આજકાલના જમાના માં લોકો વધુ પૈસાની દોડ માં વધુ પડતા કારખના, ફેક્ટરી વગેરે ને કારણે લોકો વૃક્ષો ને કાપી નાખે છે જેથી વાતાવરણ માં દૂષિત પદાર્થો નું પ્રમાણ વધે છે જેના કારણે અનેક રોગો થાય છે આથી તેનાથી બચવા માટે ઘર હોય કે ઓફીસ ત્યાંનું વાતાવરણ શુદ્ધ રાખવા માટે ધૂપ એ અગત્યનો ભાગ ભજવે છે જેના કારણે વાતાવરણ શુદ્ધ રહે છે.રોગીષ્ટ વ્યક્તિ ઓ હોય ત્યાંનું વાતાવરણ દવાને લીધે શુદ્ધ કરી શકાતું નથી પરંતુ એવો કંઈક ધૂપ કરીને સ્વચ્છ બનાવી શકાય છે.
આપણી આસપાસ નું પરિસર જીવાણુ થી મુક્ત અને સુગંધીવાળું હોવું જોઈએ.આપના બાપ દાદાઓ રોગોથી બબચવા માટે સાલેડી ધુપડી ના ઝાડ પર ગુગર નામનો ધૂપ આવે જેનો અગ્નિ પ્રગટાવીને ધૂપ કરતા હતા. કચ્છ અને રાજસ્થાનના વિસ્તારોમાં ગુગરી નામના ઝાડ ઉપર કડવો અને મીઠો આમ બે પ્રકાર ના ગુંદ જોવા મળે છે. હિમાલયમાં જોવા મળતા શાલ ના વૃક્ષો ની છાલ અને દેવદાર ના વૃક્ષ નો ગુગર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.આમ દરેક ઘરનું વાતાવરણ શુદ્ધ રહે તે માટે ઘરે બનાવી શકાય તેવા ધૂપ વિશે જાણીએ.
ઘરે ધૂપ બનાવવાની રીત:-
સૌ પ્રથમ નગરમોથ ના મૂળ ચાર ભાગ માં લેવું,સુગંધી વાળો ચાર ભાગ તેમાં કપૂર કાંચલી અને તલ તથારાર ને ચાર ભાગ માં લઇ આ બધીજ ઔષધીઓ ને લઈ તેમાં હીરાબોર, હળદર અને ખાંડ, જટામાંસી આ દરેક ને બે ભાગ માં લઇ ને તેમાં દસ ભાગમાં તમાલપત્ર ઉમેરતા અને 75 ભાગ માં ગુગર નાખી 100 ગ્રામ વજન થાય પછી આ બધાનો બારીક ભૂકો બનાવી તેમાં ચાર ભાગમાં તલ નું તેલ નાખી કોલસમાં એક બે ચમચી નાખી બહાર આંગણામાં ધૂપ કરવાથી ખોટા વહેમ અને માન્યતાઓને દૂર કરવામાં ખુબજ મહત્વનું છે.
આ ધૂપ કરવાથી ઘરમાં દરેક લોકોના મન અને ચિત શાંત રહે છે. તથા જંતુઓ પણ દૂર થાય છે ચેપી સંક્રમણ થીજોવા મળતા રોગો જેવા કે શીતળા, ડેન્ગ્યુ તથા કમળો વગેરે રોગોથી બચી શકાય છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં માં આ ધૂપ ખૂબ જ ઉપયોગી છે.
નોંધ: અમારા દ્વારા આપવામાં આવતી દરેક જાણકારી નિષ્ણાંતોની નજર હેઠળ આપવામાં આવે છે તેમ છતાં કોઈ પણ બીમારીમાં પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી આભાર!!!
મિત્રો આ આર્ટિકલ તમારાં આરોગ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. તો જરૂર આ આર્ટિકલ ને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય Share કરો.. અને Follow કરો…