શું તમે ઉધઈ થી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય..

આપણી આસપાસ અને ઘરમાં ઘણા જીવજંતુઓ જોવા મળે છે જેમાં ગરોળી,વંન્દો,કીડી મંકોડા અને ઉધઈ વગેરે જોવા મળે છે. બાકીના જીવજંતુ બહાર જોવા મળે છે જયારે ઉધઈ એ લાકડા ની અંદર રહે છે જેના કારણે લાકડું ખવાય જાય છે. ખાસ કરીને ઉધઈ જુના ઘરમાં, લાકડાના ફર્નીચર માં ,લાકડામાં વગેરે જગ્યાએ જોવા મળે છે.તે લાકડાનો ખોરાક તરીકે ઉપયોગ કરી ને તેને પૂરેપૂરું ખતમ કરી નાખે છે. તે દરેક ઋતુમાં જોવા મળે છે પરંતુ ચોમાસામાં તેનો ફેલાવો વધુ હોય છે.ઉધઈ દેખાવમાં કીડી જેવી પણ સફેદ રંગની હોય છે.તે અંધારામાં વધુ રહે છે. તે બુક,અલમારી વગેરે પૂરું કરી નાખે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઉધઈ દૂર કરવાના ઉપાયો:-

જો ઉધઈનો ચેપ કબાટ અને બુક માં લાગેલો હોય તો તેને તડકામાં 4 થી 5 કલાક સુધી મૂકી રાખવાથી ઉંડાઇ મારી જાય છે.આવું બે દિવસ સુધી કરવું જોઇએ.ઉધઈ ને કડવા રસ થી બહુ દૂર ભાગે છે તેથી કારેલાનો રસ અને લીમડાના રસનો છંટકાવ કરવાથી ઉધઈ કાયમ માટે મટી જાય છે.થોડી વાર તડકામાં મૂકી રાખવાથી અને પોલિશ કરવાથી દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઉધઈ ને લાલ મરચાને નો છંટકાવ કરવાથી મરી જાય છે.મીઠાનો ઉપયોગ કરીને તેનો 4 થી 5 દિવસ સુધી છાંટવાથી ઉધઈ મારી જાય છે.કેરોસીન ની સુગંધ ખુબજ તેજ હોવાથી તેનો છંટકાવ અઠવાડિયામાં 2 દિવસ સુધી કરવાથી ઉધઈ બધી જ મરી જાય છે.કપૂરની ગોળી ને લાકડામાં મૂકી રાખવાથી ઉધઈ ના બધાજ કીડા મારી જાય છે.સંતરા ની છાલ,તેનું તેલ અને તેનો પાઉડર બનાવીને ઉપયોગ કરવાથી ઉધઈ દૂર કરી શકાય છે.બોરીક એસિડ નો છંટકાવ કરવાથી બધાજ કીડા મારી જાય છે.લાકડાંની ખવાઈ જતું અટકાવવા માટે હિંગ ના ટુકડાને કપડામાં બાધી ને રાખવાથી દૂર થાય છે.ઘરમાં ઉજાસ આવે તે રીતે બારી બારણાં હોવા જોઈએ. તથા ઘરની આસપાસ પાણી બરાવું ન જોઈએ.

સેલુલોઝ એ ઉધઈ નો ખોરાક હોવાથી આવી જગ્યાએ ખોખા મુકવા જોઈએ.લીમડાનું તેલ ઉધઈ ના વિકાસ ને અટકાવે છે.વીનેગારમાં લીંબુનો રસ મિક્સ કરીને સ્પ્રે દ્રારા છાંટવાથી દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય શેર કરો.

Leave a Comment