ખાસ કરીને આ બીમારી નાના બાળકો માં વધુ જોવા મળે છે અને ક્યારેક મોટા લોકો પણ આ બીમારી નો ભોગ બનેલો જોવા મળે છે પેટ માં રોગો જેવા કે કીડા,કૃમી વગેરે ને દૂર રાખવા માટે ખોરાક લેવામાં ખુબ જ ધ્યાન રાખવું જોઈએ તથા તે સાથે કાળજી પણ લેવી જોઇએ. નાના બાળકો માં વધુ પડતો દૂધ નો ઉપયોગ અને તેમાંથી બનતી વસ્તુઓ જેવી કે પેંડા,બિસ્કિટ,દૂધ સાથે ખાંડ અને સાકર ખાવાથી પેટના કૃમિ અને કીડા જોવા મળે છે. તેને કૃમિ કહે છે.
આવા કૃમિ ખાસ કરીને સફેદ રંગના જોવા મળે છે જે બીજના ફૂટેલા અંકુર જેવા દેખાય છે. તે ખૂબ વધારે પ્રમાનમાં જોવા મળે છે. કૃમિ થયેલ વ્યક્તિ એ ગોળ અને મીઠાઈઓ ન ખાવી જોઈએ. નાના બાળકોને ખાંડ વગરનું દૂધ આપવું જોઈએ તથા ગળ્યા પદાર્થો નું સેવન ઓછું રાખવું જોઈએ. તેથી બાળકોને દૂધની સાથે અન્ય ખોરાક પણ એવો જોઈએ. જેથી પેટના કૃમિથી બચી શકાય છે.
પેટના કૃમિથી બચવાના ઘરેલુ ઉપાયો:-
મહેંદીના બીજ જેને વાવડિંગ કહે છે જેનો બારીક ચૂર્ણ બનાવી મધની સાથે ચાટી જવાથી કૃમી મટે છે તેનો ઉપયોગ નાના અને મોટા લોકો પણ કરી શકે છે. સવારે નયન કોઠે અને સાંજે આ ચૂર્ણ લેવાથી પેટ ના કૃમિ મટી જાય છે. મોટા લોકોને જો મધ સાથે યોગ્ય ન લાગે તો પાણી સાથે પણ લઈ શકાય. તેની સાથે બીજો પણ એક ફાયદો થાય છે જે બુદ્ધિ માં પણ વધારો કરે છે. તે પણ એક માં ના દૂધ સમાન જ હોય છે. વાવડિંગ થવાથી લાલ રંગનો પેશાબ થાય છે જેના કારણે ડરવાની જરૂર નથી.
તેના સિવાય ગોળ અને ચપટા કૃમી પણ જોવા મળે છે જેનો ઉપાય છે કરમાની અજમો. તેનો ઉપાય કરવાથી ગોળ કૃમી નાશ થાય છે. કરમાની અજમાનું ચૂર્ણ બનાવી પાણી સાથે સવાર-સાંજ લેવાથી કરમિયા દૂર થાય છે આવા ચપટા અને ગોળ કૃમી મોટા લોકોમાં જોવા મળે છે. આ ઉપાય માત્ર ગોળ કૃમી માટે જ છે.
પિતપાપડાને રાત સુધી પાણી માં પલાળી સવારે પીવાથી કૃમિ દૂર થાય છે એ ઉપાય પછી કલાક સુધી કાઈ પણ ન ખાવું જોઈએ. જો કૃમિની ઉત્તપ્તિ ને જો નાશ કરવી હોય તો વાવડિંગ ના બીજ ને ગોળમાં મિક્સ કરીને લેવાથી મૂળથી જ નાબૂદ થઈ જાય છે. કપિલોને પણ કૃમી દૂર કરવા માટે ઉપયોગ માં લેવાય છે. આ પ્રયોગ કરતી વખતે આગળની રાતે ગોળ નું સેવન કરવું જોઇએ અને બીજા દિવસે સવારે કપિલો સાથે દહીં મિક્સ કરીને ખાવાથી કૃમી નાશ થાય છે
જો કોઈ મોટા લોકોને કૃમી થયા હોય તો આવા લોકો રાતે દાંત કકડાવતા હોય છે. તો માની લેવું કે આવા લોકો ને કૃમી થયા છે આ માટે અનાનસ ના જ્યુસ અને તેના કટકા ખાવાથી ખુબજ ફાયદો થાય છે. વડલાની નવી વડવાઇને કુની વડવાઈને મસરીને ખાવાથી કૃમી મટે છે. જઉં ને હિંગ માં મિક્સ કરીને લેવાથી કૃમી નાશ થાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.