મિત્રો મરડો થાય ત્યારે ખુબજ તકલીફ પડે છે. ક્યારેક ઝાડા વાટે પરુ આવે છે તો ક્યારેક લોહી પણ આવે છે. મરડો થાય ત્યારે પેટમાં ચૂંક આવે તો ક્યારેક પેટમાં દુઃખે છે. પેટ ભારે થઈ જાય છે. વારંવાર ટોયલેટ જવું પડે છે તો કેટલીકવાર તાવ પણ આવે છે. આ મરડા ના વાઇરસ મોં દ્રારા આંતરડામાં જાય છે. ખાસ કરીને કરીને તે મળ ને અસર કરે છે. મરડો થવાથી મળમાં ચીકાશ
જોવા મળે છે. જે લોકો ખોરાક લેવામાં ધ્યાન ન રાખે અથવા વધુ પડતો ખોરક લે તો પચવામાં વાર લાગે છે તેથી ખોરાક ચાવીને ખાવો જોઈએ.
મરડો થાય ત્યારે ખોરાક લેવામાં અને પાણી પીવામાં ખુબજ ધ્યાન રાખવું જોઇએ. પાણીને ઉકારીને પીવું જોઈએ. મરડો થાય ત્યારે પાણી ખુબજ પીવું જોઈએ. ચોમાસાની ઋતુમાં આ રોગનો ફેલાવો થાય છે. તેમાં ઝાડા અને મરડો બન્ને અલગ વસ્તુ છે. મરડો મુખ્યતે પાણી દૂષિત થવાને કારણે તેમાં વાઇરસ નો ફેલાવો થાય છે અને તે પાણીનો ઉપયોગ કરવાથી મરડો થાય છે. જ્યારે વાસી કે બજારની વસ્તુ ખાવાથી અપચો થાય છે જેના કારણે સતત અપચો રહેવાથી તે મરડામાં પરિણમે છે. વારંવાર ટોયલેટ જવાથી મળ માં સોજો આવી જાય છે. જો આ મરડો થાય તો તેનો જલ્દીથી ઉપચાર કરવો જોઈએ નહિ તો તે ઘાતક સાબિત થાય છે. મિત્રો હવે મરડાના ઉપચાર વિશે જાણીએ.
🔴મરડાના ઘરેલુ ઉપચાર:-
મરડા માટેનો એક સરળ ઉપાય કે 2 ચમચી દહીં લઇ તેમાં થોડી ખસખસ નાખી ખુબજ ચાવીને ખાવાથી મરડો મટી જાય છે. અડધા ગ્લાસ દૂધમાં એરંડીયું નાખી એક જ ટાઈમ પી જવાથી મરડો મટી જાય છે. બીલીના ફળનો શરબત બનાવી પીવાથી પણ મરડો મટી જાય છે. જો વધારે પ્રમાણમાં મરડાની અસર હોય તો આદુને છીણીને તેમાંથી 3 ટીપાં રસ ને નાભિમાં લગાવાથી ગમેતેવો મરડો મટી જાય છે.
જે લોકો ને મરડો થયો હોય તે લોકોએ પાણીનું પ્રમાણ ઘટી જાય છે તેવા લોકોએ લીંબુનું શરબત પીવું જોઈએ. મરડો થાય એટલે મેંદા, આથાવાળી અને બહારનો ખોરાક બંધ કરી દેવો જોઈએ. બાવળની શીંગોને ફુલાવેલી ફટકડી સાથે ખરલમાં લસોટી ગોળી બનાવી સવાર-સાંજ લેવાથી મરડો મટે છે. ચૂર્ણને ગરમ પાણીમાં ગરમ કરી પછી નિતર્યું પાણી માં એક ચમચી ઘી નાખી દિવસમાં બે વાર લેવાથી મરડો મટે છે. લીંબુ નો શરબત પીવાથી પણ મરડો મટે છે.
જાંબુની છાલનો 10 ગ્રામ ઉકારો મધ સાથે પીવાથી મરડો મટે છે. કેરી ની ગોટલી જાંબુના ઠળિયા નું ચૂર્ણ છાસ સાથે લેવાથી પેટની ચૂંક અને જૂનો મરડો મટે છે. બીલીના ગર્ભમાં છાસ નાખીને પીવાથી મરડો મટે છે. મરિના બારીક ચૂર્ણ ને છાસ સાથે પીવાથી મરડો મટે છે. મધ,સાકર અને ખાંડ સરખે ભાગે ખાવાથી મરડો મટી જાય છે. મીઠા લીમડાના પાનને ચાવીને ખાવાથી મરડો મટી જાય છે. મેથીના લોટ ને દહીં માં મિક્સ કરીને ખાવાથી મરડો મતે છે અને પેટમાં પણ ચૂક મટે છે.
મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે. ગરમ પાણીમાં સૂંઠ ફાકવાથી કે સૂંઠનો ઉકારો બનાવી એરંડીયું નાખી પીવાથી મરડો મટે છે. ગલગોટાના પાંદડા ના રસમાં મીઠું નાખીને 3 વાર પીવાથી મરડો મટે છે. મરડામાં 2 કેળા અને તેનાથી અડઠું દહીં ખાવાથી મરડો મટે છે. મેથીના શાકમાં કાળી દ્રાક્ષ ભેરવીને ખાવાથી મરડો મટે છે. કોથમીરને પાણી માં ઉકારી પીવાથી પેટનો દુખાવો મટે છે. મરડા વાળા વ્યક્તિ એ હલકો ખોરાક જેવો કે ખીચડી,સાબુદાણાની ખીચડી,દાડમનો રસ વગેરે ખાવું જોઈએ.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.