મિત્રો આજકાલ દરેકમાં જુવાન હોય કે કિશોર બધાજ આ દુઃખવાથી પરેશાન જોવા મળે છે. લોકો એનો ખાસ કરીને ભોગ બનેલા જોવા મળે છે. આજકાલ બજારનું ખાવાનું લોકો વધારે પસંદ કરતાં હોય છે જેના કારણે ધુ પડતા ખટાશ અને અથાવાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો પણ દુખવા થઈ શકે છે. ઘણા લોકો વધુ પડતો વજન ઊંચો કરે છે જેના કારણે નસ નો દુખાવો,હાડકાનો અને સ્નાયુના દુખવા જોવા મળે છે
કમરના દુખવા માટેના કારણો:-
જુવાનીમાં લોકો શરીરને સુંદર બનાવવા માટે જિમ માં જાયય છે જેના કારણે વધુ પડતી કસરત થવાથી કારણો દુખાવો જોવા મળે છે. 21મી સદી માં લોકો કોમ્પ્યૂટર નો કલાકો સુધી ઉપયોગ કરે છે જેના કારણે પણ કમરનો દુખાવો થાય છે. જો ટેબલ અને ખુરશી ની ગોઠવણ સારી ના હોય તો પણ દુખાવો થાય શકે છેલાંબા સમય થી કમરનો દુખાવો હોય તો તે મનકાનો દુખાવો હોય શકે કારણકે ગાદી ધસાઈ જવાથી પણ દુખાવો જોવા મળે છે.
જે લોકોનું બેઠાડું જીવન હોય અને વધુ પડતો વજન હોય તેવા લોકોને કમરનો દુખાવો જોવા મળે છે. વધુ પડતી કસરત કરવાથી પણ દુખાવો થાય છે. આમ જુદા-જુદા કારણો ને લીધે પણ કમરનો દુખાવો થાય છે.
કમરના દુખવા મટાડવાના ઉપાયો:-
મિત્રો ખાસ કરીને જુમાંના જૂનો દુખાવો કે જે દૂધ માં સૂંઠ ને મિક્સ કરીને પીવાથી કમરનો દુખાવો દૂર થાય છે તથા પગ ,ગોઠણ અને બીજા દુખાવા માં પણ તેને મિક્સ કરીને બન્ને ટાઈમ પીવાથી ખુબજ ફાયદો થાય છે. આકડાના પાનને બન્ને બાજુ તેલ લગાવી ગરમ કરીને જ્યાં દુઃખ ઓ હોય ત્યાં ઉકવાથી ગમેતેવો દુખાવો માટી જાય છે.
કમરના દુખાવામાં સરસો અને બદામના તેલ ની માલિશ કરવાથી મટે છે. રાતે સૂતી વખતે ગરમ પાણીમાં હળદર નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે. લસણની પેસ્ટ બનાવી કમર પર લગાવી ટુવાલ ને ગરમ પાણી માં નીચોવી શેક કરવાથી મટે છે. આદુની પેસ્ટને જ્યાં દુખાવો હોય ત્યાં લગાવવાથી થોડા દિવસોમાં દુખાવો મટી જાય છે. ગરમ પાણીમાં મીઠું નાખી ને નહાવાથી કમરનો દુખાવાઓ મટે છે.
રોજ સવારે યોગાસન કરીને પણ કમરનો દુખાવો દૂર થાય છે. ખજૂર ને ગરમ પાણીમાં પલાળી ને તેને ક્રશ કરી પીવાથી પણ લાભ થાય છે. મેથીના સૂકા દાણાને પાણી સાથે પીવાથી કમરનો દુખાવો મટે છે. તથા શિયાળામાં ની ઋતુમાં બાવળ નો ગુંદર ખાવાથી
કમર મજબૂત બને છે જેના કારણે દુઃખવાથી દૂર રહી શકાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવાજનોમાં અવશ્ય share કરો.