દેશ વિદેશ માં રહેલા દરેક ને મારે એક વાત ખાસ જણાવવી છે કે હાથ અને પગ માં ખાલી ચડી જાય છે એના વિશે જાણીશું કે સામાન્ય રીતે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે હાથ કે પગ જો દબાણમાં આવી જાય અને એક બે કલાક એમને એમ રહી જાય તો ખાલી ચડી જાય છે. જો આપણે વજ્રાસન માં બેસીએ તો પણ ખાલી ચડી જતી હોય છે. જો કોઈ કથા સાંભળવા કે પછી ફિલ્મ જોવા ગયા હોય અથવા બાળકોને પરીક્ષામાં બે-ત્રણ કલાક સળંગ બેસી રહેવામાં આવે તો ખાલી ચડી જતી હોય છે જો આ રીતે ખાલી ચડી જાય તો તેમનું blood સર્ક્યુલેશન ઓછું થતું હોય છે પરંતુ વારંવાર અચાનક હાથ-પગમાં ખાલી ચડી જાય તો તેને ગંભીરતાથી ધ્યાનમાં લેવું જોઈએ.
આજે આપણે ખાલી કેમ ચડે છે તેના કારણો લક્ષણો અને ઉપાયો વિશે જાણીશું
જો મિત્રો તમને કેલ્શિયમની ખામી રહેતી હોય તો તમને ખાલી અવશ્ય ચડી જતી હોય છે. જો વારંવાર હાથ-પગમાં ખાલી ચડી જાય તો એકવાર લેબોરેટરી રિપોર્ટ કરાવવો જરૂરી છે. જો કેલ્શિયમ નોર્મલ આવે તો વાંધો નહીં પણ કેલ્શિયમની ઉણપ બતાવે તો ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી પણ આયુર્વેદિક રીતે હું તમને એક ઉપાય બતાવુ છું કે જો કેલ્શિયમને કારણે હાથ પગમાં ખાલી ચઢી જાય તો તમારે દૂધ અને કેળાનું સેવન વધુ પ્રમાણમાં એટલે કે દિવસમાં સવાર-સાંજ અને બપોર એમ ત્રણ ટાઈમ કેળા અને દૂધ ખાવા જોઈએ આને કારણે તમારા શરીરમાં પૂરતું કૅલ્શિયમ મળી રહેશે. જો કેલ્શિયમ ની ઉણપ રહેશે તો હાથ પગ ના હાડકા નબળા પડી જાય છે અને વૃદ્ધાવસ્થામાં પગના લથડીયા ખાતા થઈ જાય છે.
બીજું છે વિટામિન બી 12. જો તમારા શરીરમાં આ વિટામિન ની ઊણપ સર્જાય ત્યારે હાથ-પગમાં ખાલી ચડી જતી હોવા મળે છે જો શરીરમાં બધા વિટામિન પૂરતા પ્રમાણમાં હોય કે ના હોય પણ વિટામિન બી 12 ઓછું થઈ જાય ત્યારે હાથ-પગમાં ખાલી ચડી જાય છે જાણે કે હાથ પગ જુઠા પડી ગયા હોય એમ લાગે છે બીજું હાથ-પગમાં ધ્રુજારી આવી જાય છે.વિટામિન બી 12 એ મગજ અને જ્ઞાન તંતુ સક્રિય રાખે છે. જો વિટામિન બી 12 ની ઉણપ વધુ સમય રહે છે તો યાદશક્તિ જતી રહે છે. 10 મિનિટ પહેલા તમે ક્યાં ગયા હોય કે કઈ ખાધું હોય એ પણ યાદ રહેતું નથી.બી 12નો એલોપેથીક માં ઇન્જેકશન લેવાના હોય છે આ ઇન્જેકશન દસ દિવસ માં પાંચ લેવાના હોય છે. આયુર્વેદ માં જણાવીએ તો આથા વાળા પદાર્થો કે ફણગાવેલા કઠોળ,લીલા શાકભજી લેશો તો બી 12 ની ભરપાઈ આપો આપ થઈ જશે.
ત્રીજું છે લોહતત્વ હિમોગ્લબિન ની ઉણપ રહેતી હોય ત્યારે હાથ પગ માં ખાલી ચડી જતી હોય છે. પુરુષો માં લોહી ની ટકાવારી 13થી 14હોય છે અને સ્ત્રીઓ માં 11 થી 12 ટકા જવા મળે છે. આ ટકાવારી થી તમારા શરીરમાં હિમોગ્લોબીન 10% કરતા ઓછું હોય ત્યારે હાથ-પગના જમ જમતી આવતી હોય છે અને ખાલી પણ ચડી જતી હોય છે. નેચરલ હિમોગ્લબિન વધે એ માટે આયુર્વેદ માં ત્રણ વસ્તુ ખાવાની હોય છે એ એક છે પાલક ની ભાજી નો રસ સવારે એક ગ્લાસ પીવાનો અને શિયાળા માં પાલક ની ભાજી નું શાક ખાવાનું બીજું છે ગોળ નો ઉપયોગ બને ત્યાં સુધી વધારે કરો ત્રીજું છે બીટ. આ ત્રણ નો ઉપયોગ વધી જશે તો તમારું હિમોગ્લબિન એક જ મહિના માં વધી જશે.
નંબર ચાર કે તમારો ગરદન નો મણકો દબાતો હોય કે કોઈ પણ શરીર ની નસ દબાતી હોય ત્યારે હાથ પગ માં ખાલી ચડી જાય છે. સાયટિકા એ આમાંનો જ એક પ્રકાર છે. જો તમને શરીર ના કોઈ પણ ભાગ માં કોઈ પણ જગ્યા એ નસ દબાતી હોય તો ગરમ પાણી નો શેક કરવો જોઈએ. આમ કરવામાં આવશે તો તમારું બ્લડ સરક્યું લેશન ઝડપથી થશે અને તમને ખાલી ચડતી અટકી જશે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.