આયુર્વેદ

100થી વધુ રોગો જોતજોતામાં દૂર કરી નાખે છે અરડૂસી. આજે જાણીલો અરડૂસીનાં ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો, તમે અરડૂસી તો જોઈ જ હશે. અરડૂસી એક ઔષધીય વનસ્પતિ છે. તેનો છોડ 4-5 ફૂટ ઊંચો હોય છે. તેના પાન જામફળી ના પાન ને મળતા આવે છે. કેટલાક લોકો અરડૂસી ને સુશોભન તરીકે આંગણા માં વાવતાં હોય છે. અરડૂસી ના ફૂલ સફેદ હોવાથી સુશોભન માટે બધાજ લોકો કુંડા માં પણ વાવીને ઘરના આંગણ કે ધાબા પર મુકતા હોય છે.

કેટલાક લોકો તો ખેતર માં ખાનગી જગ્યાએ પણ ઉછેર કરતા હોય છે. બાગ-બગીચા માં પણ અરડૂસી જોવા મળતી હોય છે. શિયાળા ની સીઝન ચાલતી હોય ત્યારે શરદી નો પ્રોબ્લેમ બધા ને હોય છે, તો તેનો સૌથી શ્રેષ્ટ ઉપાય એનું નામ છે મિત્રો અરડૂસી.

અરડૂસી ના ઘણા ફાયદા છે મિત્રો જે તમને ખબર નહી હોય તો હું તમને જણાવીશ તો જાણ્યા પછી તમે પણ અરડૂસી નો ઉછેર કરી તેનું સેવન કરતા થઇ જશો.

અરડૂસી ના ફાયદા

મિત્રો, અરડૂસી ની બધી દવા તેના પાન અને મૂળ માંથી તૈયાર કરવામાં આવે છે માટે પાન અને મૂળ સૌથી ઉપયોગી છે. સૌથી મહત્વ નો ઉપયોગ એ છે કે તે શરદી માટે છે, શરદી ને મૂળ માંથી જ દૂર કરી દે છે. સૂકી અને કફવાળી બન્ને ઉધરસ માં અરડૂસી ખૂબ જ ફાયદા કારક છે.

અરડૂસીના પણ ક્ષય માં પણ ખૂબ જ રાહત આપે છે. જો તમારે ક્ષય ની દવા ચાલતી હોય તો તમે અરડૂસી નો ઉપયોગ કરી શકો છો.કેટલાક મિત્રો ને એવી શરદી થાય છે કે ગળા માં અને ફેફસા માં ખૂબ જ કફ ભરાઈ જાય છે તો કફ ને છૂટો પાડવા જો અરડૂસી ના પાન ખાવામાં આવે તો મૂળ માંથી કફ ને દૂર કરે છે.

આપણે જ્યારે ભીડ વારી જગ્યા માં જતા હોઈએ છીએ ત્યારે અમુક લોકો ના પરસેવા ની એટલી બધી સ્મેલ આવતી હોય છે કે આપણે તો બેભાન થઈ જઈએ તો તેવા મિત્રો જો અરડૂસી ના પાન ને વાટી તેનો 2 ચમચી રસ દરરોજ પાણી માં નાખી સ્નાન કરે તો પરસેવાની સ્મેલ આવતી નથી.

અરડૂસી નો રસ અને મધ ભેગું કરી નાના બાળકો ને પીવડાવવાથી વરાધ-સસની માં રાહત થાય છે. અરડૂસી ફલૂ, ક્ષય અને કમળા માં પણ રાહત આપે છે. જે લોકો ને મળમૂત્ર માંથી કે દાંત માંથી લોહી પડતું હોય તે માટે પણ અરડૂસી ખૂબ જ ઉપયોગી છે.

ગળા માં સોજો કે ગળા નો અવાજ બેસી ગયો હોય તો અરડૂસી ના પાનનો રસ મધ સાથે ખાવાથી અવાજ અને સોજા માં રાહત મળે છે. આજના જમાના માં 50% લોકો ગઠિયા થી પીડાતા હોય છે સૌથી વધારે મહિલાઓ ને ઢીંચણ માં સોજો અને દુખાવો ની સમસ્યા વધુ જોવા મળે છે.

અરડૂસી ના પાન નો રસ બનાવી દુખાવો હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે અને ધીમે ધીમે સારું થઈ જાય છે. તમે મિત્રો અરડૂસી ના પાન નો ઉકાળો પણ પી શકો છો તેના થી ખૂબ જ ફાયદો થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *