આયુર્વેદ

વજન ઘટાડો ખાલી 15 જ દિવસમાં એ પણ ઘરેલું ઉપાયોથી..

આજકાલ લોકો બેઠાડું જીવન,ખાવામાં મોજશોખ અને હાઇફાઈ રહેણીકરણી હોવાથી અનિયમિત રીતે વજન વધતું જણાય છે. નાના બાળકોથી માડી મોટી ઉંમરના લોકો માં પણ આ સમસ્યા જોવા મળે છે. કોમ્પ્યુટર યુગ માં લોકોનું કામ હળવું અને સરળ બની ગયું છે તેથી મજૂરી ઓછી જોવા મળે છે. નવા-નવા યંત્રો દ્રારા કામ સરળતાથી કરી શકાય છે જેના કારણે માણસોની જરૂરિયાત માં ઘટાડો થયો છે જેના કારણે લોકો માં ઓછા કામ ને કારણે વજન વધવાની સમસ્યા વધી રહી છે.

ભોજનમાં ચરબીવાળા,તૈલી,પનીર,બટર વગેરેનો ઉપયોગ કરવાથી પણ વજન માં વધારો થાય છે. વધુ પડતા ફાસ્ટફૂડ અને જંકફૂડ ખાવાથી પણ વજન વધે છે. બેઠાડું જીવન વાળા વ્યક્તિઓએ ઘીની વસ્તુઓ ઓછી ખાવી જોઈએ. વજન ઘટાડવા માટે જિમ અથવા કસરત કરવાથી ઘટાડી શકતો નથી. ડાયત પ્લાનમાં બર્ગર,પીઝા વગેરે ને છોડી ને ફ્રુટ નો ઉપયોગ કરવો જોઇએ.

વધુ પડતો વજન એ દરેક લોકોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. વજન ચોક્કસ રીતે ઘટાડી શકાય છે પણ મન મક્કમ અને ધીરજ રાખવી જોઇએ. ઘણા લોકો વજન ઘટાડવા માટે ખુબજ મહેનત કરતા હોય છે પરંતુ થાકી ને તેને છોડી દે આથી પહેલા કરતા પણ વધુ વજન વધી જાય છે. તો ચાલો મિત્રો આજે આપણે ઘરેલુ ઉપચાર દ્વારા વજન ઘટાડીએ.

વજન ઘટાડવાના ઘરેલુ ઉપાયો:-

અરણીના મૂળ નો ઉકારો અથવા તેના પાનનો ઉકારો બનાવી પીવાથી વજન ઓછું થાય છે. વજન ઘટાડવા માટે ઘઉં ના બદલે બાજરીના રોટલાનો ઉપયોગ ખૂબ ફાયદો કરે છે. પાકા લીંબુના રસમાં મધ મિક્સ કરીને પીવાથી વજન ઓછું થાય છે. વહેલી સવારે ભુખ્યા પેટે ગરમ પાણી માં લીંબુનો રસ અને મધ મિક્સ કરી ને પીવાથી વજન ઓછું થાય છે.

સ્થુરતા અને ચરબી ઓછી થાય તો લાબું જીવન જીવી શકાય છે. ભાત ના ઓસમનમાં મીઠું નાખી ને પીવથી વજન ઘટે છે. મગ-ભાત અને મગ ની દાળ ખાવાથી મહિનામાં 4 કિલો વજન ઘટે છે. રોજ સવારે નિયમિત રીતે સૂપ પીવાથી વજનમાં ઘટાડો થાય છે. વધુ ચરબી વાળો ખોરાક ખાવાથી પણ વજન વધે છે.

નાની ઉંમર માં મેદ નું વધુ પ્રમાણ જોવા મળે ત્યારે ગરમ પાણીમાં મધ ભેરવીને પિવાથી વજન ઓછું થાય છે. ફોતરાં કાઢેલા જવને ત્રિફલા ચૂર્ણમાં ઉકારીને સૂકવીને તેની રોટલી,ભાખરી બનાવી ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ઘઉં, ચોખા અને તળેલી વસ્તુઓને ન ખાવી જોઈએ તથા ભોજન માં સલાડ,ભાજી જવની રોટલી વગેરે ખાવું જોઈએ. જેનાથી વજનમાં ધટાડો કરી શકાય છે

ડાયાબિટીસ ના દર્દીઓ માટે આ ઉપચાર ખુબજ ફાયદો કરે છે. એરંડાના પાનનો ક્ષય બનાવી હિંગ સાથે મિક્સ કરીને ભાતના ઓસમનમાં ખાવાથી મેદ ઘટે છે. વધુ પડતા કારેલાનો ભોજન ઉપયોગ કરીને મેદમાં ઘટાડો કરી શકાય છે. તેમાં શાક જ્યુસ વગેરે ખાઈ શકાય છે. તાજા ગૌમૂત્ર માં ગુગર નાખીને પીવાથી પણ મેદ ઓછું કરી શકાય છે.

વધુ પડતા વજન વાળા વ્યક્તિ એ બપોર ની ઊંઘ છોડી દેવી જોઈએ. ખુબજ પરસેવો પડે તેવો પરિશ્રમ કરવો જોઈએ. હાથ ન બગડે એટલે સૂકો ખોરાક ખાવો અને જ્યારે ભૂખ લાગે ત્યારેજ ભોજન કરવું જોઇએ. દિવસ માં 4 વાર હુંફાળું પાણી પીવું જોઈએ.અલગ-આલગ જાતના ફ્રુટનો જ્યુસ પીવો જોઈએ તેમાં ખાસ કરી એ દુધી નો રસ ખુબજ ફાયદાકારક છે.

રોજ સવારે નિયમીત રીતે ઝડપથી ચાલવું અથવા દોડવું. શક્ય હોય તો ભોજન માં સલાટ નો ઉપયોગ તથા બાફેલા કઠોર અને મકાઈ ખાવી. મસાલાવાળું
તીખું,તળેલું ન ખાવું તે ઉપરાંત અથાવાળી,અથાણું વગેરે વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ખાંડ અને સાદા મીઠાનો ઉપયોગ ટાળવો જોઈએ. દિવસ માં એકજ વાર ચા પીવી અથવા ગ્રીન ટી પીવી જોઈએ. ખાસ કરી ને ઉપવાસ કરવાનું ટાળવું.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *