વિટામિન બી 12 ઉણપ ના લક્ષણો અને તેના ઉપાયો:-
આપણા શરીરમાં દરેક અંગ ને કામ કરવા માટે જુદા-જુદા વિટામીન ની જરૂર હોય છે. આવી જ રીતે ખુબજ ઉપયોગી એવું વિટામિન બી 12 જરૂરી છે. શાકાહારી વ્યક્તિ હોય પરંતુ ભોજન માં દૂધ નો ઉપયોગ ઓછો હોવાને કારણે તે ખામી જોવા મળે છે. વિટામિન બી 12 ના કારણે શરીર માં કમજોરી ઉપરાંત સ્કિન પર કાળા ડાઘ જેવી ખામી ઉદ્ભવી શકે છે.
🔴 વિટામિન બી 12 ના લક્ષણો:-
🔷 ચામડી નો રંગ ફિકો પડવો:-
શરીરમાં લાલરક્ત કણો ની સંખ્યામાં ઘટાડો થવાને કારણે ચામડી અને આંખોની કિકી માં પીળો રંગ જોવા મળે.વિટામિન બી 12 વિના રક્ત કણ બનાવવા મુશ્કેલ છે.જેના કારણે mliganoblstik અને animiya જેવા રોગ થાય છે. તેના કારણે મોટા અને નાજુક રક્તકણો ઉતપન્ન થાય છે. જે રુધિર ના પરિવહન ને રોકે છે.તેના લીધે bilirubin જોવા મળેછે જે પિત્તાશય માં હોય છે. વધુ પડતા bilirubin ના કારણે ચામડી નો રંગ ફિકો પડે છે.
🔷 અશક્તિ આ એ થાક:-
સામાન્ય રીતે વિટામિન બી 12 ની મદદથી અશક્તિ અને થાક લાગે છે.તેની ઉણપ ને લીધે શરીર માં રક્ત કણ બનતા નથી જેના કારણે ઓક્સિજન નું પૂરતું ભ્રમણ ન ત્વને કારણે થાક અને અશક્તિ લગે છે.
🔷 ખાલી જડી જવી:-
વિટામિન ની ઉણપ ને કારણે જ્ઞાનતંતુઓ નબળાં પડી જાય છે.તે મજ્જાછેડ બનાવવામાં અગત્યનો ફાળો ભજવે છે.પરંતુ વિટામિન ની ઉણપ ને લીધે મજ્જાછેડ બનતા નથી તેના કારણે સોય કે ટાંકણી ની ખબર પડતી નથી અને ખાલી ચડી જાય છે.
🔷 ગતિશીલતા માં ફેરફાર:-
તેના કારણે ચાલવા અને દોડવામાં ફેરફાર થાય છે. ૬૦ થી વધુ વય ના વ્યક્તિ માં જોવાં મળે છે. જો તેની સમયસર સારવાર લેવામાં આવે તો ગતિશીલતા માં ફેરફાર થઇ શકે છે.
🔷 મોંઢા માં ચાંદા પડવા:-
વિટામીન બી 12 ના લીધે મોંઢા માં ચાંદા પડે છે જેના કારણે બોલવા અને ખાવામાં તકલીફ પડે છે. જીભ પર ચીરા પડવા અને જીભ જાડી થઈ જવી જેવા તેના સામન્ય લક્ષણો છે.
🔷 દ્રષ્ટિ નબળી પડવી:-
વિટામિન ની ઉણપ થવાને લીધે ઓક્સિજન નું પરિભ્રમણ ઓછું થાય છે જેના કારણે જ્ઞાનતંતુઓ નબળા પડે અને આંખોનું તેજ ઘટે છે.
🔴 ઉપાયો:-
👉 દહીં માં પુષ્કળ પ્રમાણ માં વિટામિન બી 12 ,બી 1 અને બી 2 હોય છે તેમાં પણ લો ફેટ વારું દહીં માં વધુ પ્રમાણમાં હોય છે. ફ્લેવર વરુ દહીં ને ખાવામાં ટાળવું જોઈએ.
👉 સવારે નાસ્તામાં ઓટમીલ ખાવાથી સારા પ્રમાણમાં પોષણ અને વિટામિન બી 12 મળી રહે છે.
👉 સોયાબીન ,સોયા તેલ સોયા પનીર વગેરે સોયા પ્રોડક્ટ ખાવી જોઈએ.
👉 વધારે ફેટ વાળા દૂધ નો ઉપયોગ કરવાથી વિટામિન બી 12 મળે છે.
👉 ચીજ નો ઉપયોગ કરવામાં તથા કોટેજ વાળા ચીજ નો ઉપયોગ કરવાથી વિટામિન બી 12 મેળવી શકાય.
મિત્રો, આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.