મિત્રો આજે આપણે અશ્વગંધા ના અવનવા ફાયદા વિશે જાણીશું.જે શરીરને ખૂબ લાભ કરે છે. આયુર્વેદમાં આવી ઘણી બધી વનસ્પતિ છે જે શરીર માં થતા દરેક રોગો નો સામનો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાંથી સૌથી ઉપયોગી છે અશ્વગંધા. તેનાથી અસાધ્ય રોગો દૂર રહે છે. દરેક વ્યક્તિ માં કંઈ ને કંઈ બીમારી હોય તે સ્વાભાવિક બાબત છે.
જો તમારે તેનો સચોટ ઈલાજ અને કાયમ માટે તેને દૂર કરવો હોય તો તેનો દેશી ઉપચાર ફાયદાકારક બને છે. જો આવી આયુર્વેદીક દવાઓનો લાંબા સમય સુધી ઉપચાર કરવામાં આવે તો તેને મૂળ માંથી દૂર કરી શકાય છે અને એકદમ સ્વસ્થ બની જઈએ છીએ. જે શરીરને પણ કોઈ નુકશાન થતું નથી. જો અશ્વગંધા નો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો સાંધાના દુખાવા મટી જાય છે.
તેનો છોડ કમર સુધીની ઊંચાઈ ધરાવે છે. તેના મૂળ માં અશ્વગંધા રહેલુ હોય છે. તેનું આયુષ્ય 4 થી 5 વરસનું જોવા મળે છે. તે ભારત ઉપરાંત અમેરિકા અને આફ્રિકા માં પણ જોવા મળે છે. તેમાં ફ્લેવેનોઈડ અને એન્ટીઓક્સીડેન્ટ ની માત્ર ભરપુર પ્રમાણમાં હોય છે. તે યાદશક્તિ વધારવામાં પણ ખૂબ ઉપયોગી છે.
અશ્વગંધા ના ફાયદા:-
અશ્વગંધા નો લેપ કરવાથી ત્વચા ચમકીલી બને છે. તે તનાવ થઈ મુક્ત કરે છે અને શરીરને શાંત કરે છે. તે શરીરને સ્ફૂર્તિદાયક અને યુવાનીમાં વધારો કરે છે. મહિલાઓ માં સુંદર ત્વચા માટે અશ્વગંધા નો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કરચલીઓ દૂર કરવા અને સ્કિનને ટાઇટ બનાવવા અશ્વગંધાથી ખૂબ ફાયદો થાય છે.
જે લોકોને વધુ પડતા સાંધાના દુઃખાવા છે તેઓએ અશ્વગંધા નું ચૂર્ણ સવારે દૂધ સાથે લેવાથી દુખાવામાં રાહત થાય છે. જો તમને શરીરમાં કોઈપણ જગ્યાએ દુખવા રહેતા હોય તો તેના તેલ નું માલિશ કરવાથી આરામ મળે છે. તે રાતે ઊંઘ લાવવામાં અને મનને શાંત કરવામાં ખૂબ ફાયદો કરે છે. તે ટોનિક જેવું કાર્ય કરે છે અને સહનશક્તિ માં વધારો કરે છે.
જે લોકોને ટીબીની સમસ્યા હોય તેવા લોકોએ અશ્વગંધા નુ ચૂર્ણ લેવાથી ક્ષય મટે છે. અશ્વગંધા વાળ ને ખરતા અટકાવે છે તથા લાંબા કરવામાં મદદ કરે છે. જે લોકોને કાનનો દુખાવો હોય તેવા લોકોએ અશ્વગંધા ના તેલ ને ગરમ કરી કાનમાં નાખવાથી દુખાવો મટે છે.
તેમાં એન્ટીઓક્સીડેન્ટ નો ગુણધર્મ રહેવાથી હદયને હાર્ટએટેક થઈ બચાવે છે તથા હદય ને તંદુરસ્ત રાખે છે. જે હદય ના જોખમ ને અટકાવે છે. તે યાદશક્તિ વધારવામાં અગત્ય નો ભાગ ભજવે છે. જે લોકોને નપુંસકતા ની બીમારી છે તેવા લોકો અશ્વગંધા નું સેવન કરવાથી આ બીમારી દૂર થાય છે.
તે બેકટેરિયા ના સંક્રમણ ને રોકે છે. જો કોઈપણ જગ્યાએ ઘા પડેલો હોય તો તેની જાળી ને ઘસીને લગાવાથી ઘા માં જલ્દીથી રૂઝ આવે છે. અશ્વગંધા થી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. અશ્વગંધા ના ચૂર્ણ ને બકરીના દૂધ સાથે તેમાં પાણી ઉમેરી ગરણ કરી પાણી બળી જાય પછી તેને સવાર-સાંજ પીવાથી ક્ષય મટે છે તથા ફિકુ પડેલા શરીમાં વજનનો વધારો થાય છે.
👉 આવા ઘરેલુ ઉપચાર તમારા માટે ફાયદાકારક લાગતો હોય તો નીચેનું Like 👇👇બટન દબાવી Like 👇👇 કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ પોસ્ટ અવશ્ય Share કરો…. Share કરો…