આ યુગમાં બેઠાડું જીવન અને વધુ પડતા ચરબી વાળા ખોરાક લેવાના કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બને છે. તેમાં મોટા પ્રમાણમાં જોવા મળતો રોગ ડાયાબિટીસ છે. ડાયાબિટીસ એ વધુ પડતા સુગર એટલે કે ગળ્યા ખોરાક અને પચી ના શકે તેવા એટલે કે જંકફૂડ, ફાસ્ટફૂડ જેવા ખોરાક અને ઠંડા પીના જેવાકે પેપ્સી, કોકો-કોલા તેવા પીણાં પીવાથી ડાયાબિટીસ ના ભોગ બની જવાય છે.
ડાયાબિટીસ એ તરત મટે એવો રોગ નથી પરંતુ આજે એવા ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર વિશે વાત કરીશું. જેના વડે તમે ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરી શકો અને જો આ ઉપાય લાંબા સમય સુધી કરો છો તો તમે ડાયાબિટીસ ને જડમૂળથી દૂર કરી શકશો અને 100 % ડાયાબિટીસ ના રોગ સામે જંગ જીતી શકશો અને એકદમ તંદુરસ્ત બની જશો તો આ દેશી ઉપચાર અપનાવો અને દૂર કરો તમારી ડાયાબિટીસ.
દરરોજ 50 થી 70 ગ્રામ સારાં પાકાં જાંબુ લઈ તેને ચારગણા ઉકળતા પાણીમાં નાખી અને તેને ૧૫ થી 20 મિનિટ સુધી ઢાંકી રાખી , પછી હાથ વડે મસળી તેને એક સ્વચ્છ કપડાથી ગાળી લો પછી તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી તમારી ડાયાબિટીસ ઘટે છે અને તમારી કિડની કાર્યક્ષમ બને છે જેથી તમારા પેશાબમાં સુગરનું પ્રમાણ ઘટે છે , આ પ્રયોગ કરવાથી 100 % ફાયદો થાય છે.
પાકા જાંબુના ઠળિયા 200 ગ્રામ લો પછી તેમાં લીમડાની ગળો 50 ગ્રામ , હળદર 60 ગ્રામ અને મરી 40 ગ્રામ નાખી ખાંડી લો, અને આ ચૂર્ણ ને સવાર – સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી મધુપ્રમેહમાં ચોક્કસ ફાયદો થાય છે. અને સાથે ડાયાબિટીસ ના કારણે થતા રોગો પણ દૂર થાય છે.
જો ડાયાબિટીસ થી પરેશાન હોય તો હરડે, બહેડા, આમળાં, લીમડાની અંદરની છાલ અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ તેને સારી રીતે ચૂર્ણ બનાવી સવાર – સાંજે લેવાથી તમારી કિડની સ્વસ્થ બને છે. તેથી ડાયાબિટીસ દૂર થાય છે અને આપણું શરીર સ્વસ્થ બને છે.
હળદરના ગાંઠિયાને પીસી ઘીમાં શેકી લો અને તેમાં સાકર ભેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે અને તેના લગતા રોગો દૂર થાય છે. આમળાં અને વરિયાળી બંને સરખા ભાગે લઇ તેનો પાઉડર બનાવી દરરોજ સવારે નયનાકાંઠે 1 ચમચી હુંફાળા પાણી સાથે ફાકવાથી ડાયાબિટીસ મટે છે.
દરરોજ ખાટી આંબલી ના ઠળિયા લો અને તેને ધીમા તાપે સેકી દરરોજ ખાવાથી મધુપ્રમેહ માં સારો ફાયદો થાય છે. સીતાફળ ના પાનનો ઉકાળો બનાવી દરરોજ 2 ચમચી નાયાકાંઠે પીવાથી ડાયાબિટીસ માં સારો લાભ થાય છે.
શુદ્ધ કેસર ના 4 થી 5 તાંતણા લઇ તેને એક ચમચી દેશી ઘી માં મસળીને સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ માં સારો લાભ થાય છે અને રોજ સવારે અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગડો નો પાઉડર મિક્સ કરીને લેવાથી ડાયાબિટીસ માં 100 % સારો લાભ મળે છે. અને ડાયાબિટીસ ને લાગતા તમામ રોગો દૂર થાય છે.
દેશી આંબાના પાન લઈ તેનો સારી રીતે પાઉડર બનાવી સવાર-સાંજ જમ્યા હુંફાળા પાણી સાથે લેવાથી ડાયાબિટીસ મટે છે. કડવા લીમડાના 5 પાન સવારે ઉઠી ને ચાવી ખાવાથી ડાયાબિટીસ મટે છે અને તમારી કિડની સ્વસ્થ બને છે જેથી તમારું શરીર પણ સ્વસ્થ બને છે.
મિત્રો આ ઉપાય 100% સત્ય છે અને તમારા માટે ખુબજ ફાયદાકારક છે અને 100% કારગર છે તો જરૂર આ ઉપચાર કરો અને દૂર કરો તમારી ડાયાબિટીસ. અને આ પોસ્ટ ને વધુમાં વધુ Share કરો…. Share કરો…..