ઋતુ પરિવર્તન થતા ઘણા વાયરસ ફેલાય છે જેના કારણે ઉધરસ અને શરદી જેવી બીમારીઓ ફેલાય છે જેના કારણે સતત રોગના ભોગ બની શકાય છે. ૠતુ બદલાતા વાતાવરણમાં પણ પલટો આવે છે જેના લીધે દરેક વ્યક્તિ માં અલગ-અલગ નેચર હોવાથી તેના લીધે શરીરમાં બદલાવ આવે છે જેના કારણે શરદી,તાવ,ઉધરસ અને વિવિધ રોગોના ભોગ બની શકાય છે.
ઉધરસ થવાનું મુખ્ય કારણ ઉનાળાની શરૂઆત માં ઠંડુ પાણી પીવાથી ઉધરસ થાય છે તરહ તળેલું અને તીખી વસ્તુ તથા અવસી ખોરાક અને મીઠાઈઓ પણ ખાવાથી ઉધરસ થાય છે. કોઈપણ ચેપ કે વાઇરસ થવાથી પણ ઉધરસ થાય છે જેના કારણે ઉધરસ ના થાય તે માટે તકેદારી રાખવી જોઈએ.
ઉધરસ મટાડવાના ઘરેલુ ઉપચાર:-
દૂધમાં મરીનું ચૂર્ણ નાખીને પીવાથી ઉધરસ મટે છે. લીંબુનો રસ અને મધ ને સરખે ભાગે મિક્સ કરીને તેમાં પીપર નાખીને પીવાથી ઉધરસ મટે છે. ભોજન પહેલા આદુ,લીંબુનો રસ અને તેમાં સિંધવ મીઠું નાખી લેવાથી ઉધરસ મટે છે. ગંઠોડા અને સૂંઠ નું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ઉધરસ મટે છે. લવિંગ ને મોંમાં રાખવાથી ખુબજ કંટારાજનક ખાંસી મટી જાય છે.
દાડમના ફળની છાલ નો ટુકડો મોં માં રાખી ચૂસવાથી શરદી,ખાંસી અને ગળાનો સોજો પણ મટે છે. દ્રાક્ષ પિત્તપાપડો અને સૂકા ધાણા ને સરખી માત્રા માં લઇ ને પીવાથી ઉધરસ મટે છે. ફુદીનાનો રસ પીવાથી ઉલટી,ઉધરસ,કોલેરા,અતિસાર વગેરે મટી જાય છે તે ઉપરાંત વાયુ અને કૃમિ પણ મટે છે. બાજરીના લોટમાં હળદર મેળવીને રાતે ફાકી જવુ તથા ઉપર પાણી ન પીવું જેના કારણે ઉધરસ મટી જાય છે. રોજ રાતે ચના ખાઈને સુઈ જવાથી ઉધરસ મટે છે ઉપરથી પાણી ન પીવું જોઈએ.
સિંધવ, લસણ અને ખાંડ ને સરખી માત્રા માં લઇ ને ઘી મિક્સ કરીને ચાટવાથી ઉધરસ માટી જાય છે. તથા ભોંયરીગણીનો રસ પીવાથી ઉધરસ માં ફાયદો થાય છે. દિવસમાં ત્રણ વાર મધ ચાટવાથી કફ છૂટો પડે છે. હળદર અને મીઠા વાળા ચના રાતે ખાવાથી કાયમ માટેની ઉધરસ મટે છે. નાના બાળકોને જો શિયાળા માં કાયમ માટે ઉધરસ રહેતી હોય તો અજમો,સરસવનું તેલ ને ગરમ કરીને પોટલી બાંધવાથી શરદી,ઉધરસ મટી જાય છે.
ગરમ કરેલા દૂધમાં હળદર નાખી ને પીવાથી ઉધરસ મટે છે. ગરમ પાણીમાં અજમો નાખી પીવાથી ખાંસી માં આરામ મળે છે. તુલસીના રસમાં સાકર મિક્સ કરીને પીવાથી કફ છૂટો પડે છે અને ઉધરસ મટી જાય છે. રાતે સૂતી વખતે મોમાં મીઠાની કોકરી રાખવાથી ઉધરસ મટી જાય છે. જમ્યા પછી ખજૂર ખાઈ ને ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ છૂટો પડી જાય છે.
અજમાં ને રાતે મીઠા અને હળદરમાં પલાળીને સવારે તડકામાં સૂકવીને ગરમ કરી દેશી ગોળ ની સાથે લેવાથી ઉધરસ મટે છે. આ ઉપાય કર્યા પછી ગરમ પાણી પીવું અને તેના પછી કંઈપણ ન ખાવું જોઈએ. આ પ્રયોગ દિવસમાં બે વાર કરવો જોઈએ.
મિત્રો આ આર્ટિકલ ઉધરસ માટેના ઉપાય નો છે જો તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરીવારજનો માં અવશ્ય share કરો. અને જો તમે હજુ સુધી અમારા પેજને લાઈક નથી કર્યું તો નિચેવાળું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો. ધન્યવાદ.