વહેલી સવારમાં નવું નવું ખાવાની ઈચ્છા થતી હોય છે. ઠંડી નું વાતાવરણ હોય એટલે શરીર માં ગરમી નું તાપમાન રહે એ માટે મેથીની ભાજી, પાલક ની ભાજી, ડ્રાય ફ્રુટ,ગાજર,લીલા ચણા ખાવાનું મન થતું હોય છે. લીલા ચણા નું શાક પુલાવ અને ભજિયા પણ બનાવવામાં આવે છે. તે સ્વાદે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં કેલ્શિય,ફાઇબર,કાર્બોહાઇડ્રેટ,આયન અને વિટામિન ખુબજ પ્રમાણમાં રહેલા હોય છે. તે શરીર ને એનર્જી આપવાનું કામ કરે છે.
શિયાળા માં ખાવો લીલા ચણા અને જાણો તેના અનહદ ફાયદા
ઠંડી ની શરૂઆત થઈ જાય એટલે બજારમાં અનેક નવી-નવી વસ્તુઓ આવી જતી હોય છે. પરંતુ શિયાળામાં જોવા મળતા લીલા ચણા ખાવા એ શરીરને તંદરસ્ત રાખવા માટે ઘણા ફાયદાકરક માનવામાં આવે છે.તેની સાથે-સાથે અનેક બીમારીઓ પણ દૂર થઈ જાય છે.
લીલા ચણા નો ઉપયોગ શેકીને,પુલવમાં વગેરે માં ઉપયોગ થાય છે અથવા તો શાક બનાવી ને પણ ખાઈ શકાય છે. લીલા ચણા એ બાળકો ને ખાવાની મજા વધારે આવતી હોય છે આમ ચણા દરેકને પ્રિય હોય છે.
લીલા ચણા ખાવાથી પ્રોટીન , કેલ્શિયમ,વિટામિન મળી રહે છે. લીલા ચણા માં ભરપૂર માત્રા માં ફાયબર હોય છે. દરરોજ સવારે ૧૦૦ ગ્રામ જેટલા લીલા ચણા ખાવા માં આવે તો પાચનક્રિયા સારી રહે છે. લીલા ચણા એ તમે આખા દિવસ દરમિયાન જે કંઈ ખાવો છો તેને પાચન કરવાનું કામ કરે છે . શિયાળાની સવાર માં ખાધેલા ચણા એ આખા વર્ષ ની પાચન શક્તિ સારી બનાવે છે.
શરીર માં વધતી જતી ચરબી ને કંટ્રોલ માં રાખવાનું કામ એ લીલા ચણા કરે છે. તેમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોવાથી આંખોનું તેજ સારું રહે છે અને જે કોઈ ને આંખોના નંબર હોય તેમને ધીમે ધીમે ઓછા થઇ જાય છે. લીલા ચણા માં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે લોહી બનાવવામાં ફાયદાકારક હોય છે તેની સાથો સાથ ત્વચાને પણ સુંદર બનાવે છે. સંશોધન થયેલું છે કે લીલા ચણા એ કેલેસ્ટોલ ને કંટ્રોલ માં રાખે છે અને હદય પણ ઉતેજીત રીતે કામ કરે છે.
બ્લડ સુગર એટલે કે ડાયાિટીસના ના દર્દીઓએ રોજ સવારે એક વાટકી લીલા ચણા ખાવા જોઈએ તેના કારણે સુગર નોર્મલ રહે છે. શરીર માં સુગર નું પ્રમાણ લેવલ કરતા વધારે રહેતું હોય તો શિયાળામાં તો લીલા ચણા ખાવા જોઈએ પણ બીજી ઋત માં લીલા ચણા બજાર માં ઉપલબ્ધ ન હોય તો સૂકા ચણા પણ ખાશો તો સુગર ઓછું રહેશે.
વિટામિન સી એ લીલા ચણા માં ભરપૂર માત્રામાં હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ ને વધારવાનું કાર્ય કરે છે. શિયાળાની ઋતુમાં લીલા ચણા ખાવા જ જોઈએ. જે હાડકાને પણ મજબૂત બનાવે છે. લીલા ચણા માં એન્ટિઓક્સિડન્ટ હોવાથી બધીજ બીમારીઓ દૂર રહે છે અને ઝલદી ઘડપણ આવા દેતું નથી. લોહીના ઉણપ વાળા વ્યક્તિઓએ લીલા ચણાનું સેવન કરવાથી લોહીમાં વધારો થાય છે. અનિમિયામાં દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.