મિત્રો ખાસ કરીને બધાજ લોકોમાં જોવા મળતી બીમારી એ કેલ્શિયમની ઉણપ છે. જેના કારણે શરીરમાં દુખાવા થાય છે. આવા લોકોમાં હાડકા નબળા પડી જાય છે. કોઈ કામ કરી શકતા નથી. જે લોકોને વિટામિન ડી ની ખામી હોય તેવા લોકોએ પણ કેલ્શિયમ યુક્ત ખોરાક લેવો જરૂરી છે. જેમાંથી ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ મળતું હોય તેવી વસ્તુઓ નું સેવન કરવું જોઈએ. તો મિત્રો જેમાંથી કેલ્શિયમ મળે છે તેની વાત કરીશું.
કેલ્શિયમ નો મુખ્ય ઉપયોગ હાડકાને મજબૂત બનાવે છે. કેલ્શિયમ મળે તેવી વસ્તુઓ ખોરાકમાં લેવી જોઈએ. ખાસ કરીને નાના બાળકોને કેલ્શિયમની કમી જોવાં મળે છે. તેથી હાડકા નબળા અને વિકાસ પણ અટકી જાય છે. શરીરની તંદુરસ્તી જાળવવા માટે કેલ્શિયમ ખૂબ જ આવશ્યક છે. મોટી ઉંમરના લોકો મા પણ આજ ખામી સર્જાય છે તેથી ડોક્ટર ની સલાહથી કેલ્શિયમની ગોળીઓ લેવી પડે છે.તો આજે તેના માટે ભોજનમાંથી મળતા કેલ્શિયમના સ્ત્રોત વિશે જાણીશું.
દૂધ એ કેલ્શિયમ નો મુખ્ય સ્ત્રોત છે ભેંસ,બકરી,ગાય વગેરેનું દૂધ પીવાથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. હાડકાની તમામ બીમારી વાળા વ્યક્તિ એ દૂધનું સેવન કરવું હિતાવહ છે. તેમાં હળદર મિક્સ કરીને પીવાથી અન્ય રોગોમાં ફાયદો થાય છે. રોજ સવારે ભોજનમાં દહીં ખાવું અનિવાર્ય છે તેનાથી પૂરતી માત્રા માં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી અને B12 મેળવી શકાય છે.
શરીર માટે ખુબજ ફાયદાકારક એવા કાળા તલ અને સફેદ તલ. શિયાળામાં કાળા તલ નું કચરીયું ખૂબ ફાયદો કરે છે. તે પેટને સાફ કરે છે અને તેલની માલિશ પણ ખૂબ ફાયદો કરે છે. ચામડીના તમામ રોગો અને હાડકા મજબુત કરવામાં બહુ ફાયદાકારક છે. પાંદડા વાળા શાકભાજી જેવા કે પાલકમાંથી ભરપુર માત્રા માં કેલ્શિયમ મળી રહે છે.
અઠવાડિયામાં માં ત્રણ થી ચાર વાર ભોજન માં ભીંડાનું શાક ખૂબ ફાયદો કરે છે. તેમાંથી 30 ગ્રામ જેટલું કેલ્શિયમ મળે છે. એકાદ દિવસ પનીર અથવા પનીરનું શાક ખાવાથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી જાય છે.આદુવાળી ચા અથવા તો ચટણી અને આદુ નું શરબત પીવાથી વધુ પ્રમાણ માં કેલ્શિયમ મળે છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.