કોથમીર ખાવાના ફાયદા એટલા છે કે તમે ના ખાતા હોય તો ખાતા થઈ જશો જાણીને…

ઘર-ઘર માં રસોડું અને રસોડામાં શાકભાજી અને શાકભાજી માં પણ કોથમીર. તો મિત્રો આજના જમાના માં દરેક લોકો ખાવાનું ચટાકેદાર અને દેખાવમાં સુંદર હોય એવું ખાવાનું પસંદ કરતાં હોય છે. દરેક સબ્જી અથવા તો વિવિધ પ્રકારના ફ્લાસન માં પણ કોથમીર નો ઉપયોગ ખુબજ જોવા મળે છે. ગરીબ હોય કે અમીર દરેક લોકો કોથમીર નો ઉપયોગ કરતા હોય છે. લોકો ઘરે પણ તેનો ઉછેર કરી સૂકવીને તેનું સેવન કરતા હોય છે અથવા તો બજારમાંથી પણ લાવી તેનો ભોજન માં ઉપયોગ કરે છે. તો મિત્રો આજે કોથમીર ના ફાયદા જાણીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કોથમીર ના અઢળક ફાયદાઓ:-

ધાણા પેશાબ ને સાફ લાવનારું છે તથા રુચિ વધારવામાં પણ ખૂબ ઉપયોગી છે.તેની ચટણી ખાવાથી અરુચિ ભાગી જાય છે અને ભૂખ લાગે છે. હરસ માટે તેને વાટીને લૂગદી બનાવી શેક કરવાથી હરસ મટે છે. જો પીત્ત નો શરીરમાં વધારો થયો હોય તો ધાણા ની સાથે સાકર મિક્સ કરીને ખાવાથી પિત્ત મટે છે. વધુ પડતી તરસ લાગતી હોય તો પાણી માં ધાણા વાટીને નાખી ઉકારીને પીવાથી તરસ ઓછી થાય છે. જે વ્યક્તિ ને ભૂખના લાગતી હોય તો ધાણા ની ચા પીવાથી ભૂખ લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ધાણા અને સૂંઠ નો કાઢો પીવાથી પરસેવો થાય છે જેના કારણે ક્ષાર બહાર નિકળી જાય છે. નાના બાળકો ને કૃમિ થયા હોય તો ચપટી ધાણા ની સાથે મધ ભેરવીને આપવાથી કૃમિ નાશ પામે છે. જે લોકો ને શ્વાસની ઉધરસ થયી હોય તેને જેઠીમધ અને ધાણા આપવાથી ઉધરસ મટે છે. હદય રોગ મટે પણ ખુબજ ઉપયોગી છે. ધાણા ને સાકર સાથે લેવાથી સરવરોગ નાશક છે. લીલા હોય ત્યારે તેને કોથમીર તરીકે ઓળખાય છે સુકાય એટલે ધાણા અને તેની દાર નો મુખવાસ માં ઉપયોગ થાય છે.

ભોજનમાં ધાણાજીરું નો ઉપયોગ થાય છે જે પચવામાં સરળ, અગ્નિશામક અને ઠંડા હોય છે. તથા શરીરની ગરમીને દૂર કરવામાં મદદ કરે છે. ઝાડા માં પડતું લોહી કોથમીર નો રસ પીવાથી મટે છે. તથા આંખની દ્રષ્ટિ ને તાજી રાખવા પણ રસ ખૂબ ફાયદાકારક છે. તેના રસ ન ટીપા નાખવાથી આંખ નું તેજ વધે છે. મોઢા પરના ખીલ દૂર કરવા માટે તેના રસ ને લાગવાથી અથવા ઘસવાથી ખીલ મટે છે. ગોટામાં આખા ધાણા નાખવાથી પાચક અને સ્વાદિષ્ટ બને છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઉનાળામાં છાશમાં ધાણાજીરું અથવા તો લીલા ધાણા નાખી પીવાથી ખુબજ મજા આવે છે. સગર્ભા ને ઉલટી કે પિત્ત ની ઉલટી થતી હોય તો ધાણા ખુબજ લાભદાયક છે. બાળકોને આંખ આવે ત્યારે ધાણા ની પોટલી બનાવી આંખ ઉપર મુકવાથી આંખમાં રાહત થાય છે. પિત્ત ના તાવમાં ,પેટની બળતરામાં, તથા પેટના દુખાવામાં ધાણા ની હિમ હિતાવહ છે. લીલા કોથમીર ના પાંદડાં નો રસ રોજ સવારે પીવાથી બધાજ રોગો મટે છે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરીવરજનો માં અવશ્ય Share કરો.

Leave a Comment