આજે આપણે જોઈશું ભોંયરીગણી ના છોડ વિશે. આવા છોડ અવાવરી જગ્યાએ જોવા મળે છે. તેને જંગલી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો છોડ નાનો અને કાંટાઓ જોવા મળે છે. તેના પર રીંગણ જેવા ફળ જોવા મળે છે. તેના ફૂલ જાંબલી રંગના હોય છે. તેના પાકા અને કાચા ફળ ના જુદા-જુદા ફાયદાઓ જોવા મળે છે. ખાસ કરીને દાંતના દુખાવા માટે ખુબજ ઉપયોગી છે. તો મિત્રો હવે તેના ફાયદાઓ વિશે જાણીશું.
ભોંયરીગણી ના અદ્ભૂત ફાયદા:-
ભોંયરીગણી ના પાકા અને પીળા ફળ ને માટલામાં મૂકી તેને તેને માટીનો લેપ કરી પછી તપાવી ફળ કાળા થઈ જાય એટલે તેનું ચૂર્ણ બનાવી સવાર-સાંજ મધ સાથે લેવાથી શરદી ,ખાંસી,શ્વાસ, દમ અને અજીર્ણ માં ખૂબજ ફાયદો થાય છે. વધુ પડતા શ્વાસ વાળી વ્યક્તિ એ આખા છોડ ને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી તેટલાજ પ્રમાણ માં હિંગ ભેરવીને સવાર-સાંજ એક નાની ગોળી જેટલુ લેવાથી શ્વાસ બેસી જાય છે.
તેના રસ ને બે ચમચી જેટલો લેવાથી બધાજ મૂત્રમાર્ગ રોગ માટી જાય છે. ભોંયરીગણી ના લીલા કે સૂકા પાનને વાટી તેનો ઉકારો બનાવી પીવાથી કફ,ઉધરસ,લોહીમાં કફ નો વધારો વગેરે મટી જાય છે. દમ વાળી વ્યક્તિઓએ મગને પાનના ઉકાળા માં બાફીને ખથી દમ નો રોગ મટે છે. તેના રસ ને ખસ-ખરજવા પર લગાવાથી જૂનામાં જૂની ખરજવું મટે છે. દાંત દુખતા હોય તેમ કીડા પડ્યા હોય પાયોરિયા, મોંઢા ની દુર્ગંધ વગેરે ને દૂર કરવા માટે તેના ફળને કોલસમાં મૂકી તેના ધુમાળાને મોંઢા માં લેવાથી દાંતનાં રોગો માં રાહત થાય છે.
અનિયમિત રીતે વાળ ખરતા હોય તો તેના રસમાં મધ મિક્સ કરીને લગાવવાથી નવા વાળ ઊગી નીકળે છે. ભોંયરીગણી ના બીજ ને સૂંઘવાથી નાકમાં પાણી , સતત છીંકો અને બળતરા થાય છે. કિડની કે શરીરના કોઇપણ ભાગમાં રહેલી પથરી ને દૂર કરવા માટે તેના રસ દહીં સાથે લેવાથી કાયમ માટે પથરી મટે છે. માથામાં પડતી ઉંદરી ને મટાડવા દહીં માં રસ મિક્સ કરીને લેપ કરવાથી ફાયદો થાય છે.
તેના લીલા ફળને ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે. ભોંયરીગણી ના પાનને પાણીમાં ઉકારી તેની વરાળ લેવાથી પગના સોજા દૂર થાય છે. આખા છોડ ને સૂકવીને તેમાંથી થોડો ભાગ લઈ ને ઉકારી ને પીવાથી કફ,ઉધરસ અને શરદી મટે છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.