આજકાલ લોકોમાં સુંદર દેખાવ એક માનસિક
સ્થિતિ બની ગઈ છે. પરંતુ સુંદરતા ને ઓછી કરવામાં આંખોના ડાર્ક સર્કલ એ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ડાર્ક સર્કલ થવાનું મુખ્ય કારણ હોય છે કામમાં તનાવ, ઓછી ઊંઘ, ઉજાગરા વગેરેને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ પડી જાય છે. આવા સમયે જો તમારે બહાર અથવા તો પાર્ટી માં જવાનું થાય તો તેને છુપાવવા મેકઅપ ની વધારે જરૂર પડે છે. આ ડાર્ક સર્કલ દૂર કરવા માટે કેટલાક ઉપાયો કરી તેમાંથી છુટકારો મેળવીશું.
આંખોના ડાર્ક સર્કલ દૂર કરવાના ઉપાયો:-
ચણાનો લોટ (બેસન):- એક ચમચી બેસન માં ટામેટાનો રસ અને સમાન માત્રા માં લીંબુનો રસ મિક્સ કરીને 10 મિનિટ સુધી લગાવી ચહેરાને ઠંડા પાણીથી ધોવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.
મધ અને બદામ તેલ:- એક ચમચી બદામ ના તેલ માં એક ચમચી મધ ઉમેરી મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લગાવી સુઈ જવાથી સવારે ઉઠીને ઠંડા પાણીથી મોં સાફ કરવાથી થોડા દિવસોમાં ડાર્ક સર્કલ ગાયબ થઈ જાય છે.
ટી બેગ:- આંખો પર બે ઠંડા ટી બેગ રાખવાથી આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરવામાં ફાયદાકારક છે. જેથી તમારી આંખો ફ્રેશ રહેશે અને ધીરે-ધીરે ડાર્ક સર્કલ મટી જશે.
ચમચી:- બે ચમચી લઇ તેને ઠંડી થવા માટે ફ્રિજમાં મૂકી ઠંડી થઈ જાય એટલે ડાર્ક સર્કલ નીચે લગાડવાથી આંખોને ઠંડક મળે છે અને તેના પર તરત જ અસર થવા લાગે છે. ચમચી સિવાય કોઈપણ સોફ્ટ વસ્તુનો ઠંડા પાણીમાં પલાળી ઉપયોગ કરવાથી ખુબજ ફાયદો થાય છે.
હળદર:- એક ચમચી હળદરમાં પાઈનેપલ નો જ્યુસ મિક્સ કરીને લગાવ્યા બાદ સુકાય એટલે ધોઈ લેવાથી થોડા દિવસ માં ડાર્ક સર્કલ ઓછા થઈ જાય છે.
પૂરતી ઊંઘ:- આંખો નીચે ડાર્ક સર્કલ થવાનું મુખ્ય કારણ છે ઓછી ઊંઘ. દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આથી જ તમે સવારે ઉઠીને તાજગી ભરી સવારની મહેસુસ કરી શકાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.