દરેક વ્યક્તિમાં ખાસ કરીને આ સમસ્યા જોવા મળે છે. નાની ઉંમરથી લઇ ને મોટા લોકોમાં પણ એસિડિટી જોવા મળે છે તે દરેકના શરીરમાં એક ઘર બનાવી દીધું છે. આજકાલ લોકોમાં ટેસ્ટી ખાવાનું બહુ જ પસંદ કરતાં હોય છે. જેથી એસિડનું પ્રમાણ વધે છે જેના કારણે એસિડીટી થાય છે. વધુ પડતા મસાલા વાળું,તેલ અને ગરમ ખોરાક લેવાથી એસિડીટી થાય છે. ઘણા લોકોમાં એસિડિટીએ દૂધ અને ખાટા પદાર્થો ખાવાથી પણ જોવા મળે છે. એસિડીટી થવાનું મુખ્ય કારણ છે ખોરાક લેવાથી હોજરીમાં એસિડ નું પ્રમાણ વધે છે જેના કારણે ખાટા ઓડકાળ આવે છે આથી એસિડીટી થાય છે.
શરીરમાં બે પ્રકારમાં ના પિત્ત જોવા મળે છે એક શીત પિત જેનાથી શરીરની બહારના ગુમડા જોવા મળે છે અને બીજા ઉષ્ણપિત જેનાથી એસિડીટી થાય છે. જે શરીર માટે ખુબજ હાનિકારક છે. આવું વારંવાર થવાથી શરીમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. આનાથી ઘણા લોકો પરેશાન થાય છે અને કામ કરવું પણ ગમતું નથી. એસિડિટી થવાનું મુખ્ય કારણ છે ઉજાગરા ન કરવા,તળેલી અને ખાટા પદાર્થો ન ખાવા જોઈએ. તે ઉપરાંત ભુખ્યા ન રહેવું જોઈએ. કોઈ પણ વસ્તુ ખાઈ લેવી જોઈએ અને પાણીનો વધારે ઉપયોગ કરવો જોઈએ.
🔴એસિડીટી મટાડવાના ઘરેલુ ઉપાયો:-
એસિડીટી થતી હોય તેને જમ્યા પછી ઠંડુ અને વધારે પાણી ન પીવું જોઈએ. જીરું અને અજમોને સરખા પ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવી સવારે ગરમ પાણી સાથે નયના કોઠે લેવાથી અને રાતે ઊંઘતા પહેલા લેવાથી એસિડીટી મટી જાય છે. બપોરે અને રાતે જમ્યા પછી વરિયાળી અને સાકરને મિક્સ કરીને મુખવાસ ખાવાથી એસિડીટી મટે છે. એસિડીટી થઈ હોય તો એક ચમચી ભરીને ચોખા ચાવીને ખાધા પછી ઉપર પાણી પીવાથી એસિડીટી મટી જાય છે. એક ચમચી દેશી ગાયનું ઘી લઈ તેને ગરમ પાણી સાથે સવારે ભુખ્યા પેટે પીવાથી એસિડીટી મટી જાય છે.
નિરંજન ફળને રાતે પાણી માં પલાળી આખી રાત રાખી તે પાણી ને સવારે વહેલા પી જવાથી એસિડીટી ગમેતેવી હોય તોપણ મટી જાય છે. એવું જ ફરીથી સવારે પલાળી રાતે પીવાથી એસિડીટી મટી જાય છે. આ પ્રયોગ ચાર દિવસ સુધી કરવો જોઈએ. જે લોકો બેઠાડું જીવન જીવે છે તે લોકો એ વ્રજાસન કરવું જોઈએ. જો તમારે એસિડીટી ને દૂર કરવી હોય તો બજારનું તળેલું,તીખું,અને તેલ વળી વસ્તુઓ છોડી દેવી જોઈએ. જે લોકોને એસિડીટી ન હોય તેવા લોકોએ જમ્યા બાદ પાણી ન પીવું જોઈએ. તમને ક્યારેય એસિડીટી ન થાય.
સવાર-સવારમાં તુલસીના પાનને ચાવી લેવાથી એસિડિટી મટે છે તે ઉપરાંત તેની સાથે અન્ય રોગો પણ મટી જાય છે. જ્યારે ઘણા લોકોને રાત ના સમયે અથવા તો જમ્યા બાદ એસિડીટી થાય છે તેવા લોકો એ એક ગ્લાસ ભરીને કાચું દૂધ પીવાથી એસિડીટી નાબૂદ થાય છે. કેળાં એ એસિડીટી માં ખુબજ રાહત અપાવે છે જો રોજ કેળાં નું સેવન કરવાથી તેમાં રહેલા પોટેશિયમ અને ફાઇબર એસિડનો નાશ કરે છે તેથી કેળાં ખાવા ખૂબ જરૂરી છે. રોજ સવારે સફરજનના સિરકાને ઠંડા પાણી સાથે લેવાથી એસિડીટી ની સમસ્યા દૂર થાય છે. તેમજ પાચનશક્તિ માં સુધારો થાય છે.
સવાર અને સાંજે જમ્યા બાદ ફુદીનાની ચા પીવાથી એસિડિટી થતી નથી. રામબાણ ઈલાજ તરીકે ઓળખવામાં આવતી એસિડીટી માટે ઇલાયચી એ ખુબજ મોટો ફાયદો કરે છે. મેથીના દાણા ને રોજ રાતે પાણી માં પલાળી સવારે ખાઈ લેવાથી લાંબાગાળાની એસિડિટી મટે છે. સફેદ કાંદા ને પીસી તેમાં દહીં અને સાકર મેળવીને ખાવાથી એસિડીટી મટી જાય છે. આમળાનો રસ અને કાળી દ્રાક્ષ પછી તેમાં મધ નાખીને લેવાથી એસિડીટી મટી જાય છે. એલચી,સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડીટી ભાગી જાય છે. લીંબુનો શરબત બનાવી બપોરના જમ્યા પછી પીવાથી એસિડીટી થતી નથી.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.