આયુર્વેદ

રાતે સુતા પહેલા આ કામ કરવાનું ટાળો નહિતર ઊંઘ સાથે આવી શકે છે આ 10 બીમારીઓ..

આજકાલ લોકોમાં રાતે સૂતી વખતે શુ ધ્યાન રાખવું અને કઈ રીતે સૂવું જોઈએ તેનો ખ્યાલ હોવો જરૂરી છે. લોકોએ સુવાની ક્રિયા ને સાવ તકલાદી બનાવી દીધી છે. સૂતી વખતે રાતે શુ ખાવું, શુ ન ખાવું અને કઈ રીતે સૂવું તે ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. જો એના વિશે પુરેપરુ ખ્યાલ હોય તો 100 વર્ષ કરતા પણ વધુ જીવી શકાય છે. રાતે સૂતી વખતે હાથ-પગ તથા તળિયા અને હથેરી સાફ રાખવી જોઈએ. બધી જ ક્રિયા ચેતાતંતુ સાથે જોડાયેલું હોવાથી શરીરની ક્રિયાશીલતા માટે ખૂબ જરૂરી છે.

મિત્રો રાતે સુતા પહેલા ક્યારેય ડુંગરી,લસણ અને અમ્લપદાર્થોનું સેવન ન કરવું જોઇએ. આવું ખાવાથી પેટમાં વાયુ વધે છે અને મનની અશાંતિ વધે છે. સુતા પહેલા ફાસ્ટફૂડ જેવા કે પાણીપુરી,આમલીના પાણીવાળા પદાર્થો, આથાવાળા પદાર્થો, ઢોસા, પીઝા કે ચીઝ વગેરેનું સેવન રાતે ન કરવું જોઈએ. આવું ખાવાથી હદયરોગ,પેટના રોગો અને કોલેસ્ટેરોલ નું પ્રમાણ વધે છે.

રાતે ટીવી,મોબાઈલ અને વ્યશનનું સેવન ન કરવું જોઈએ. મોબાઈલ ના ઉપયોગ બાદ ઠંડા પાણીથી હાથ સાફ કરવા અને શાંતિથી સુઈ જવું જોઈએ.

રાતે સૂતી વખતે અંધશ્રદ્ધા, ભૂત- પ્રેત, વાહિયાત વાતો તથા અજાણી વાતોથી દુર રહેવું જોઈએ. તથા અજમ્પો અને ડરી જવાય તેવી વાતોની ચર્ચા ન કરવી જોઈએ આવા વિચારો ને કારણે ઊંઘ વેરાન થઈ જાય છે. સૂતી વખતે ખરાબ વાતો, ક્રિયાઓ અને ખરાબ વ્યવહાર વગરેની વાતો ન કરવી જોઈએ. જેના કારણે ઊંઘ હેરાન થઈ જાય છે. સૂતી વખતે ક્રોધ, અશબ્દો કે ગુસ્સો ન કરવો તથા ખોટી વાતો માં ભટક્યા ન કરવું જોઇએ.

કોઇપણ પ્રકારની તૃષ્ણા, માથાકૂટ કે ચડભડ ન કરવી અને કંઈપણ ભુતકાળ ના વિચાર ન કરવા.રાતે સુતા પહેલા ભગવાનનું નામ અવશ્ય લેવું જોઈએ તેનું સ્મરણ કરવુ.જો આ બધીજ વાતોને છોડી દઈશું તો કાયમ માટે સ્વસ્થ અને નિરોગી બનીશું.એવું કરવાથી દિવસ સુખમય પસાર થશે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *