કાયમી કરો અજમાનું સેવન અને દૂર કરો આટલી બધી બીમારીઓ..

દરેક ના ઘરમાં રસોડામાં વપરાતા મસાલા માં મુખ્યત્વે અજમાનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમાં રહેલા દરેક તત્વો શરીરને ખુબજ ફાયદો કરે છે. રસોડામાં વપરાતા બધાજ મસાલા સ્વાદ ઉપરાંત તે કઈને કઈ ફાયદો જરૂર કરે છે માટે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ ખૂબ ફાયદો કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કોઈપણ નવી વાનગી બનાવતા હોઈએ ત્યારે તેમાં અજમો એક મહત્વનો ભાગ ભજવે છે કારણકે અજમો નાખવાથી તેનો ટેસ્ટ અલગ જ આવે છે. તે એક ગેસ ની બીમારીમાં ખૂબ રાહત અપાવે છે તેના કારણે કોઇપણ પ્રકારની વાનગી નું સેવન કરવાથી પણ પેટ ની બીમારી થતી નથી.

જ્યારે મેંદાની કોઇપણ વાનગી બનાવવામાં આવે ત્યારે અજમાં નો ટેસ્ટ અલગ જ આવે છે તે ઉપરાંત મૂઠીયા, મકાઈ નો લોટ , અજમાં પુરી વગેરેમાં નાખવાથી તેનો સ્વાદ જુદો જ આવે છે. તે ઉપરાંત મુખવાસ માં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણે અજમાના ફાયદા વિશે માહિતી મેળવીશું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અજમાના ફાયદા:-

જે લોકો ને ગેસ ની સમસ્યા હોય તેવા લોકોએ અજમાનું પાણી પીવાથી તે રામબાણ ઈલાજ જેવું કામ કરે છે. થોડુ ગરમ પાણી લઇ તેમાં અજમો નાખી રહેવા દો પછી ગાળીને પીવાથી પેટ નો ગેસ દૂર થાય છે. જે લોકોને યુરિનનું ઇન્ફેક્શન થયું હોય તેવા લોકોએ અજમાનું પાણી પીવાથી રાહત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને પેટનો દુખાવો હોય તો અજમાનું પાણી પીવાથી દુખાવો મટે છે અને પેટ સાફ થાય છે. જે લોકોનું વધારે પડતું વજન છે તેવા લોકોએ અજમાનું પાણી નિયમિત પીવાથી વજનમાં ઘટાડો થાય છે. જ્યારે મોંઢામાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે અજમાનું પાણી પીવાથી દુર્ગંધ આવતી નથી.

જો કોઇપણ ખોરાક નું પાચન ન થતું હોય ત્યારે પાચનતંત્ર ની બીમારીમાં અજમો ખુબજ રાહત નું કામ કરે છે. તે ચાંદા, કફ, ઘા બધામાં રાહત થાય છે. તે ગર્ભાશય ને ઉત્તેજક કરનાર અને ફેફસાને ઉત્તેજક કરનાર છે. તે કૃમિનાશક છે. તે પિત્ત ને નાશ કરનાર અને હદય ને મજબૂત બનાવે છે.

વાયુથી થતા મસા, મૈથુનશક્તિ ને વધારનાર અને પિત્ત નો નાશ કરનાર છે. મૂત્રપિંડ ને ઉર્જા આપનાર અને શક્તિનો વધારો કરવામાં ખુબજ ફાયદો કરે છે. અજમા માં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે ભરપૂર માત્રામાં આવેલા છે.

જે લોકોને અપચો કે ગેસ થતો હોય તેવા લોકોએ હળદર મીઠા વાળો અજમો ખાવાથી પેટનો ગેસ દૂર થાય છે. તેમાં ગેસ અને અપચાની તકલીફ દૂર થાય છે. જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેવા લોકોએ અજમાનું સેવન ખુબજ ફાયદો કરે છે.

શરદી, ઉધરસ, છાતીમાં ભરાયેલ કફ વગેરેને દૂર કરવા માટે ગોળને ગરમ કરી તેમાં સૂંઠ અને અજમાનો પાઉડર નાખીને ચાટવાથી આ બીમારીમાંથી મુક્તિ મળે છે. શરદી ને કારણે નાક બંધ થઈ જતું હોય તો મલમલ ના કપડામાં બાંધી સુંઘવાથી નાક ખુલી જાય છે તથા અજમાને ગરમ પાણીમાં નાખી નાસ લેવાથી પણ શરદી મટે છે.

👉 જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like 👇👇બટન દબાવીને અમારા પેજને Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment