીયા જેવા જીર્ણ તાવ મટે છે. ભાંગરાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી કમળો, બરોડ, લીવર, હરસ અને ઉદરના રોગોમાં ફાયદો થાય છે. અડધી ચમચી ભાંગરા ના ચૂર્ણ ને ઘીમાં મિશ્ર કરી ચાટવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.

નિત્ય યુવાન રહેવા માટે ભાંગરાના રસ ને દૂધમાં સાકર અને ઘી નાખી પીવાથી ત્વચામાં નિખાર આવે છે. ભાંગરાના રસ ને મધ સાથે ચાટવાથી છાતીમાં ચોંટેલો કફ દૂર થાય છે. ભાંગરાના રસમાં કાલા તલ ને ઘીમાં વાટીને ચાટવાથી શરીરની કમજોરી દૂર થાય છે.

ભાંગરાનું તેલ બનાવવા માટે અઢી લીટર રસમાં મેંદીના પાન 300 ગ્રામ ગળી ના પાન 300 ગ્રામ, અમલા 300 ગ્રામ, જેઠીમધ 150 ગ્રામ તથા બાહમી માં 1 લિટર તલનું તેલ નાખીને તેને ગરમ કરવુ પછી ઠંડુ પડે એટલે માથામાં લગાવવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *