આજકાલ લોકો લીલા નારિયેળ નો ઉપયોગ કરતા જોવા મળે છે. જેમાં ખાસ કરીને પાણીવાળા વિસ્તારમાં વધુ હોય છે. દક્ષિણ ભારતમાં નારિયેળ નું ઉત્પાદન વધુ જોવા મળે છે. ત્યાંના લોકો ઘરની આસપાસ નારિયેલી નો ઉછેર કરે છે. તે ખુબજ ગુણકારી હોય છે. તેને શક્તિ નો ખજાનો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં તંદુરસ્તી નું પણ રહસ્ય છુપાયેલું છે. કોઈપણ બીમાર વ્યક્તિ ને નારિયેળ પાણીનું સેવન કરવુ ખુબજ લાભદાયક છે. સગર્ભા મહિલાઓ માટે નારિયેળ પાણી એક વરદાન રૂપ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ નારિયેળ ના ફાયદાઓ વિશે.
નારિયેળ ના ફાયદાઓ:-
નારિયેળ કુમળું પિત્ત નાશક અને પીત્તજવર હોય છે. નારિયેળ નું પાણી ઠંડુ,હિતકારી, તરસ ને મટાડનાર પિત્ત નાશક,વીર્ય વધારનાર ,શક્તિ વર્ધક,નવા કોષોનું નિર્માણ કરનાર તથા મૂત્રમાર્ગ ને સાફ કરનાર એવું ઉત્તમ નારિયેળ નું પાણી શરીર માટે ફાયદાકારક છે. મોટા પાંચ નારિયેળ પાણી ને ઉકારવું પછી મધ જેવું ઘટ્ટ કરવું. તેમાં સૂંઠ,મરી જાયફળ અને જાવણત્રી વગેરે નું ચૂર્ણ બનાવી એક બાટલીમાં ભરી સવાર-સાંજ લેવાથી એસિડીટી,પેટના રોગો,બ્રોડની વૃદ્ધિ વગેરે માટે ફાયદાકારક છે. નારિયેળ નું તેલ શરીર માટે પોષક,મધુર ,શીતર, પિત્તનાશક ,વજન વધારવા તથા હદય રોગ મટે ખૂબ ફાયદાકારક છે.
નારિયેળ પાણી માંસપેશીઓ અને કોષોની વૃદ્ધિ માં વધારો કરે છે. તેમાં બે એસિડ આવેલા એક ટીપટોફેન અને લાઈસીન. તાજા કોપરને છીણીને કપડાં વડે નીચોવી પ્રવાહી નીકળે તેને ક્ષયરસ કહે છે. તે કોડલીવર ઓઈલ જેવું હોય જે શરીર માટે ખુબજ ફાયદાકારક છે.અમેરિકા જેવા દેશ પણ ટીબી માટે નારિયેળ નો ઉપયોગ કરે છે. જો ટીબી માં માથું દુખતું હોય તો નારિયેળ પાણી અથવા દૂધમાં સાકર મિક્સ કર પીવાથી લાભ થાય છે. એસિડિટી ના દર્દીઓ માટે પાણી ખૂબ ફાયદો કરે છે.
પેટ ના દુખાવા માટે જમ્યા બાદ એક કલાક પછી લેવાથી પેટ નો દુખાવો મટે છે. નારિયેળની આંખો ને ફોડી ને તેમાં સિંધવ મીઠું નાખી ભઠ્ઠીમાં શેકીને તેનું ચૂર્ણ બનાવી લીંડીપીપર સાથે લેવાથી ત્રિદોષ નો નાશ થાય છે. સગર્ભા સ્રીઓ એ નારીયેર પાણી ફાયદા કારક છે. ઉનાળામાં નારિયેળ પાણીનું સેવન ખુબજ ફાયદાકારક છે. દરેક રોગોને દૂર કરવામાં નારિયેળ પાણી પીવું ફાયદાકારક છે. કબજિયાત વાળા વ્યક્તિ એ નારિયેળ પાણી પીવાથી ખોરાક સારી રીતે પછી શકાય છે. નારિયેળ પાણી પીવાથી તેમાં રહેલા તત્વો ચહેરા ની ચમકમાં વધારો કરે છે. કિડની અને લીવર ને સ્વસ્થ રાખે છે.
ઉનાળામાં શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે નારીયેર પાણી ખુબજ જરૂરી છે. નારિયેળ માં રહેલ ઇલેક્ટ્રોલાઈટ તત્વ હાઈબ્લડપ્રેશર ને કન્ટ્રોલ માં રાખે છે. આંખોમાં અને ત્વચામાં થયેલ ખામીને દૂર કરવા માં ખુબજ ફાયદાકારક છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.