ભારતીય લોકો ના ભોજન માં ડુંગરી ફરજિયાત જોવા મળે છે. દરેક લોકોના ઘરમાં ડુંગરી જોવા મળે છે અને તેની ખેતી પણ થાય છે.તે ઘણા રોગો જેવા કે શીઘ્રપતન,કમજોરી વગેરે ને દૂર કરે છે. ડુંગરીમાં પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ,ખનીજ ,ફોસ્ફરસ, કેલ્શિયમ,ફાઇબર,આયન અને પાણી નો સમાવેશ થાય છે.પુરુષોએ ડુંગરી નો ઉપયોગ રોજ કરવો જોઈએ જેથી કમજોરી,કિડની,થાક ,શીઘ્રપતન વગેરેને દૂર કરી શકાય છે.દરેક વ્યક્તિ એ એનું રોજ સેવન કરવું જોઈએ તે બધા જ રોગો માં ફાયદા કરે છે અને સસ્તું પણ છે જેનો ગરીબ માણસ પણ ઉપયોગ કરી શકે છે. તો ચાલો હવે સફેદ ડુંગરી ખાવાના ફાયદા વિશે જાણીએ.
ખરતા વાળ ને રોકવા માટે ખુબ જ જરૂરી એવી સફેદ ડુંગરી ફાયદાકારક છે.આમ તેનો રસ લઇ તેમાં વરિયાળી ના ફૂલ ને ડૂબાળી ને તેને રૂની મદદથી વાળમાં લગાવવાથી અને રાતભર રાખી સવારે તેને ઠંડા પાણીથી ધોવાથી અઠવાડિયામાં વાળ ખરતા બંધ થઈ જાય છે અને લાંબા થાય છે. બીજો ફાયદો છે આંખો માટે જે લોકો ને નાની ઉંમરમાં મોતિયો આવી ગયો હોય તે લોકો રોજ સવાર સાંજ સેવન કાચા આમળા ના ટુકડા સાથે ડુંગરીના રસ નું સેવન કરવાથી મોતિયો આવતો નથી પરંતુ આંખોમાં મોતિયો આવી ગયો હોય તો તેને આગળ વધવા અટકાવે છે.
શરદી અને ઉધરસ મા ખૂબ ઉપયોગી એવો ડુંગળી નો રસ ફાયદાકારક છે. તેના રસમાં મધ ને સરખી માત્ર માં ભેરવીને પીવાથી ફાયદો થાય છે.તેનો દિવસ માં એક વાર પ્રયોગ કરવાથી જામેલો કફ દૂર થાય છે.તેના બાદ ઠંડી ચીજ નો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ.ચહેરા ને ચકદાર અને સુંદર બનાવવા માટે ડુંગરી ખુબજ ફાયદાકારક છે.તૈલી ત્વચાને દૂર કરવા માટે રસ માં નારિયેળ નું તેલ ઉમેરી ખીલ ઉપર લગાવવાથી ત્વચામાં ગ્લો આવે છે. અને અંદરથી ત્વચા સુંદર બને છે.બાળકો માટે સફેદ ડુંગરી ખુબજ લાભદાયક છે.તેના નાજુક અવયવો ને સ્ટ્રોંગ બનાવવા માટે ડુંગરીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. કહેવાય છે અને કે ગર્ભાવસ્થા માં સફેદ ડુંગરી નું સેવન કરવાથી બાળકની આંખોનું તેજ ખૂબ હોય છે અને હાર્ટ પણ મજબૂત બને છે.
કિડનીમાં રહેલી પથરી ને દૂર કરવા સવારે સફેદ ડુંગરી નો રસ પીવાથી તેને લગતા તમામ બીમારી દૂર થાય છે.ડુંગળી ના રસ માં થોડી હળદર,મધ અને ઘી ને મિક્સ કરીને 21 દિવસ સુધી પીવાથી નપુંસકતા દૂર થાય છે.સાંધાના દુખાવા અને હાડકા ની કમજોરીમાં સફેદ ડુંગરીના તેલ ની માલિશ કરવાથી તકલીફ દૂર થાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય શેર કરો.